Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
द्वितीयो भाग / सूत्र -५, नवमः किरणे
४२७
नान्यथासिद्धिः प्रत्येकविषयताद्वयातिरिक्तस्वतंत्रविषयताकत्वादस्य, तथा च गौणमुख्यभावेन सामान्यविशेषोभयस्वीकर्तृजातीयैकदेशबोधत्वं नैगमस्य लक्षणम् । अयञ्च नयः सत्तालक्षणं महासामान्यं द्रव्यत्वादीन्यवान्तरसामान्यानि तथाऽन्त्यान् विशेषान् सकलासाधारणरूपलक्षणानवान्तरविशेषानपेक्षया परस्परव्यावर्तनक्षमान् सामान्यादत्यन्तविनि ठितस्वरूपानभिप्रैति । क्रमेणामुमुदाहरति यथेति, व्यञ्जनपर्याययोर्मुख्यामुख्यतया विवक्षणे उदाहरणमिदम्, तदेव सङ्गमयति अत्रेति, उदाहरणेऽस्मिन्नित्यर्थः, दृष्टान्तान्तराण्याहैवमिति, अत्र ज्ञानं प्रधानं विशेष्यत्वात्, अनित्यत्वमप्रधानं विशेषणत्वात् । रूपं प्रधानं विशेष्यत्वात् नैल्यमप्रधानं विशेषणत्वादिति क्रमेण मुख्यामुख्यभावो विज्ञेयः ॥
નૈગમનયના સ્વરૂપનું વર્ણન ભાવાર્થ – “ત્યાં ગૌણ-મુખ્યભાવથી ધર્મદ્રય, ધર્મેદ્રય કે ધર્મ-ધર્મી ઉભયના વિષયવાળી વિવફા કનૈગમનાય છે. જેમ કે-પર્વતમાં પર્વતીયવદ્ધિ. અહીં વહ્નિ આત્મક ધર્મ પ્રધાન છે, કેમ કે-વિશેષ્ય છે. પર્વતીયસ્વરૂપ વ્યંજનપર્યાય ગૌણ છે, કેમ કે-વતિનું વિશેષણ છે. એ પ્રમાણે અનિત્યજ્ઞાન, આત્માનું, ઘટમાં નીલરૂપ, ઇત્યાદિ ધર્મદ્રયવિષયક દૃષ્ટાન્તો વિચારવા.”
વિવેચન – ત્યાં એટલે સાત નયો પૈકી જ્ઞાનવિષય પદાર્થો નિગમો કહેવાય છે. તે પદાર્થજન્ય અભિપ્રાય જે નિયત પરિચ્છેદરૂપ છે, તે નૈગમ. અર્થાત્ અર્થના આશ્રયે ઉત્પત્તિમત્વ નૈગમનું લક્ષણ છે. વળી અર્થ લોકપ્રસિદ્ધ છે અને વ્યવહારો સામાન્યના આશ્રયવાળા છે. જો એમ ન માનવામાં આવે, તો અનુગતબુદ્ધિનો અભાવ થઈ જાય ! વિશેષના આશ્રયવાળા વ્યવહારો છે-એમ જો ન માનો, તો વ્યાવૃત્તિ (વ્યતિરેક) બુદ્ધિના અભાવનો પ્રસંગ આવે. માટે વ્યવહારો સામાન્ય આશ્રયવાળા છે અને વિશેષ આશ્રયવાળા છે. તથાચ નૈગમનું લક્ષણ કહે છે કે- “ૌને'તિ . ગૌણ-મુખ્યભાવથી ધર્મદ્રયની એટલે બે પર્યાયોની, ધર્મેદ્રય એટલે બે દ્રવ્યોની, ધર્મ-ધર્મી ઉભય એટલે પર્યાય અને દ્રવ્યની વિવફા નૈગમન કહેવાય છે.
શંકા-(૧) સ્વતંત્રપણે સામાન્ય-વિશેષના સ્વીકારમાં કાણાદ(વૈશેષકમતાનુયાયી)ની માફક દુર્નયપણું થાય ! (૨) મિશ્રપણાએ તે બંનેના સ્વીકારમાં પ્રમાણપણું જ છે. (૩) સ્થાન પ્રમાણે દરેકના ગૌણમુખ્યભાવથી મૂળમાં કહેલ રીતિથી સ્વીકારમાં સંગ્રહ કે વ્યવહારમાં પ્રવેશ થશે ને?
સમાધાન ત્રીજા પક્ષના સ્વીકારમાં દોષનો અભાવ છે. ક્વચિત્ સંગ્રહ-વ્યવહાર વિષયપણું હોવા છતાં, ક્વચિત્ વિદ્યમાન એકમાં ઉભયગ્રહણના ઉપયોગના અભાવથી તે ઉભયનો અભાવ છે. એથી જ બે નયના સંયોગથી અન્યથાસિદ્ધિ નથી, કેમ કે-પ્રત્યેક વિષયતાદ્વયથી ભિન્ન સ્વતંત્ર વિષયતાક આ નયયસંયોગ છે. તથાચ ગૌણ-મુખ્યભાવથી સામાન્ય-વિશેષ ઉભયના સ્વીકાર કરનાર પ્રકાર) જાતિના એકદેશવિષયક બોધપણું નૈગમનું લક્ષણ છે.