Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
३२६
तत्त्वन्यायविभाकरे
તો તે આવરણનો ક્ષયોપશમ અનિયત છે, માટે સ્વભાવની કલ્પનાથી વિરોધ નથી. આ કથનથી જ્ઞાન માત્ર સ્વ અપેક્ષાથી પ્રત્યક્ષ-પ્રમાણ છે.
શંકા – અનુમિતિત્વ આદિની સાથે પ્રત્યક્ષત્વનું શું સાંકર્ય નહીં થાય ને ?
સમાધાન – ક્વચિત્ સંકીર્ણજાતિમાં પણ અદુષ્ટપણાનો સ્વીકાર છે. આ પ્રમાણે જ્ઞાન, પદાર્થસંવેદકની માફક સ્વસંવેદકપણાએ પણ ભાસિત થાય છે.
શંકા – જે અનુભાવ્ય (વિષય-જ્ઞેય) છે, તે અનુભૂતિ(જ્ઞાન)રૂપ નથી એમ જોયેલ છે. જેમ કે-ઘટ વગેરે. જેમ ઘટ વિષય છે પણ અનુભૂતિ(જ્ઞાન)રૂપ નથી. જો જ્ઞાનને અનુભાવ્ય-વિષય તરીકે માનવામાં આવે, તો ઘટ-પટ આદિ વિષયની માફક જ્ઞાન પણ અજ્ઞાનરૂપ થઈ જાય ! એવી આપત્તિ આવે ને ? સમાધાન જેમ જ્ઞાતાનો શાતારૂપથી અનુભવ થાય છે, તેમ અનુભૂતિનો પણ અનુભૂતિરૂપથી અનુભવ થાય છે, પરંતુ અનુભાવ્યરૂપથી નહીં. વળી જ્ઞાનને અનુભાવ્ય માનવામાં દોષ નથી, કેમ કેપદાર્થની અપેક્ષાએ જ્ઞાન અનુભૂતિરૂપ છે, પરંતુ સ્વજ્ઞાનની અપેક્ષાએ જ્ઞાન અનુભાવ્ય છે. વળી અપેક્ષાના ભેદથી વિરોધ નથી. જેમ કે-એક જ પુરુષમાં પોતાના પિતાની અપેક્ષાએ પુત્રત્વ અને પોતાના પુત્રોની અપેક્ષાએ પિતાપણું છે. તેવી રીતે એક જ અનુભૂતિ ભિન્ન ભિન્ન અપેક્ષાઓથી અનુભૂતિ અને અનુભાવ્ય કહેવાય છે, માટે કોઈ દોષ નથી. વળી ‘સ્વ આત્મામાં (જ્ઞાનસ્વરૂપમાં) ક્રિયાનો વિરોધ છે' એમ નથી, કેમ કે-અનુભવથી સિદ્ધ અર્થમાં વિરોધનો અભાવ છે.
-
હવે એ પ્રશ્ન થાય છે કે-એવી કયી ક્રિયા છે, કે જે આત્મામાં (જ્ઞાનમાં) વિરૂદ્ધ છે ? જુઓ, પરિસ્કંદસ્વરૂપાક્રિયા જ્ઞાનમાં નથી, કેમ કે-તે પરિસ્કંદરૂપ ક્રિયા દ્રવ્યવૃત્તિ હોઈ અદ્રવ્યભૂત જ્ઞાનમાં સંભવિત નથી. ધાતુના અર્થરૂપ ક્રિયા, જ્ઞાનમાં અકર્મિકા નથી એમ નહીં પણ છે. ‘વૃક્ષ ઉભું છે.’ અહીં સ્થિતિરૂપ અકર્મિકાક્રિયાની વૃક્ષાદિ રૂપમાં સ્વાત્મામાં જ પ્રતીતિથી પણ વિરોધની માફક ‘જ્ઞાન સ્વયં પ્રકાશે છે' ઇત્યાદિમાં પણ અકર્મકક્રિયાનો જ્ઞાનસ્વરૂપપણામાં અવિરોધ છે, કેમ કે-બંને ઠેકાણે પણ પ્રતીતિની તુલ્યતા છે.
શંકા – હવે ‘જ્ઞાન પોતાને જાણે છે’ આવી સકર્મકક્રિયા સ્વાત્મામાં (જ્ઞાનસ્વરૂપમાં) વિરૂદ્ધ છે, કેમ કેસ્વરૂપથી બીજે ઠેકાણે જ કર્મપણાની પ્રતીતિ છે ને ?
સમાધાન — જો સકર્મકક્રિયા સ્વાત્મામાં ન માનવામાં આવે, તો ‘આત્મા આત્માને હણે છે’-પ્રદીપ આત્માને પ્રકાશે છે’ ઇત્યાદિ ક્રિયામાં વિરોધની આપત્તિ આવે છે. ઇષ્ટાપત્તિ પણ નથી. માટે ‘હું ઘટને જાણું છું' ઇત્યાદિ વાક્યમાં જેમ કર્તા અને કર્મનું જ્ઞાન થાય છે, તેમ હું જ્ઞાનને જાણું છું' ઇત્યાદિ પ્રયોગમાં કર્તા અને કર્મનું જ્ઞાન થાય છે.
શંકા – અહીં પારમાર્થિક કર્મત્વ નથી, પરંતુ આત્માદિરૂપ કર્તામાં ઉપચરિત જ છે ને ?
-
સમાધાન – કર્તારૂપ જ્ઞાનમાં પણ સ્વરૂપમાં જ જ્ઞાનક્રિયાનિરૂપિત કર્મપણાએ ઉપચાર છે.
=
શંકા — જ્ઞાનમાં કર્મત્વ તાત્ત્વિક છે, કેમ કે-પ્રમેય તો છે ને ?
સમાધાન – સર્વથા કર્મત્વના કર્તારૂપ જ્ઞાનથી અભિન્નપણામાં વિરોધ સંભવી શકે ! જેમ કે-જો કર્તા