Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
द्वितीयो भाग / सूत्र -७, सप्तमः किरणे
३६३ वधित्वचेतनत्वामूर्तत्वानि अष्टौ गुणाः, अजीवे चेतनत्वामूर्तत्वहीना अचेतनत्वमूर्त्तत्वयुताः पुद्गलस्याष्टी, इतरेषां मूर्तत्वहीना अमूर्तत्वयुतास्त एवाष्टौ गुणाः, ज्ञानदर्शनसुखवीर्याणि जीवस्य, स्पर्शगन्धरसवर्णाः पुद्गलस्य, गतिस्थित्यवगाहनावर्तनाहेतुत्वानि धर्मादीनां क्रमेण विशेषगुणाः, अविकृतद्रव्येऽविशिष्टतया स्थितत्वात् विकृतस्वरूपास्तु पर्याये गच्छन्ति । चेतनत्वाचेतनत्वमूर्तत्वामूर्तत्वानि चत्वारि सामान्यगुणा विशेषगुणाश्च, स्वजात्यपेक्षयाऽनुगतव्यवहारकारित्वात्, परजात्यपेक्षया चेतनत्वादीनां स्वाश्रयव्यावृत्तिकरत्वात् । अत एवैते परापरसामान्यवत् सामान्यविशेषगुणा इति षोडश विशेषगुणा विज्ञेया इति ॥
વિશેષનો વિભાગ ભાવાર્થ – “વિશેષ પણ ગુણ અને પર્યાયના ભેદે બે પ્રકારવાળો છે. સહભાવી ગુણ છે. જેમ કેઆત્માના ઉપયોગ વગેરે પુદ્ગલનો ગ્રહણરૂપ ગુણ અને ધર્માસ્તિકાય આદિના ગતિ હેતુત્વ વગેરે છે.” - વિવેચન – જેમ સામાન્ય બે પ્રકારનું છે, તેમ વિશેષ પણ બે પ્રકારનો છે. ગુણ અને પર્યાયરૂપી બે ભેદવાળો વિશેષ છે. જો કે પર્યાય શબ્દ સર્વ વિશેષનો વાચક હોવા છતાં પણ, સહવર્તી વિશેષવાચક એવા ગુણ શબ્દના સંનિધાનથી, ‘સિદ્ધાપસાનિધ્યાપિવિત: નવનિ વક્વે' એ ન્યાયથી અર્થાત્ ગો શબ્દ સ્ત્રી અને પુલિંગવાચી છે, પરંતુ બલીવદના સંનિધાનથી (ગાય એટલે બળદ એ અર્થ છે તેમ અહીં સમજવું.) ક્રમવર્તી વિશેષવાચક જ એમ જાણવું.
ગુણલક્ષણ – અભિન્નકાળવાર્તા વિશેષ “ગુણ' કહેવાય છે. જેમ આત્માના ઉપયોગ વગેરે. જેના વડે વસ્તુના પરિચ્છેદ પ્રત્યે વ્યાપારવાળો જીવ કરાવાય છે, તે ઉપયોગ કહેવાય છે. અથવા સચેતન કે અચેતન વસ્તુમાં જીવ, જ્યારે ઉપયોગવાળો થતો પર્યાયની સાથે કે સામાન્યપણાએ વસ્તુનો પરિચ્છેદ કરે છે, ત્યારે તેવો પરિણામ ઉપયોગ કહેવાય છે. વળી તે ઉપયોગ પરસ્પર સાપેક્ષ સામાન્ય-વિશેષના પ્રહણમાં પ્રવૃત્ત દર્શન-જ્ઞાનરૂપ દ્રય આત્મક જયારે છે, ત્યારે પ્રમાણ છે, અન્યથા અપ્રમાણ છે; કેમ કે-નિરપેક્ષ છે. તેથી જ નિરસ્ત ઈતર આકારવાળો છે.
૦ સર્વ જીવોમાં વર્તમાન હોઈ, આ ઉપયોગનું સહભાવિત્વની અપેક્ષાએ ગુણપણું છે. અહીં આદિપદથી સુખ, પરિસ્પન્દ, યૌવન વગેરે ગૃહિત કરાય છે. [ઉપચાર વગરના પોતાના સ્વભાવો જ ગુણો છે. ખરેખર, ગુણો સહભાવી છે એવી અનુપચરિત છે. જે ઉપચરિત છે, તે પર્યાય છે. એથી જ દ્રવ્યને આશ્રિત ગુણો છે અને દ્રવ્ય-ગુણ ઉભયને આશ્રિત પર્યાયો છે. કહ્યું છે કે-“ગુણોનો આશ્રય દ્રવ્ય છે. એક દ્રવ્યઆશ્રિત ગુણો છે. પર્યાયોનું લક્ષણ તો ઉભય આશ્રિતપણું છે.] [જેમ આત્મામાં વિજ્ઞાનવ્યક્તિ એટલે જે કોઈ એક તે કાળમાં વિદ્યમાન વિશેષજ્ઞાન અને વિજ્ઞાનશક્તિ એટલે ઉત્તરજ્ઞાનના આકારપરિણામની યોગ્યતા વગેરે સમકાળભાવી ધર્મો ગુણ શબ્દથી વાચ્ય બને છે.].
અજીવગુણવર્ણન – પુદ્ગલનો ગ્રહણરૂપ ગુણ હોય છે. ઔદારિક શરીર આદિપણાએ ગ્રહણરૂપ વર્ણ આદિપણાની અપેક્ષાએ ગ્રાહ્યતારૂપ છે, અથવા પરસ્પર સંબંધરૂપ ધર્મ ગ્રહણગુણ કહેવાય છે. ધર્માસ્તિકાય