Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
तत्त्वन्यायविभाकरे
શંકા – અર્થક્રિયાજ્ઞાનમાં પણ અવસ્તુવૃત્તિશંકા થયે છતે અન્ય પ્રમાણની અપેક્ષાથી અનવસ્થા થશે જ ને ?
३४०
સમાધાન – અર્થક્રિયાજ્ઞાન, અર્થક્રિયાના અનુભવના સ્વભાવપણાએ અર્થક્રિયા માત્રના અર્થીઓને ‘ભિન્ન અર્થક્રિયાથી આ જ્ઞાન ઉત્પન્ન થયું છે કે શું તેના સિવાય ઉત્પન્ન થયું છે ?' આવી ચિંતા પ્રયોજન વગરની છે, કેમ કે-વાંછિત ફળ સિદ્ધ થઈ ગયું છે.
૦ આ પ્રમાણે સંવાદકશાનના પરત્વમાં સમાનજાતીય-ભિન્નજાતીય-એકસંતાન-ભિન્નસંતાનના વિકલ્પથી કરેલ દોષોનો ઉપનિપાત નથી, કેમ કે-ઉભયનો સ્વીકાર છે : કેમ કે-દેવદત્તના ઘટજ્ઞાનમાં સમાનજાતીય યજ્ઞદત્ત ઘટજ્ઞાનના સંવાદકત્વનો, પ્રથમ પ્રવૃત્ત જલજ્ઞાનમાં ભિન્નજાતીય ઉત્તરકાળભાવી સ્નાનપાન-અવગાહન આદિ અર્થક્રિયાજ્ઞાનના સંવાદકત્વનો, એક સંતાનગત અંધકારથી મલિન આલોકજન્ય કુંભજ્ઞાનમાં તિમિર વગરના આલોકજન્ય કુંભજ્ઞાનના સંવાદકત્વનો અને ભિન્નસંતાન સમાનજાતીય કુંભજ્ઞાનના કથિત સંવાદકત્વનો સ્વીકાર છે. અભિન્ન વિષયવાળા એકસંતાનમાં સંવાદ્યસંવાદકભાવના અવિશેષનો મંદ-પ્રબળ સામગ્રીજન્યપણાએ જ નિરાશ છે, તેવી રીતે સંવાદકશાનથી પ્રામાણ્યના નિશ્ચયમાં ચક્રકદોષ નથી, કેમ કે-સંવાદજ્ઞાનથી પ્રથમ પ્રામાણ્ય નિશ્ચય કરીને પ્રવૃત્તિ કરે છે, એવો સ્વીકાર કરેલો નથી. અગ્નિના સ્વરૂપનું દર્શન નહિ હોયે છતે, એક વખત ઠંડીથી પીડિત થયેલો અને બીજા કાર્ય માટે વહ્નિવાળા પ્રદેશની નજીક જનારો માનવ વહ્નિના સ્પર્શનો અનુભવ કરે છે. અથવા કોઈ કૃપાળુએ તે દેશમાં આણેલ અગ્નિ હોયે છતે, તે અગ્નિના સ્પર્શનો જ્યારે અનુભવ કરે છે, ત્યારે આ માનવ વહ્નિસ્વરૂપના દર્શન-સ્પર્શનના જ્ઞાનના સંબંધને જાણે છે. જેમ કે-‘આવો ભાવ (પદાર્થ) આવા કાર્યનો સર્જક છે.’ આ પ્રમાણે સંબંધના જ્ઞાનવાળો, બીજી વખતે અનભ્યાસદશામાં અનુમાનથી ‘મારું આ સ્વરૂપનું જ્ઞાન ઇષ્ટ અર્થની ક્રિયાનું સાધનવાળું છે, કેમ કે-એવુંરૂપ જ્ઞાન છે’-એમ માને છે. જેમ કે-પૂર્વમાં ઉત્પન્ન તથારૂપ પ્રતિભાસ, આવા અનુમાનથી પૂર્વદર્શનનું પ્રામાણ્ય નિશ્ચિત કરીને તે પ્રવૃત્તિ કરે છે, માટે ચક્રકદોષનો અભાવ છે.
શંકા — જો સંશયની પ્રવૃત્તિ માનવામાં આવે છે, તો ત્યાં અર્થક્રિયાજ્ઞાનથી પ્રામાણ્યનો નિશ્ચય નિષ્ફળ થશે ને ?
સમાધાન – ત્યાં અર્થક્રિયાજ્ઞાનજન્ય પ્રામાણ્યનો નિશ્ચય સંશયને દૂર કરવાના ફળવાળો છે, કેમ કેઅભ્યાસ સંશયના અપગમનું ફળ છે.
૦ એક વખત અર્થક્રિયાના જ્ઞાનથી પ્રામાણ્યનો નિશ્ચય થયે છતે, બીજી વખતે પ્રમાતાઓને સુખપૂર્વક અભ્યાસ થવાથી, સ્વતઃ પ્રામાણ્યના નિશ્ચયપૂર્વકની પ્રવૃત્તિનો સંભવ છે.
શંકા – સંશયથી પ્રવૃત્તિ કરનારમાં કેવી રીતે પ્રેક્ષાવત્ત્વ (જ્ઞાન) માની શકાય ?
સમાધાન – ત્યાં અપેક્ષાવત્ત્વ (અજ્ઞાન) જ ઇષ્ટ છે. ખરેખર, કોઈ જન્મથી બુદ્ધિશાળી કે અજ્ઞાની હોઈ શકતો નથી. જ્ઞાનાવરણ ક્ષયોપશમવિશેષનો સઘળે ઠેકાણે, સર્વકાળે, સઘળા જીવોમાં અસંભવ છે. સમસ્ત આવરણના (ઘાતિકર્મના) ક્ષયથી સર્વજ્ઞભગવંતને છોડીને, કોઈ ઠેકાણે, કોઈ કાળમાં, કોઈ જીવમાં પ્રેક્ષાવત્ત્વ (વિશેષજ્ઞાન) હોય છે, માટે આ ચર્ચા વિસ્તારથી સરો !