Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
४१८
तत्त्वन्यायविभाकरे व्यपदेशं तथैव नयाः स्वविषयपरिच्छेदकत्वेन सुनिश्चिता अपि नान्यपक्षनिरपेक्षाः प्रमाणसंज्ञां प्राप्नुवन्ति त एव द्रव्यध्रौव्यादिषु मिलिताः प्रमाणसंज्ञां लभन्त इति न कोऽपि दोषः ॥
નયનું પ્રમાણ-અપ્રમાણપણું ભાવાર્થ – “યથાર્થ વસ્તુના એક અંશનો ગ્રાહક હોઈ નયનું યથાર્થ નિર્ણયત્વરૂપ પ્રમાણપણું નથી જ. વળી એથી જ અપ્રમાણપણું નથી, પરંતુ પ્રમાણ-અપ્રમાણથી ભિન્ન જ્ઞાનાન્તર જ છે.”
વિવેચન – ખરેખર, અનંતધર્માત્મક વસ્તુ યથાર્થ કહેવાય છે. તે વસ્તુનો એક અંશ પ્રતિનિયત (એક) ધર્મવાળો છે. તે એક અંશનો પરિચ્છેદક હોઈ, નય યથાર્થ પરિચ્છેદક નથી એથી પ્રમાણ નથી. ખરેખર, સ્વ અર્થનો એકદેશ વસ્તુ (પૂર્ણ વસ્તુ) નથી. જો સ્વાર્થના એકદેશને વસ્તુ (પૂર્ણ વસ્તુ) માનવામાં આવે, તો બીજા સ્વાર્થના એક દેશોમાં અવસુત્વનો પ્રસંગ આવે છે અથવા વસ્તુના બહત્વનો પ્રસંગ આવે છે. તથા વસ્તુના એકદેશનો વ્યવસાયી નય કેવી રીતે પ્રમાણ થઈ શકે ! કેમ કે-નય, જેમ કથંચિત્ વસ્તુથી ભિન્ન છે, તેમ કથંચિત પ્રમાણથી ભિન્ન છે. તો વસ્તુભિન્ન-અવસ્તુના વિષયભૂત નય મિથ્યાજ્ઞાનરૂપે જ થશે ને? આના જવાબમાં કહે છે કે- “બતાવે' ઉતા જેમ વસ્તુનો એક અંશ અવસ્તુ નથી, કેમ કે બીજા એક દેશોમાં પણ અવસ્તુત્વના પ્રસંગથી ક્વચિત્ પણ વસ્તુવ્યવસ્થાની ઉપપત્તિ નહીં થાય ! તેવી રીતે પ્રમાણનો એક દેશ, નય પણ અપ્રમાણ નથી. તો શું છે ? આ શંકાના સમાધાનમાં કહે છે કે-પ્રમાણનો એકદેશભૂત નય જ્ઞાનાન્તરરૂપ જ છે.
ચોક્કસ, નય પ્રમાણ જ નથી, કારણ કે-એકાન્તથી પ્રમાણથી અભિન્નપણે અનિષ્ટ છે. ૦ નય અપ્રમાણભૂત પણ નથી, કેમ કે-એકાન્તથી તે અપ્રમાણથી અભેદનો અસ્વીકાર છે.
૦ નય સંશયરૂપ નથી, કેમ કે-નયમાં એક પ્રકાર છે અને સંશય એકમાં વિરુદ્ધ ઉભયપ્રકારક જ્ઞાનરૂપ છે.
૦ નય વિપર્યયરૂપ નથી કેમ કે દ્રવ્યાર્થિક આદિ નયોનું અસ્તિત્વ આદિવાળા પદાર્થમાં કથંચિદ્ અસ્તિત્વ આદિનું અવગાહન છે.
૦ નય અનધ્યવસાયરૂપ નથી, કેમ કે-નય વિશેષ કોટિના ઉલ્લેખવાળો છે.
૦ જો કે તે નયમાં સપ્તભંગીથી પરિવૃત્ત વસ્તુના અવગાહી તાત્પર્યના અભાવથી અલૌકિક પ્રામાણ્યનો અભાવ છે પરંતુ તત્કૃતિ તત્ પ્રારંવત્વરૂપ (તે પ્રકારવાળા પદાર્થમાં તે પ્રકારવાળું જ્ઞાનત્વ) લૌકિક પ્રામાણ્ય
१. ननु नया न समुदायतामासादयन्ति, नापि समेताः प्रमाणतां भजन्ते प्रत्येकावस्थायां मिथ्यादृष्टित्वात्, तत्समुदाये महामिथ्यात्वप्रसङ्गात्, विषबिन्दूनां प्रचुराणां समुदाये महाविषवत्, नापि समेता वस्तुनो गमकाः प्रत्येकावस्थायां तदगमकत्वात् समुदिताश्च ते विवदमाना वस्तुविधातायैव भवन्ति, मैवम् परस्परविरुद्धानामपि आर्हतमतिवशवर्तित्वे प्रमाणभावप्रतिपत्तेः राजवशवर्त्तिनानाभिप्रायभृत्यवर्गवत् । प्रत्येकं सावधारणत्वेऽपि समुदितानां निरवधारणानां स्याच्छब्दलाञ्छितत्वेन प्रमाणत्वात् । प्रचुरविषलवानामपि प्रौढमंत्रवादादिभिर्निर्विषीकृत्यामृतरूपताकरणात् । सामान्यतो देशग्राहकाणां नयानां समुदितानां मिथ्यात्वापगमेन सम्यक्त्वसद्भावे क्रमेण विशद्ध्यमानानां सर्वावरणप्रतिबन्धाभावेन समस्तवस्तग्राहकत्वात्केवलज्ञानवदिति ॥