Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
४४४
तत्त्वन्यायविभाकरे करणात् पटादिवत्, तथा प्रत्यक्षविरोधात् घटलिङ्गादर्शनाच्च, अघटरूपास्ते प्रत्यक्षेणैव दृश्यन्ते इति प्रत्यक्षविरोधः, जलाहरणादिकं घटलिङ्गश्च तेषु न दृश्यत इत्यनुमानविरोधोऽपि, न च कथं ते नामादिघटव्यपदेशभाज इति वाच्यम्, अनिष्ठत्वात् यथाहि ऋजुसूत्रस्यातीतानागताः कुम्भा नेष्टाः प्रयोजनाभावात्तथानामादयोऽपि तुल्यत्वादिति ॥
શબ્દનયનું ઉપદર્શન ભાવાર્થ – “કાલ-કારક-લિંગ-સંખ્યા-પુરુષ-ઉપસર્ગોના ભેદથી વિદ્યમાન પણ અભેદની ઉપેક્ષા કરીને, શબ્દની પ્રધાનતાથી અર્થભેદનો પ્રદર્શક વિશિષ્ટ અભિપ્રાય, એ શબ્દનય’ કહેવાય છે.”
વિવેચન – કાલ આદિના ભેદથી દ્રવ્યરૂપપણાએ વિદ્યમાન પણ અભેદને ગૌણ કરીને શબ્દભેદની પ્રધાનતાજન્ય અર્થભેદનો પ્રજ્ઞાપક વિશિષ્ટ અભિપ્રાય, એ “શબ્દનાય છે. આ અહીં ભાવ છે કે-ઋજુસૂત્રની અપેક્ષાએ આ શબ્દનય વિશેષિતતર છે. ખરેખર, આ પ્રસ્તુત નય પૃથુબુબ્બોદર આદિ આકારવિશિષ્ટ, જલ આહરણ આદિ ક્રિયામાં સમર્થ, મૃન્મય તરીકે પ્રસિદ્ધ ભાવઘટને જ માને છે; બાકીના નામ-સ્થાપનાદ્રવ્યરૂપ ત્રણ ઘટોને માનતો નથી, અથવા વિભિન્ન કાલ-કારક આદિ વિશિષ્ટ શબવાચ્ય ઘટોના એકત્વને માનતો નથી.
ખરેખર, આ શબ્દપ્રધાનતાવાળો નય છે : અને ઘટ શબ્દનો અર્થ ચેષ્ટારૂપ છે, કેમ કે–‘પદત તિ પર:–“પટાયાં '' આ ધાતુથી ઘટ શબ્દ સિદ્ધ થયેલો છે. વળી તેથી જલ આહરણ આદિ ક્રિયા માટે પ્રસિદ્ધ ઘટ છે. તે ભાવરૂપ ઘટને આ નય માને છે, કેમ કે ત્યાં જ શબ્દના અર્થની ઉપપત્તિ છે. પરંતુ નામાદિ ઘટોને ઘટ શબ્દ કહેતો નથી, કેમ કે-ત્યાં શબ્દના અર્થની અનુપત્તિ છે. તેમ જ “ઘટને ઘટવડે' ઇત્યાદિ ભિન્ન વિભક્તિ વિશિષ્ટ ઘટોનો અર્થભેદ છે કેમ કે દ્વિતીય વિભક્તિ વિશિષ્ટ શબ્દ, તૃતીયાદિ વિભક્તિ વિશિષ્ટ શબ્દથી અલગ છે. તથાચ નામ-સ્થાપના-દ્રવ્યરૂપ ઘટો વાસ્તવિક ઘટો નથી, કેમ કે-જલ આહરણ આદિ રૂપ તે ઘટના કાર્યો કરતાં નથી. જેમ કે-પટ વગેરે. તેમ જ પ્રત્યક્ષ વિરોધ છે : અને ઘટના લિંગોચિહ્નો)નું અદર્શન છે. અઘટરૂપે તે નામાદિ ઘટો પ્રત્યક્ષથી દેખાય છે, માટે પ્રત્યક્ષનો વિરોધ છે. જલ આહરણ આદિ રૂપ ઘટનું લિંગ તે નામાદિ ઘટોમાં દેખાતું નથી, માટે અનુમાનનો વિરોધ (અભાવ) પણ છે. તે નામાદિ ઘટો નામાદિ ઘટના વ્યવહારવાળા કેવી રીતે થાય છે?' આમ ન કહેવું, કેમ કે-અનિષ્ટ છે. જેમ ઋજુસૂત્રને “અતીત-અનાગત ઘડાઓ અનિષ્ટ છે, કેમ કે-પ્રયોજન નથી; તેમ નામાદિ ઘટો પણ આ શબ્દનયને અનિષ્ટ છે, કેમ કે-અનિષ્ટતથી સમાનતા છે; અથવા પ્રયોજનના અભાવના કારણે અનિષ્ટતાની સમાનતા છે.
अथ क्रमेण कालादीनां दृष्टान्तानुपदर्शयति -
यथा बभूव भवति भविष्यति सुमेरुरिति कालभेदेन सुमेरुभेदं, करोति कुम्भं क्रियते कुम्भ इत्यादौ कर्तृत्वकर्मत्वरूपकारकभेदात्कुम्भभेदं, पुष्यस्तारका इत्यादौ लिङ्गभेदेनार्थभेदं, आपोऽम्भ इत्यादौ संख्याभेदेन जलस्य भेदं, एहि मन्ये रथेन यास्यसि नहि यास्यसि यातस्ते पितेत्यादौ मध्यमोत्तमरूपपुरुषभेदेनार्थभेदं, सन्तिष्ठतेऽवतिष्ठत