Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
तत्त्वन्यायविभाकरे
=
સમાધાન – પ્રતીતિ સિવાય બીજા વિચારની અનુપપત્તિ છે. ખરેખર, પ્રતીતિના બળથી જ હસ્તમાં રહેલ મોતી વગેરેની વ્યવસ્થા થાય છે. અહીં પ્રસ્તુતમાં પણ પ્રવર્તમાન તે પ્રતીતિનો કોણ નિરોધ કરી શકે એમ છે ?
३९४
શંકા – ઉત્તરકાળમાં તે પ્રતિભાસનો અભાવ હોવાથી, તે પ્રતિભાસના વિષયનું અવિધમાનપણું છે ને ?
સમાધાન – તે વખતે તે પ્રતિભાસના વિષયનું ભાન નહિ હોવા છતાં, પૂર્વના પ્રતિભાસના કાળમાં તો વિષયનું વિદ્યમાનપણું છે જ. અન્યથા, પૂર્વપ્રતિભાસના કાળમાં તે વિષયનું વિદ્યમાનપણું જો ન માનવામાં આવે, તો ઉત્તરકાળમાં પાણીના પરપોટા વગેરેનું પ્રતિભાસન નહિ હોવાથી પૂર્વપ્રતિભાસના સમયમાં પણ અવિદ્યમાનપણાનો પ્રસંગ આવશે. (જો એકની અવિદ્યમાનતામાં બીજાની અવિદ્યમાનતા માનો, તો આ દોષ આવે છે.)
ઉત્તરપક્ષ આ આપનું કથન મનોહર નથી, કેમ કે-પ્રમાણની સિદ્ધિ સિવાય જો અર્થની પ્રસિદ્ધિ માનો, તો ભ્રાન્ત-અભ્રાન્તની વ્યવસ્થાનો સર્વથા ઉચ્છેદનો પ્રસંગ આવશે ! ખરેખર, ‘આ સંવેદન (જ્ઞાન) ભ્રાન્તિવાળું છે-‘આ સંવેદન અભ્રાન્ત છે’-આવો નિર્ણય નિમિત્ત સિવાય કરી શકાતો નથી, કેમ કે-સર્વ જ્ઞાનોમાં જ યથાર્થ વસ્તુનું નિશ્ચાયકપણું છે.
-
૦ પ્રતિભાસના સમયમાં વસ્તુની વિદ્યમાનતા (૧) શું બીજા દેશમાં છે કે (૨) શુક્તિકાના દેશમાં છે ?
(૧) પહેલા પક્ષમાં અન્યથાખ્યાતિ જ બીજા નામવાળી થાય છે. એવી આપત્તિ આવે છે, કેમ કેદોષના મહિમાથી દેશાન્તરમાં રહેલનો શુક્તિના દેશમાં ભાનનો સ્વીકાર છે. અન્યથા, જો દોષના મહિમાથી દેશાન્તરમાં રહેલ રજતનો શુક્તિના દેશમાં ભાનનો સ્વીકાર ન કરો, તો ત્યાં જ-દેશાન્તરમાં જ પ્રતિભાસ થવો જોઈએ ! અર્થાત્ તે થતો નથી. તે માટે પૂર્વોક્તનો સ્વીકાર કરવો જોઈએ.
(૨) શુક્તિકાના દેશમાં પ્રતિભાસસમયમાં વસ્તુની વિદ્યમાનતા છે. એવો બીજો પણ પક્ષ વ્યાજબી નથી, કેમ કે-પૂર્વકાળની માફક ઉત્તરકાળમાં તે રજતના પ્રતિભાસની આપત્તિ આવશે. વળી પાણીના પરપોટાની માફક આ પ્રતિભાસનું ક્ષણિકપણું નથી, કેમ કે-કિંચિત્ કાળ સુધી સ્થિર છે. વળી ‘આ ચાંદી નથી' આવું બાધકજ્ઞાનનું શુક્તિના દેશમાં રજત નિષેધકરૂપે પ્રવર્તમાનપણું છે. પરંતુ અહીં એટલે ‘આ ચાંદી છે' આવા સ્થળમાં તો બાધકજ્ઞાનના વિદ્યમાનપણાનો અભાવ છે.
પૂર્વપક્ષ – કેટલાક વાદીઓ તો શુક્તિકામાં જે ચાંદી ભાસે છે, તે રજતનું બાહ્યરૂપે ભાન સંભવતું નથી એમ જણાવે છે, કેમ કે–બાધકજ્ઞાનથી તેની બાહ્યતાનો અભાવ છે. (રજતત્વપ્રકારરૂપે પ્રતિભાસ માત્રથી તે રજતમાં રજતત્વ પ્રકારવત્વનો સ્વીકાર યુક્ત નથી, કેમ કે-ભ્રાન્તિના ઉચ્છેદની આપત્તિ છે.) તેથી જ્ઞાનસ્વરૂપનો જ આ આકાર છે. તે અનાદિની વાસનાના માહાત્મ્યથી બાહ્યની માફક પરિસ્ફુરિત થાય છે, માટે આ આત્મખ્યાતિ જ છે એમ કહે છે. (આત્મખ્યાતિ એટલે આત્માની-જ્ઞાનની જ ખ્યાતિ, વિષયરૂપપણાએ ભાન. આ અર્થ છે કે-શુક્તિમાં ‘આ ચાંદી છે’ આવા સ્થળમાં જ્ઞાનનું જ રજતરૂપપણાએ ભાન છે, કેમ કે–અહીં કોઈ બાહ્ય પદાર્થ વિદ્યમાન નથી : કેમ કે-‘આ ઘટ છે’ ઇત્યાદિ સઘળે ઠેકાણે જ્ઞાનનું