Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
द्वितीय भाग / सूत्र - १, नवमः किरणे
४१३
मालम्ब्य प्रवृत्तेरसति सम्बन्धे तात्पर्यस्य प्रामाण्यासंभवात् सा चेयमपेक्षा वैज्ञानिकस्सम्बन्धः । अत एव साम्प्रदायिका विकल्पसिद्धस्य धर्मिणः प्रतिषेधादिसाधनमामनन्ति, ईश्वरो नास्ति प्रकृतिर्नास्तीत्यादौ विशिष्टज्ञानाकारविषयत्वेन तत्र धर्मिणो विकल्पसिद्धत्वात् । न च विशिष्टाप्रसिद्धौ कथं विशिष्टाकारज्ञानमिति वाच्यम्, परेषां विशिष्टशुद्धयोरनतिरेकेऽपि प्रतीतिबलाद्विशिष्टाभावस्यातिरिक्तत्ववत् विशिष्टाभावेऽपि विशिष्टाकारज्ञानसम्भवात् । न चासत्ख्यातिप्रसङ्गोऽत्यन्तासतो विशिष्टाकारस्य भानादिति वाच्यम्, खण्डशः प्रसिद्धधर्मधर्मिरूपसदुपरागेणासदाकारोत्पत्तेः । यद्वाऽनित्यत्वभावनोद्देशेन बौद्धदर्शनस्यैकत्वभावनोद्देशेन वेदान्तिक दर्शनस्य प्रवृत्त्या तत्तद्दर्शनार्थज्ञानेषु तत्तद्भावनोद्देशप्रयुक्तत्वमेवापेक्षात्वम्, तेनैव तस्य सुनयत्वव्यवस्थितेः, अन्यथा बौद्धसिद्धान्ते बाह्यार्थज्ञानादिवादानां वेदान्तिसिद्धान्ते च प्रतिबिम्बाभासावच्छेदकदृष्टिसृष्टिवादादीनामन्योऽन्यप्रतिषिद्धत्वेन जात्या दुर्नयत्वस्य सम्यग्दृष्टिपरिग्रहेणापि निराकर्त्तुमशक्यत्वात् । नहि जात्या हालाहलं सद्वैद्यहस्तोपादानमात्रेणामृतायते, रसायनीकरणन्तु तस्योक्तापेक्षयैवेति दृढतरमवधेयम् । ननूक्तापेक्षयापि शुद्धर्जुसूत्रादीनामितरनयार्थप्रतिषेधप्रवृत्तौ कथं न दुर्नयत्वं, अनिराकृतेतरांशत्व एव सुनयत्वात् दृश्यन्ते च स्वपरसमयेषु स्वेतरनयार्थबाधेनैव प्रगल्भमाना इति चेन्न तत्रेतरार्थनिषेधस्य प्रकृतकोटेरुत्कटत्वकारित्वात् द्वेषबुद्ध्या क्रियमाण इतरनयनिषेध एव दुर्नयत्वात् पूर्वोक्तभावनादार्यानुकूलस्वविषयोत्कर्षाधानाय क्रियमाणेऽपि प्रतिषेधे सुनयत्वात् जात्या दुर्नयस्यापि चिन्ताज्ञानेन सुनयीकरणात् भावनाज्ञानेनैदम्पर्यार्थप्रधानकप्रमाणवाक्यैकदेशत्वापादनाच्चेत्यधिकमन्यत्र ॥
નયનિરૂપણ નામક નવમું કિરણ
પ્રશ્ન થાય છે કે-આ પ્રવચનમાં સમસ્ત વસ્તુ અનંતધર્મ આત્મકપણાએ સંકીર્ણ સ્વભાવવાળી છે. એથી તેના પરિચ્છેદપણાએ પ્રમાણ પણ તેવું જ છે. વ્યવહાર તો અસંકીર્ણ પ્રતિનિયત ધર્મપ્રકા૨વાળો છે. એથી તેવા વ્યવહા૨ની સિદ્ધિ માટે સમર્થ હોઈ અપેક્ષણીય જ છે. તે જ નય કહેવાય છે, માટે તે નયના પ્રબોધનના માટે કહે છે કે
ભાવાર્થ – “શ્રુતનામક પ્રમાણથી બોધિત વસ્તુના અંશને ગ્રહણ કરનારો બીજા અંશોનું નિરાકરણ નહિ કરનારો વક્તાનો વિશિષ્ટ અભિપ્રાય ‘નય’ કહેવાય છે.’
વિવેચન – શ્રુત એટલે જૈન પ્રવચન. તે રૂપ જે પ્રમાણ, તેથી બોધિત અનેકાન્ત આત્મક વસ્તુ. તેનો અંશ એટલે નિત્યત્વ આદિરૂપ એક ભાગ, તેને ગ્રહણ કરનારો, બીજા અંશોનું નિરાકરણ નહિ કરનારો એટલે અનિત્યત્વાદી અંશોનો નિષેધ નહિ કરનારો, જે વક્તાનો અભિપ્રાય તે નય કહેવાય છે. વ્યુત્પત્તિજન્ય એવો અર્થ છે કે-અનંતધર્મ આત્મક વસ્તુને પોતાના ઇષ્ટ એકધર્મ વિશિષ્ટ પ્રત્યે લઈ જાય છે