Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
३८०
तत्त्वन्यायविभाकरे
કેમ કે-નિરાકાર છે. એથી તે દર્શન નિશ્ચયાત્મક પ્રમાણરૂપ નથી. નિશ્ચય આત્મકપણામાં જેનું સ્વરૂપ આગળ કહેવાનું છે, એવા આરોપનો વિરોધી હોવાથી એમ હેતુ સમજવો. ખરેખર, આરોપ અયથાવસ્થિત વસ્તુગ્રાહક છે અને પ્રમાણ યથાવસ્થિત વસ્તુગ્રાહક છે. એથી પ્રમાણનું આરોપ વિરોધીત્વ છે. તથાચ પ્રમાણ નિશ્ચય આત્મક જ છે, કેમ કે-આરોપનો વિરોધી છે. વળી જે નિશ્ચયાત્મક નથી, તે આરોપનો વિરોધી નથી. જેમ કે-ઘટ. વળી આરોપનો વિરોધી પ્રમાણ છે એથી તે નિશ્ચય આત્મક જ છે.
શંકા – પક્ષના એકદેશભૂત પ્રથમતઃ ઇન્દ્રિય અને પદાર્થના સંબંધજન્ય સંવેદનસ્વરૂપી નિર્વિકલ્પક પ્રત્યક્ષમાં બાપદોષ છે, કેમ કે તે નિર્વિકલ્પક પ્રત્યક્ષ કલ્પનાથી શૂન્ય હોઈ [નામ-જાતિરૂપ યોજનાથી શૂન્ય હોઈ એવો અર્થ છે. અહીં બૌદ્ધો કહે છે કે-“સ્વલક્ષણરૂપ વિષય સામર્થ્યના બળથી ઉત્પન્ન થવાથી, નિર્વિકલ્પકના દર્શન પ્રતિભાસમાન થયે છતે સ્વલક્ષણરૂપ અર્થ પ્રતિભાસે છે, નામ વગેરે નહિ. ખરેખર, અર્થમાં શબ્દો નથી અથવા શબ્દાત્મક અર્થો નથી, કે જેથી તે અર્થ પ્રતિભાસમાન થયે છતે તે શબ્દો પણ પ્રતિભાસમાન થઈ શકે ! બૌદ્ધોનું આ કથન બરોબર નથી. સ્વલક્ષણમાં જ્ઞાનવિષયપણાનો અસંભવ છે, કેમ કે-જ્ઞાનજનક હોઈ જ્ઞાનથી ભાસ્ય(પ્રતિભાસવિષય)પણામાં પ્રમાણનો અભાવ છે. જો જ્ઞાનજનકને જ્ઞાનથી ભાસ્ય માનવામાં આવે, તો ઇન્દ્રિયમાં રહેલ જ્ઞાનની જનનશક્તિમાં પણ પ્રતિભાસનો પ્રસંગ આવશે. એમ પણ નહિ કહેવું કે-“નીલ આદિના અધ્યવસાયના હેતુપણાએ દર્શનનું નીલ આદિનું વિષયપણું છે,” કેમ કે-નીલ અધ્યવસાય ખેતપણાએ દર્શનનું વિષયપણું અને નીલવિષયપણાએ નીલ અધ્યવસાય હેતુપણું, આવો અન્યોતન્યાશ્રય નામક દોષ છે. તે દર્શનમાં અભિલાપ (શબ્દ) શૂન્યપણું હોઈ અધ્યવસાય હેતુત્વનો અસંભવ છે અને તાદેશ નિર્વિકલ્પ નથી.] નિશ્ચય આત્મકપણાનો અસંભવ છે ને?
સમાધાન – સર્વ જીવોવડે જ સર્વકાળ સર્વ ઠેકાણે “હું નીલનું સંવેદન કરું છું. આવા ઉલ્લેખરૂપ નિશ્ચય આત્મકનો જ પ્રત્યક્ષથી અનુભવ થતો છે.
શંકા – શબ્દથી રહિત નીલ આદિ પદાર્થના સામર્થ્યથી ઉત્પત્તિ હોઈ, શબ્દરહિત નીલાદિ પદાર્થનો પ્રતિભાસ જ ઉલ્લેખમાં ઉચિત છે, પરંતુ અભિલાપનું પ્રતિભાસપણું પણ નથી ને?
સમાધાન – અભિલાપનો પ્રતિભાસ અવિદ્યમાન હોય છત, નિશ્ચય સ્વભાવપણાનો અસંભવ છે અને શબ્દ વગર કાર્યજનિતપણા માત્રથી શબ્દ સિવાય કૃત્યના કથનનો અસંભવ છે.
શંકા - નીલ આદિ પદાર્થમાં ઉપયોગ હોય છતે પણ, જો ઇન્દ્રિયજનિત જ્ઞાન અર્થનો પરિચ્છેદ ન કરે પરંતુ સ્મૃતિના સામર્થ્યની જન્ય નીલ આદિ પદાર્થપ્રતિપાદક શબ્દના સંબંધ સુધી રાહ જુએ, તો અર્થના ગ્રહણ માટે અંજલિ આપેલી થાય ! ખરેખર, નીલ આદિ પદાર્થને નહિ જોતો ત્યાં ગ્રહણ કરેલ સંતવાળા શબ્દનું સ્મરણ કરતો નથી, કેમ કે-ઉપયોગનો અભાવ છે. (આનું આ નામ છે, આવા ગ્રહણ કરેલ સંતવાળા એવો અર્થ છે અને ગ્રહણ કરેલ સંકેતવાળા શબ્દના અસ્મરણમાં આ, આ પદનો અર્થ છે. આવી રીતે તે નામ સાથે તે વાચ્યની યોજના કરવા માટે સમર્થ થતો નથી, માટે કહે છે કે- મનનુશ્મન' તિા નહીં સ્મરણ કરતો, આગળ વર્તમાન પદાર્થમાં તે શબ્દની યોજના કરતો નથી, કેમ કે-સ્મરણ વગર સંઘટનનો અસંભવ છે. અને નહિ સંઘટન કરતો, તારી દષ્ટિથી “તે આ આવા શબ્દથી અભિલાપ કરવા માટે સમર્થ થતો નથી, માટે આખું જગત્ સુષુપ્તપ્રાય થશે જ ને?