Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
द्वितीय भाग / सूत्र - ३, अथाष्टमः किरणे
३९९
ज्ञानानां स्वस्वकालनियतत्वेनोत्तरज्ञानं पूर्वज्ञानोत्पादकालावच्छिन्नतद्विषया-भावप्रतिपत्तौ कथं समर्थमिति वाच्यम्, स्वसामग्रीतस्तथैवोत्तरस्य बाधकप्रत्ययस्योत्पद्यमानस्य प्रतीतेरित्यलમાધન ॥
તો ‘આ ચાંદી છે’ આવી ભ્રાન્તિનું આલંબન શું છે ? (૧) રજત થાય, કાં તો (૨) શુક્તિ શકલ થઈ શકે !
(૧) રજતરૂપ પહેલો પક્ષ નથી, કેમ કે-અસત્આખ્યાતિનો પ્રસંગ છે. ખરેખર, વિષયભૂત રજત ત્યાં અસત્ છે.
શંકા – બીજે ઠેકાણે વિદ્યમાન રજતનું ભાન છે, માટે અસખ્યાતિ કેવી રીતે ?
સમાધાન – જો એમ છે, તો ‘આ ચાંદી છે’ આવા ઉલ્લેખથી જ્ઞાનના ઉદયના અભાવનો પ્રસંગ છે, કેમ કે-દૂર-સુદૂર રજતમાં ચાક્ષુષ(ચક્ષુઈન્દ્રિયજન્ય)જ્ઞાનનો અસંભવ છે. અન્યથા, ચક્ષુઈન્દ્રિયજન્ય ન હોઈ . ચાક્ષુષજ્ઞાન માનો, તો સર્વ ઠેકાણે ચાક્ષુષજ્ઞાનના ઉત્પાદના પ્રસંગથી ચક્ષુમાં સર્વ જગત્ના ગ્રાહકપણાની આપત્તિ છે.
(૨) શુક્તિશકલરૂપ બીજો પણ નથી, કેમ કે-રજત આકારપણાએ શક્તિશકલ(જ્ઞાન)ની ઉત્પત્તિનો અભાવ છે, કેમ કે-અન્ય આકારવાળા જ્ઞાનમાં અન્ય વિષયકરૂપપણાનો અસંભવ છે. વળી પ્રતીતિના શુક્તિકાવિષયપણામાં ભ્રાન્તિપણાનો અસંભવ છે.
શંકા – રજતના પ્રતિભાસમાં પણ આલંબન બીજું જ છે ને ?
-
સમાધાન – શુક્તિકામાં અપ્રતિભાસમાનપણું હોઈ આલંબનપણાનો અભાવ છે.
શંકા – શુક્તિકા, સંનિધાનના કારણે આલંબન કેમ નહિ ?
–
સમાધાન – સંનિધાનરૂપે રહેલા બીજાઓમાં પણ આલંબનપણાની આપત્તિ આવશે જ. તથાચ જે વસ્તુ જ પ્રતીતિમાં પ્રતિભાસે છે, તે રજત જ આલંબનપણાએ વાચ્ય છે અને રજત ત્યાં અસત્ જ છે, માટે અસખ્યાતિ જ આવીને ઉભી રહી. વિપરીતખ્યાતિ નહિ આવી ને ? આશંકામાં કહે છે કે
વિપરીત ખ્યાતિનું સ્વરૂપ
ભાવાર્થ – “ખરેખર, અહીં સ્મરણથી પ્રેરિત રજત, તે દેશ-તે કાળમાં અવિદ્યમાન પણ દોષના મહિમાથી સંનિધાનથી ભાસે છે, માટે આ વિપરીતખ્યાતિરૂપ છે ઃ અને સ્મરણ, ચાકચિક્ય આદિ સમાનધર્મોના દર્શનથી શક્તિમાં થાય છે.”
વિવેચન – ‘આ ચાંદી છે’ આવી ભ્રાન્તિમાં રજત ભાસે છે ત્યાં સુધી યોજના કરવી. તેથી રજત જ આલંબન છે, આવું કહેલું જાણવું. જો આમ છે, તો તે વખતે અસખ્યાતિપણું જ થાય ને ? માટે કહે છે કેતે દેશ-તે કાળમાં અવિદ્યમાન હોવા છતાં આ દેશ-કાળની અપેક્ષાએ જ તે રજતનું અવિદ્યમાનપણું છે, પરંતુ દેશાન્તરમાં-કાલાન્તરમાં પણ નહિ એમ જાણવું. તથાચ દેશાન્તર આદિમાં રજતનું અવિધમાનપણું છે