Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
४०६
तत्त्वन्यायविभाकरे શંકા – સંશયની ઉત્પત્તિના કાળમાં પ્રતિબંધકની સત્તા હોવા છતાં, પ્રતિબંધકના અભાવરૂપ કારણની કાર્યના અવ્યવહિત પૂર્વના ક્ષણમાં સત્તા હોઈ સંશયની ઉત્પત્તિમાં કોઈ બાધક નથી ને? .
સમાધાન – પ્રતિબંધકનો અભાવ કાર્યના કાળમાં વૃત્તિ હોઈ હેતુ છે. આવા આશયથી કહે છે કે“સંશય ઇતિ. તે સ્થાણુત્વના અધિકરણમાં અવૃત્તિત્વરૂપ વિરોધ(સ્થાણુત્વાભાવ)ના પ્રકારપ્રણામાં તે વિરોધનું તે સ્થાણુત્વાભાવાભાવની વ્યાપ્તિમાં પર્યવસાયિપણું હોવાથી તે સ્થાવાભાવાભાવ વ્યાખવત્તાનો નિશ્ચય, સંશય પ્રત્યે પ્રતિબંધકરૂપે વિદ્યમાન હોઈ અને તે પ્રતિબંધકાભાવ કાર્યનો સહજભાવથી હેતુ હોઈ સંશય માત્રની દુર્લભતાની આપત્તિ છે. પરંતુ સંશયમાં તેનો વિરોધ (સ્થાણુત્વાભાવ) સંસર્ગપણાએ ભાસિત થાય છે. તે વિરોધની પૂર્વકાળમાં (તે પ્રકારવાળા જ્ઞાનમાંસ્થાણુ–પ્રકારજ્ઞાનમાં જ તે પ્રકારના જ્ઞાનનું હેતુપણું હોઈ, વિરોધનું સંસર્ગપણાએ ભાન હોય છતે, તે વિરોધજ્ઞાનની અપેક્ષા નથી એવો ભાવ છે.) ઉપસ્થિતિ અપેક્ષાવાળી નથી, માટે વિરોધનું (અભાવનું) જ્ઞાન સંશય હેતુપણાએ કહેલ નથી. આ પ્રમાણે ઘરમાં રહેલાને “વાવડીમાં પાણી છે' આવું જ્ઞાન સાધક-બાધકપ્રમાણના અભાવની અપેક્ષાએ સંશય આત્મક છે. તે સંશયમાં અનેક અંશોનો ઉલ્લેખ નહિ હોવા છતાં (કે નથી !) “ન સન્તિ !” એવો અંશ, “અંતનિગીર્ણ' (અંદર રહેલા)રૂપે સ્કુરાયમાન થાય છે જ એમ જાણવું.
શંકા – શું આ સંશય પ્રત્યક્ષમાં જ થાય છે કે પરોક્ષમાં પણ થાય છે?
સમાધાન – આ “સ્થાપ્યું છે કે પુરુષ છે?” આવા આકારવાળો સંશય, સાંવ્યવહારિક પ્રત્યક્ષરૂપ ધર્મીવાળો છે.
૦ પરોક્ષ ધર્માવિષયક સંશયને કહે છે કે અહીં ગોત્વ-અવયત્વવિષયક સાધક-બાધકપ્રમાણના અભાવથી, કોઈ એક વનપ્રદેશમાં શૃંગ માત્રના વિશેષ દર્શનથી, અનુમાનવિષયભૂત પરોક્ષ ધર્મીમાં “આ બળદ છે કે રોઝ?' આવા આકારવાળો સંશય, પરોક્ષ ધર્મવિષયક છે.
अथ क्रमायातमनध्यवसायं निरूपयति -
विशिष्टविशेषास्पर्शिज्ञानमनध्यवसायः । यथा गच्छता मार्गे किमपि मया स्पृष्टमिति ज्ञानम् । अयमनध्यवसायः प्रत्यक्षविषयः ॥६॥
विशिष्टेति । विशिष्टरूपेण-स्पष्टतया विशेष यन्न स्पृशति तादृशं ज्ञानमित्यर्थः, दूरान्धारादिवशादसाधारणधर्मावमर्शरहितः प्रत्ययोऽनिश्चयरूपत्वादनध्यवसाय इति भावः । उदाहरति यथेति, अन्यत्रासक्तचित्तत्वात् पथि व्रजता मया किमपि स्पृष्टं परं किं वस्त्विति न ज्ञातमिति यो बोधस्स वस्तुविशेषाध्यवसायाभावात्किमपि स्पृष्टमित्यनिर्णयात्मकमनध्यवसाय
१. आदिनाऽन्यासक्तचित्तत्वादीनां ग्रहणम् ॥