Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
द्वितीय भाग / सूत्र ८, नवमः किरणे સંગ્રહનું લક્ષણ
ભાવાર્થ “સ્વથી વ્યાપ્ય જેટલા વિશેષો છે, તેટલા વિશેષોમાં ઉદાસીનતાપૂર્વક સામાન્યવિષયવાળો વિશિષ્ટ અભિપ્રાય, એ ‘સંગ્રહ' કહેવાય છે. તે ૫૨-અપરના ભેદથી બે પ્રકારવાળો છે. પરસામાન્યનું અવલંબન લઈ તેના વિશેષોમાં ઔદાસીન્ય કરીને અર્થોના એકપણાએ ગ્રહણનો અભિપ્રાય, એ ‘પરસંગ્રહ' કહેવાય છે. જેમ જગત્ એક છે, કેમ કેસથી અવિશેષ છે. ઇતિ. આ વક્તાના અભિપ્રાયથી સત્તારૂપ સામાન્યથી વિશ્વનું એકપણું ગ્રહણ કરાય છે અને એ પ્રમાણે શબ્દોના અપ્રયોગથી વિશેષોમાં ઉદાસીનતા પ્રતીત થાય છે. અપરસામાન્યનું આલંબન લઈ તથા અભિપ્રાય ‘અપરસંગ્રહ’ કહેવાય છે. જેમ ધર્મ-અધર્મ-આકાશ-પુદ્ગલ-જીવોનું ઐક્ય છે, કેમ કે-દ્રવ્યત્વનો અવિશેષ છે આ વિશિષ્ટ અભિપ્રાયથી દ્રવ્યત્વરૂપ અપરસામાન્યથી ધર્મ આદિનું એકત્વ છે. તેના વિશેષોમાં ઉદાસીનતાનું ગ્રહણ કરાય છે.”
४३३
વિવેચન – સ્વ એટલે મહાસામાન્ય સત્ત્વ છે. તેનાથી વ્યાપ્ય જેટલા વિશેષો દ્રવ્યત્વ વગેરે છે, તેઓમાં ઉદાસીનતાપૂર્વક પરસ્પર તેઓના નિરાકરણને નહિ કરનારો, સત્તારૂપ મહાસામાન્ય વિષયવાળો કે દ્રવ્યત્વ આદિરૂપ અપરસામાન્ય વિષયવાળો વિશિષ્ટ અભિપ્રાય, તે ‘સંગ્રહનય' કહેવાય છે. સામાન્ય માત્રના સ્વીકારમાં પરાયણ એકદેશબોધપણું સંગ્રહનયનું લક્ષણ છે, પરંતુ પરસ્પર સામાન્યરૂપ ઉભય ગ્રાહકપણું લક્ષણ નથી, કેમ કે-પ્રત્યેકના ગ્રાહકમાં અવ્યાપ્તિ છે. પ્રત્યેક ગ્રાહકપણું પણ લક્ષણ નથી, કેમ કેઅનુગમ(વ્યાપકતા)નો અભાવ છે.
૦ ખરેખર, આ સંગ્રહનય માને છે કે-(સંગ્રહમતથી અશેષ-વિશેષના તિરોધાનના પ્રકારને દર્શાવે છે કે- ‘નવુ' વૃતિ । પ્રશ્ન એ થાય છે કે-ભાવલક્ષણ સામાન્યથી (૧) ભિન્ન સ્વરૂપવાળા વિશેષો છે કે (૨) અભિન્ન સ્વરૂપવાળા વિશેષો છે ?
પહેલો પક્ષ બરાબર નથી, કેમ કે-નિઃસ્વભાવતાની આપત્તિ છે. (ભિન્નપણાની માન્યતામાં ભાવલક્ષણથી વિશેષોના ‘તે વિશેષ તેનો છે’ આવા સ્થળમાં નિયામકનો અભાવ હોવાથી, ભાવસ્વભાવની શૂન્યતા હોવાથી નિઃસ્વભાવત્વ થાય ! એવા આશયથી કહે છે કે-‘ભાવવ્યતિ~િાવિ’તિ। કેમ કે-ભાવથી ભિન્ન છે. ગગનકુસુમની માફક શૂન્ય-અસત્ છે.)
બીજો પક્ષ બરાબર નથી, કેમ કે-ભાવ માત્રતાની આપત્તિ છે. તે આ પ્રમાણેઃ-ભાવ માત્ર વિશેષો છે, કેમ કે-તે સામાન્યથી-ભાવ માત્રથી અભિન્ન છે. જે જેનાથી અભિન્ન છે, તે તે જ કહેવાય છે. જેમ ભાવનું જ સ્વરૂપ અને અભિન્ન વિશેષો છે, એથી તે ભાવરૂપ તે સામાન્યરૂપ જ છે.
શંકા — જો ભાવ માત્ર જ તત્ત્વ છે, તો તે ભાવનો સર્વત્ર અવિશેષ છે. જે આ પ્રત્યેક પ્રાણીમાં પ્રસિદ્ધ, સ્તંભ-કુંભ-કમલ વગેરેરૂપ વિશિષ્ટ વસ્તુ સાધ્યવ્યવહારો છે, તે તમામ વ્યવહારો પણ વિનાશને પામે ! એથી વિશેષો પણ ભિન્ન વ્યવહારના હેતુરૂપે સ્વીકારવા જ પડશે ને ?
સમાધાન - વ્યવહાર પણ અનાદિની અવિઘાથી પ્રવર્તિત છે, તેથી પારમાર્થિક પ્રમાણરૂપે પ્રતિષ્ઠિત તત્ત્વના પ્રતિબંધ(વ્યાપ્તિ)નો અભાવ છે.