Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
तत्त्वन्यायविभाकरे
સંવાદની અપેક્ષાએ તે પ્રામાણ્યની ક્ષપ્તિની સિદ્ધિ સંભવતી નથી. સંવાદક (કારણગુણજ્ઞાન અને બાધકાભાવજ્ઞાનમાં સંવાદકશાન રૂપત્વ છે. જેવો અર્થ પૂર્વજ્ઞાનમાં પ્રથાપથમાં અવતીર્ણ છે, તેવો જ આ અર્થ જે વિજ્ઞાનથી વ્યવસ્થાપિત કરાય છે, તે વિજ્ઞાન સંવાદક છે.) વિજ્ઞાન સમાનજાતીય છે કે ભિન્નજાતીય છે ? જો સમાનજાતીય છે, તો તે એક સંતાનજન્ય છે કે ભિન્ન સંતાનજન્ય છે ? ત્યાં જો ભિન્ન સંતાનજન્ય-સમાનજાતીય વિજ્ઞાનને સંવાદક માનવામાં આવે, તો દેવદત્ત ઘટના વિજ્ઞાન પ્રત્યે યજ્ઞદત્તના બીજા ઘટના વિજ્ઞાનમાં સંવાદકપણું થઈ જાય ! અને જો સમાનજન્ય-સમાનજાતીય જ્ઞાનાન્તરમાં સંવાદકપણું માનવામાં આવે, તો તે જ્ઞાનનું એક અર્થના વિષયકપણામાં સંવાઘ (સંવાદવિષય) અને સંવાદકમાં વિશેષનો અભાવ થાય છે.
३३६
૦ એકવિષયતામાં પણ જેમ પૂર્વનું વિજ્ઞાન સ્વસમાનજાતીય-એકસંતાનજન્ય ઉત્તરકાળમાં થનાર વિજ્ઞાનનું સંવાદક નથી, તેમ ઉત્તર પણ પૂર્વનું સંવાદક નથી.
વળી ‘ઉત્તરજ્ઞાન પ્રમાણ છે' આવું ક્યાંથી સિદ્ધ થાય ? કે જેથી પ્રથમનું પ્રામાણ્ય નિશ્ચાયક થઈ શકે ! વળી બીજા તથાપ્રકારના જ્ઞાનથી પ્રામાણ્યનિશ્ચાયક થશે ! એમ ન કહો, કેમ કે-અનવસ્થાની આપત્તિ આવશે.
શંકા – કારણશુદ્ધિના પરિજ્ઞાન પછી થનાર હોઈ વિશેષથી ઉત્તજ્ઞાન સંવાદક થશે જ ને ?
સમાધાન – અર્થક્રિયાના પરિજ્ઞાન વિષય કારણશુદ્ધિના પરિજ્ઞાનનો અસંભવ હોઈ ત્યાં ચક્રકદોષનું નિવારણ બની જાયછે, અથવા કારણશુદ્ધિના પરિજ્ઞાનના સંભવમાં તે કારણશુદ્ધિનું પરિજ્ઞાનનું નિશ્ચાયકપણું હોઈ, ઉત્તરકાળભાવિ કારણશુદ્ધિજ્ઞાન સમન્વિતજ્ઞાન(ઉત્તરજ્ઞાન)ના પ્રામાણ્યહેતુપણાનું વર્ણન નિરર્થક થઈ જાય !
હવે ભિન્નજાતિય જ્ઞાનાન્તરનું સંવાદકપણું માનવામાં ઘટના જ્ઞાનમાં પણ પટના જ્ઞાનના પ્રામાણ્યનિશ્ચાયકપણાની આપત્તિ થાય ! અને સ્વમાં (જ્ઞાનમાં) પ્રામાણ્યના નિશ્ચયના અભાવમાં પ્રવૃત્તિનો અભાવ હોઈ, તે પ્રામાણ્યનિશ્ચયના આવશ્યકપણામાં ચક્રકદોષના પ્રસંગથી અર્થક્રિયાકારીરૂપ ભિન્નજાતીય પણ પ્રામાણ્યનો નિશ્ચાયક નથી.
શંકા ! – પ્રામાણ્યના સંશયથી પણ પ્રવૃત્તિનો સંભવ હોઈ અર્થક્રિયાજ્ઞાનનો સંભવ છે જ ને ?
સમાધાન – જો આમ છે, તો પ્રામાણ્યના નિશ્ચયની નિષ્ફળતાની આપત્તિ છે, કેમ કે-તે પ્રામાણ્યના નિશ્ચય સિવાય પ્રવૃત્તિ છે. ખરેખર, પ્રામાણ્યના નિશ્ચય સિવાય પ્રવૃત્તિવાળો, ‘વિસંવાદવાળો હું ન થાઉં’ માટે અક્રિયાનો અર્થી પ્રામાણ્યના નિશ્ચય માટે પ્રવૃત્તિ કરે છે અને તે પ્રવૃત્તિ પ્રામાણ્યના નિશ્ચય સિવાય પણ થયેલી છે. અર્થક્રિયાના જ્ઞાનમાં પ્રામાણ્ય માટે બીજા જ્ઞાનની અપેક્ષામાં અનવસ્થા થાય ! આવી આશંકામાં કહે છે કે
. ज्ञप्तौ त्वनभ्यासदशापन्ने परतोऽभ्यासदशापन्ने च स्वत एवेति ॥ ३ ॥
ज्ञप्ताविति । तुशब्दः पूर्वस्माद्वैलक्षण्यप्रकाशकः, तदेवाहानभ्यासेति, ज्ञप्ताविति विषयसप्तमी, ज्ञप्तिविषये तावदभ्यासदशापत्रे स्वमपेक्ष्य, अनभ्यासदशापन्ने च ज्ञाने परमपेक्ष्य