Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
द्वितीयो भाग / सूत्र - ६, सप्तमः किरणे
३६१ - पूर्वोत्तरेति । पूर्वोत्तरयोः कटककङ्कणादिपरिणामयोरनुगामिसाधारणमेकं द्रव्यं कालत्रयानुयायी यो वस्त्वंशस्तदूर्ध्वतासामान्यमित्यर्थः । दृष्टान्तमाह यथेति, तत्र प्रमाणं दर्शयितुं प्रतीतिसाक्षिकमित्युक्तम्, तथा च यथा गौौरित्यनुवृत्तप्रत्ययेन समानकालीनास्वपि व्यक्तिषु तिर्यक्सामान्यं गोत्वाख्यं सिद्ध्यति तथैव पूर्वोत्तरपर्यायेष्वपि काञ्चनमिदं काञ्चनमिदमित्यादिप्रतीत्या तादृशपर्यायासाधारणं द्रव्यरूपमूर्खतासामान्यं कथञ्चिदभिन्नं सिद्ध्यत्येवेति भावः । ननु पूर्वोत्तरपरिणामसाधारणस्य तद्व्यतिरिक्तस्य द्रव्यस्याप्रतीतेर्लक्षणमिदमसङ्गतमिति चेन, अर्थानामन्वयरूपस्य प्रत्यक्षादेव प्रतीतेः, यथैव च पूर्वोत्तरपर्याययोावृत्तप्रत्ययादन्योऽन्यभेदः प्रतीतस्तथाऽनुवृत्तप्रत्ययात्स्थितिरपि प्रतीयत एव, अनुवृत्त्यविनाभावित्वाद्वयावृत्तेः, अत एव न घटादीनां भेद एवावभासते नाभेद इत्यभिधातुं शक्यम्, अभेदवियुक्तस्य भेदस्य स्वप्नेऽप्यसंवेदनात् । न च द्रव्यग्रहणे तदभिन्नत्वादतीताद्यवस्थानामध्यवसायापत्तिरिति वाच्यम्, अभिन्नत्वस्य ग्रहणं प्रत्यनङ्गत्वात् । यत्रैवात्मनोऽज्ञानपर्यायप्रतिबन्धकापायस्तत्रैवाध्यवसायकत्वनियमात् । आत्मा हि प्रत्यक्षसहायोऽनन्तरातीतानागतपर्याययोरेकत्वं स्मरणप्रत्यभिज्ञानसहायश्च व्यवहितपर्याययोरेकत्वञ्चावबुध्यत इति न काप्यनुपपत्तिरिति ॥ ..
ઊર્ધ્વતા સામાન્યનું લક્ષણ ભાવાર્થ – “પહેલાના અને પછીના પરિણામ(પર્યાય)માં અનુગામિ (સાધારણ) દ્રવ્ય “ઊર્ધ્વતા સામાન્ય છે. જેમ કે-કટક અને કંકણ આદિરૂપ પૂર્વાપર પરિણામોમાં સુવર્ણ છે. આવી પ્રતીતિમાં साक्षीवाणु सुव."
વિવેચન – પૂર્વ અને ઉત્તરના કટક અને કંકણ આદિ પરિણામમાં અનુગત-વ્યાપક એક દ્રવ્ય, કાલવયમાં અનુયાયી જે વસ્તુનો અંશ છે, તે ઊર્ધ્વતાસામાન્ય. [કડાને ભાંગી કંકણ કરાય છતે કટકરૂપ પૂર્વનાં પરિણામ, ઉત્તરપરિણામરૂપ કંકણરૂપ છે. તે પૂર્વ-ઉત્તર પરિણામમાં અનુગત જે સુવર્ણનામક દ્રવ્ય, ते तसामान्य छ.] त्या प्रमा. वि भाटे 'प्रतीति साक्षिकम्' भेडेगुं छे. तथायम 'गायગાય આવા અનુવૃત્તિવાળા પ્રત્યયથી સમાનકાલીન પણ વ્યક્તિઓમાં ગોત્વનામક તિર્યસામાન્ય સિદ્ધ થાય છે, તેમ પૂર્વ-ઉત્તર પર્યાયોમાં પણ આ “સોનું છે-આ સોનું છે' ઇત્યાદિ પ્રતીતિથી, તાદશ પર્યાયમાં વ્યાપક એક દ્રવ્યરૂપ ઊર્ધ્વતાસામાન્ય કથંચિત્ અભિન્ન સિદ્ધ થાય છે જ.
શંકા – પૂર્વ અને ઉત્તર પરિણામમાં સાધારણ, પૂર્વોત્તર પરિણામથી ભિન્ન દ્રવ્યની પ્રતીતિ નહિ હોવાથી, આ લક્ષણ અસંગત જ છે ને?
સમાધાન – અર્થોના અન્વયરૂપની પ્રત્યક્ષથી પ્રતીતિ છે. જેમ પૂર્વ-ઉત્તર પર્યાયમાં વ્યાવૃત્તિવાળા પ્રત્યયથી પરસ્પર ભેદ પ્રતીત છે, તેમ અનુવૃત્તિવાળા પ્રત્યયથી સ્થિતિ પણ પ્રતીતિવિષય જ છે; કેમ કેવ્યાવૃત્તિ અનુવૃત્તિથી અવિનાભાવી છે. એથી જ ઘટ આદિનો ભેદ જ અવભાસમાન થતો નથી, અભેદ જ છે-એમ કહી શકાતું નથી, કેમ કે-અભેદ વગરના ભેદનું સ્વપ્નમાં પણ સંવેદન નથી.