Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
द्वितीयो भाग / सूत्र -६-७, नवमः किरणे
४२९
ધર્મેદ્રયવિષયક ઉદાહરણો ભાવાર્થ – “કાઠિન્યવાળું દ્રવ્ય પૃથિવી છે. ઇત્યાદિમાં પૃથિવીરૂપ ધર્માનું વિશેષ્યપણું હોઈ મુખ્યત્વ છે. કાઠિન્યવાળા દ્રવ્યનું વિશેષણપણું હોઈ ગૌણત્વ છે અથવા કાઠિન્યવાળા દ્રવ્યનું વિશેષ્યપણું હોઈ મુખ્યત્વ છે. પૃથિવીનું વિશેષણ હોઈ ગૌણત્વ છે. એ પ્રમાણે “રૂપવાળું દ્રવ્ય મૂર્તિ છે–પર્યાયવાળું દ્રવ્ય વસ્તુ છે.” ઈત્યાદિ બે ધર્મોના દ્રવ્યોના વિષયવાળાની વિવક્ષામાં ઉદાહરણો છે.”
વિવેચન – બે દ્રવ્યોનું ગૌણ-મુખ્યભાવથી વિવેક્ષણમાં આ ઉદાહરણ છે. (ખરેખર, આ નૈગમનયમાં ગૌણ-મુખ્યભાવ વિશેષ્ય-વિશેષણભાવથી જન્ય છે પરંતુ કલ્પનાજન્ય નથી. એટલા માત્રથી પ્રામાણ્યનો પ્રસંગ નથી, કેમ કે ધર્મ અને ધર્મીનો પ્રધાનપણાએ બોધક નથી. ખરેખર, નૈગમન તે બંનેમાંથી કોઈ એકનું જ પ્રધાનપણું સ્વીકારે છે, પરંતુ પ્રધાનપણાએ તે ધર્મ-ધર્મીઆત્મક-ઉભયાત્મક વસ્તુ અનુભવાતું વિજ્ઞાન પ્રમાણ જ છે. “આ નયમાં વિશેષણ કલ્પિત જ છે' એમ નહિ કહેવું, કેમ કે-પર્યાયાર્થિકમાં જ કલ્પિત દ્રવ્યનું વિશેષણપણું છે. દ્રવ્યાર્થિકમાં તો અકલ્પિત પણ પર્યાયનું વિશેષણપણું છે. ઉભય વિષયવાળા નૈગમે ઉભય વિષયની સત્યતા જ માનેલ છે.)
૦ તેને ઘટાવે છે કે-“પૃથવી'તિ | વિશેષ્ય-વિશેષણભાવમાં, વિનિગમના-એકતરપક્ષસાધિકા યુક્તિના અભાવથી “કાઠિન્યવાળું દ્રવ્ય પૃથિવી છે. આવી વિવક્ષામાં ગૌણ-મુખ્યભાવ પ્રતિપાદિત કર્યો છે. જ્યારે પૃથિવી કાઠિન્યવાળું દ્રવ્ય છે' આવી વિવક્ષા જ્યારે કરાય છે, ત્યારે કહે છે કે “'તિ |
બીજા ઉદાહરણો. “રૂપવાળું દ્રવ્ય મૂર્તિ છે' આવી વિવક્ષામાં મૂર્તિ પ્રધાન છે, કેમ કે-વિશેષ છે. રૂપવાળું દ્રવ્ય ગૌણ છે, કેમ કે-વિશેષણ છે. “મૂર્ત રૂપવાળું દ્રવ્ય છે એવી વિવક્ષામાં તો રૂપવાળું દ્રવ્ય પ્રધાન છે, કેમ કે-વિશેષ્ય છે. મૂર્ત અપ્રધાન છે, કેમ કે-વિશેષણ છે.
૦ પર્યાયવાળું દ્રવ્ય વસ્તુ છે. આવી વિવક્ષામાં વસ્તુ પ્રધાન છે, કેમ કે-વિશેષ્ય છે. પર્યાયવાળું દ્રવ્ય ગૌણ છે, કેમ કે-વિશેષણ છે. “વસ્તુ પર્યાયવાળું દ્રવ્ય છે' આવી વિવક્ષામાં વસ્તુ ગૌણ છે, કેમ કે-વિશેષણ છે. પર્યાયવાળું દ્રવ્ય પ્રધાન છે, કેમ કે-વિશેષ્ય છે. એ રીતે જાણવું.
धर्मधर्म्युभयविषयकविवक्षणे दृष्टान्तयति -
रूपवान् घट इत्यत्र तु घटस्य धर्मिणो विशेष्यत्वात्प्रधानता, रूपस्य धर्मस्य तद्विशेषणत्वाद्गौणता । इत्थं ज्ञानवानात्मा, नित्यसुखी मुक्तः क्षणिकसुखी विषयासक्तजीव इत्यादीनि धर्मधर्म्युभयविषयकविवक्षणे निदर्शनानि ॥७॥
रूपवानिति । सङ्गमयति घटस्येति । दृष्टान्तान्तराण्याहेत्थमिति, आत्मनो धर्मिणो विशेष्यत्वात् ज्ञानस्य धर्मस्य विशेषणत्वात् मुक्तस्य धर्मिणो विशेष्यत्वान्नित्यसुखस्य धर्मस्य विशेषणत्वात् धर्मिणो विषयासक्तजीवस्य विशेष्यत्वाद्धर्मस्य क्षणिकसुखस्य विशेषणत्वात्प्रधानत्वं गौणत्वञ्च भाव्यम् । न चास्य तृतीयप्रकारस्य प्रमाणत्वं शङ्कयम्, धर्मधर्मिणोः