Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
३५२
तत्त्वन्यायविभाकरे.
૦ વિશેષમાં અનર્થાન્તરભૂતપણામાં (વિશેષ જુદો પદાર્થ નથી એવી માન્યતામાં) તે વિશેષ વિદ્યમાન કરાતો થાય છે કે અવિદ્યમાન કરાતો થાય છે ? (૧) પહેલો પક્ષ નથી, કેમ કે-વિદ્યમાન કેવી રીતે કરાય ? અથવા વિદ્યમાનને કરવામાં વારંવાર કરવાની આપત્તિ થાય ? કેમ કે-વિદ્યમાનતામાં કોઈ વિશેષ નથી. (૨) અવિદ્યમાન કરાતો નથી, કેમ કે-વ્યાઘાતવિષય છે (મૃતપ્રાયઃ છે), તેથી અભિન્ન અને અવિદ્યમાન છે. અથવા અવિદ્યમાનને કરવામાં અનિત્યતાની આપત્તિ આવશે ! જો તે કરાતો છે, તો પદાર્થ કરાતો છે એમ માનવું પડશે, કેમ કે-તે વિશેષ તે પદાર્થની સાથે અભિન્ન છે.
૦ વિશેષના અકરણમાં તે વિશેષ, વસ્તુના કાર્યકરણમાં સહકારી થઈ શકશે નહીં, કેમ કે- અકિંચિત્કર
છે.
૦ અકિંચિત્કરમાં પણ સહકારીપણાનો પ્રસંગ આવશે !
સહકારીપણું માનવામાં આવે, તો સર્વ ભાવોમાં જ વસ્તુના કાર્યમાં
શંકા – વસ્તુનો જ તેવો સ્વભાવ છે કે-વિશેષને નહિ કરતું જ પ્રતિનિયત સહકારીની અપેક્ષા રાખીને કાર્યનું કરવું છે, માટે કોઈ દોષ નથી ને ?
સમાધાન – · કાર્યના કરણની અવસ્થામાં, તે વસ્તુના કાર્યજનનમાં અને સહકારીની અપેક્ષારૂપ સ્વભાવની નિવૃત્તિમાં અનિત્યતાના પ્રસંગથી સ્વભાવની વ્યાવૃત્તિ થયે છતે, તે સ્વભાવથી અભિન્ન સ્વભાવવાળાની પણ વ્યાવૃત્તિ આવશ્યક છે.
૦ સ્વભાવની અવ્યાવૃત્તિમાં [કાર્યના અજનનકાળમાં જે સ્વભાવ જ છે, તે જ હમણાં છે, માટે કેવી રીતે જનન કરે છે ? અથવા પહેલાં પણ કેમ જનન કરતો નથી ? સહકારીની સાથે જનન સ્વભાવપણું છે, એથી તે સહકારીના સદ્ભાવમાં જનન કરે છે, અન્યથા નહીં. આમ જો છે, તો તે આ પણ સ્વભાવ જો નિત્ય છે, તો હંમેશાં જનનનો પ્રસંગ નહિ. જનન કરનારમાં કેવી રીતે સદા જનન સ્વભાવપણું ? તેથી જ્યારે જે થાય છે, ત્યારે તેની સાથે તે જનન સ્વભાવવાળું છે પરંતુ સદા નહીં, આ પ્રમાણે સ્વીકારવું જોઈએ. વળી આ પ્રમાણે જ સ્વભાવના ભેદમાં કેવી રીતે એકાન્ત નિત્યતા ?] પૂર્વની માફક હમણાં પણ કાર્યના અકારિપણાનો પ્રસંગ છે, કેમ કે-સ્વભાવની અપરાવૃત્તિ છે. અથવા સર્વદા જનનો પ્રસંગ થશે ! માટે એકાન્ત નિત્ય પક્ષમાં વિજ્ઞાન આદિ કાર્યના અજનનદ્વારા તે વસ્તુના અવગમનો અસંભવ છે. હવે સ્વભાવથી એક ક્ષણ સ્થિતિ ધર્મવાળી એકાન્ત અનિત્ય વસ્તુ છે, આવો સ્વીકાર કરાય છે, ત્યારે પણ વિજ્ઞાન આદિ કાર્યનો અભાવ હોઈ તે વસ્તુના અવગમ(જ્ઞાન)નો સંભવ નથી.
૦ સર્વથા એક ક્ષણસ્થિતિવાળા ધર્મીમાં વિજ્ઞાન આદિનું જનકપણું યુક્તિયુક્ત થતું નથી, કેમ કે-તેવા ધર્મીનો જ અભાવ છે. તે આ પ્રમાણે-ક્ષણસ્થિતિધર્મક એટલે ક્ષણ સુધી સ્થિતિના સ્વભાવવાળી વસ્તુ. તથાચ આવી વસ્તુની દ્વિતીય આદિ ક્ષણોમાં સ્થિતિનો અભાવ થાય ! ત્યાં તે સ્થિતિ અને અસ્થિતિનો પરસ્પર ભેદ છે કે અભેદ ? જો સર્વથા ભેદ છે, તો દ્વિતીય આદિ ક્ષણોમાં પણ સ્થિતિનો પ્રસંગ છે. [જેમ પ્રથમ ક્ષણવર્તિ ઘટ-પટ આદિની જે સ્થિતિઓ છે, તે અન્ય હોવાથી પરસ્પર વિરૂદ્ધ નથી. તેવી રીતે અન્યત્વમાં વિશેષ નહિ હોવાથી અસ્થિતિકાળમાં પણ તેની (વસ્તુની) સ્થિતિ થશે !] અન્યથા, દ્વિતીય આદિ ક્ષણોમાં અસ્થિતિનો પ્રથમ સ્થિતિથી એકાન્તભેદ નહિ થાય ! કેમ કે-અનન્તર આક્રાન્ત