Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
४३८
तत्त्वन्यायविभाकरे ૦ (પ્રશ્ન એ થાય છે કે-ગિરિસ્થ તૃણ આદિ, માર્ગે ચાલનાર પુરુષનો સમુદાય, કુંડીમાં રહેલ પાણી આદિમાં ગિરિ-માર્ગ-કંડિકાના મુખ્ય અર્થની પ્રતીતિ કેવી રીતે? આવી શંકાના સમાધાનમાં કહે છે કે નક્શાર્વે' રૂતિ ) લક્ષ્ય અર્થમાં જે મુખ્ય અર્થની પ્રતીતિ છે, તે અભેદના અધ્યવસાયથી છે.
૦ વિશેષની પ્રધાનતાથી જ આ વિસ્તૃતાર્થ છે અને પ્રધાનતા વ્યક્તિઓમાં જ એવા શબ્દથી સામાન્ય, સંકેતજન્ય પ્રતીતિનો વિષય નથી એમ સૂચિત થાય છે. ખરેખર, સામાન્યમાં શબ્દોનો સંકેત અનુપયોગી છે. “ઘડો લાવ' ઇત્યાદિ વાક્યથી શાબ્દબોધની અનુત્પત્તિનો પ્રસંગ છે, કેમ કે-ઘટવરૂપ સામાન્યનું લાવવું સંભવતું નથી. તે સામાન્ય અરૂપી છે.) ઉપયોગ હોવાથી સંકેત આદિનો આધાર છે. વસ્તુતઃ પંચવર્ષી, દ્વિગંધી, પંચરસી અને આઠસ્પર્શી શરીરવાળા ભ્રમર આદિનો શ્યામપણા આદિથી જ નિશ્ચય થવાથી આ લૌકિક છે. “ભ્રમર કાળો છે એ વાક્ય લૌકિક છે, કેમ કે-લોકોથી કૃષ્ણવર્ણના બહુલપણાએ આ ભ્રમરનો કૃષ્ણરૂપે સ્વીકાર કરેલ છે. કેમ કે-ઉદ્ભૂત (પ્રકટિત) વર્ણની વિવક્ષાથી જ શબ્દ આદિ વ્યવહારની પ્રવૃત્તિ છે. “ભમરો કાળો છે' ઇત્યાદિમાં અનુભૂતપણાએ (અપ્રાદુર્ભાવથી) બીજા વર્ણોની અવિવલાથી બ્રાન્તપણું (બ્રાન્તિ) નથી.
૦ તાત્પર્યના જાણકાર પ્રત્યે પ્રમાણપણું હોવાથી અને લોકવ્યવહારને અનુકૂળ વિવફાજન્ય હોવાથી, આનું “ભમરો કાળો છે' આવા વાક્યજન્ય શાબ્દબોધનું ભાવસત્યપણું છે. “પીળો ભ્રમર' ઇત્યાદિમાં તો તે પ્રકારે નથી, કેમ કે-લોકવ્યવહારને અનુકૂળ નથી. વળી નિશ્ચયથી આનું ભાવસત્યપણું નથી, કેમ કેપંચવર્ણની પર્યાપ્તિવાળામાં પંચવર્ણના પ્રકારકપણાનો અભાવ હોવાથી નિશ્ચયમાં અસમર્થ છે.
પૂર્વપક્ષ – “પંચવર્ણ ભમરો' ઇત્યાદિ વાક્યોનું વ્યવહારનયનું અનુસરણ કેમ નહિ ? કેમ કે-તે વાક્યનું પણ વ્યવહારને અનુરૂપપણું છે. આગમથી પ્રતિપાદિત અર્થમાં પણ વ્યુત્પન્ન (પંડિત પુરુષો) જનોને વ્યવહારની ઉપલબ્ધિ છે. “લોકથી આ વાક્યનું બાધિત અર્થનું વિષયકપણું હોવાથી વ્યવહારનું અનુસારપણું નથી એવું નહીં કહેવું, કેમ કે-“આત્મારૂપી નથી' ઇત્યાદિ વાક્યમાં પણ અવ્યવહારકપણાની આપત્તિ થશે ! કેમ કે-આત્માના ગૌરપણા આદિ બોધક લોકપ્રમાણથી બાધિત અર્થનો બોધક છે અને અબ્રાન્ત લોકની વિવક્ષામાં બંને ઠેકાણે સમપણું છે જ ને?
ઉત્તરપક્ષ – “પંચવર્ણ ભમરો' ઇત્યાદિમાં (તે તે નયના અભિપ્રાયથી જન્ય ખરેખર શબ્દ છે. તથાચ “પંચવર્ણી ભમરો” આ પ્રમાણેનો શબ્દરૂપ અભિલાપ નિશ્ચયનયથી છે. એથી કથિત શબ્દજન્ય શાબ્દબોધમાં કૃષ્ણ અને બીજા વર્ણના અંશમાં વ્યાવહારિક વિષયતા નથી, કેમ કે-લોકવ્યવહારને અનુરૂપ નથી, પરંતુ
ત્યાં નૈૠયિક વિષયતા જ છે. કૃષ્ણના અંશમાં તો નિશ્ચય-વ્યવહાર ઉભયની વિષયતા છે.) કૃષ્ણ અને બીજા વર્ણના અંશમાં વ્યાવહારિક વિષયતાનો અભાવ છે. ખરેખર, તે તે નયના અભિપ્રાયથી જન્ય શબ્દ છે. ત્યાં તે નય સંબંધી (નયનિરૂપિત) વિષયતા જ શાબ્દબોધજનિકા છે, તેથી કથિત વ્યવહાર નથી.
अथर्जुसूत्रं स्वरूपयति -
द्रव्यं गौणीकृत्य प्राधान्यतया वर्तमानक्षणवृत्तिपर्यायमात्रप्रदर्शनाभिप्रायविशेष ऋजुसूत्रः । यथा सम्प्रति सुखपर्यायोऽस्ति दुःखपर्यायोऽस्ति द्वेषपर्यायो वास्तीत्यभिप्रायाः । अत्र हि सदप्यात्मद्रव्यं नार्म्यते सुखादिपर्यायास्तु प्रधानेन प्रकाश्यन्ते ॥१०॥