Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
३२८
तत्त्वन्यायविभाकरे
વિશેષ્યજ્ઞાન બંને એક જ્ઞાનના સ્વરૂપવાળા છે. એથી જ તે બંનેમાં જેમ વિરોધ ન થાય, તેમ કર્મપણાએ પણ સમજવું.
(ખરેખર, ચક્ષુ આદિ કરણ જ્ઞાનક્રિયાથી ભિન્ન જ છે. એમ નહીં કહેવું કે-“જ્ઞાનવડે અર્થને હું જાણું છું.” આવી પ્રતીતિથી જ્ઞાનનું પણ કરણપણું છે, કેમ કે-ત્યાં જેનાવડે જણાય છે, તે જ્ઞાન આવી વ્યુત્પત્તિથી જ્ઞાનપદ ચક્ષુનો બોધક છે ને? આવી શંકાનું સમાધાન એ છે કે-ચક્ષુમાં સાધકતમપણાનો અસંભવ હોઈ, વ્યવધાનરૂપ હોઈ જ્ઞાનમાં જ સાધક્તમપણું છે.
વળી જે જ્ઞાન જ છે, તે પદાર્થની જ્ઞાનક્રિયામાં કરણ છે અને તે જ જ્ઞાનક્રિયા છે, માટે ત્યાં-જ્ઞાનમાં ક્રિયાકરણવ્યવહાર કેવી રીતે પ્રતીતિસિદ્ધ થાય? કેમ કે-વિરોધ છે.” આવું નહીં બોલવું, કેમ કે-કથંચિ ભેદ છે.)
તેથી પ્રમાતારૂપ આત્માનું વસ્તુના પરિચ્છેદમાં સાધકતમપણાએ વ્યાપારવાળું રૂપ (સ્વરૂપ) કરણ છે. જેમ વ્યાપાર વગરનું સ્વરૂપ-ક્રિયા. વળી સ્વતંત્રપણાએ વ્યાપારવાળો કર્તા આત્મા, “જ્ઞાન આત્મક જ આત્મા જ્ઞાનરૂપે અર્થને જાણે છે.' આ કર્તા-કરણ-ક્રિયાના વિકલ્પથી પ્રતીતિસિદ્ધ છે. આ પ્રમાણે કર્મનો વ્યવહાર પણ છે. જેમ કે-“જ્ઞાન આત્મા, આત્માવડે આત્માને તે જાણે છે' આવી પ્રતીતિથી ઘટી શકે છે. સર્વથા કર્તા-કરણ-કર્મ-ક્રિયાઓના અભેદના અસ્વીકારથી તે કર્તા-કરણ-કર્મ-ક્રિયાઓ, કત્વ આદિ શક્તિ નિમિત્તજન્ય હોવાથી કથંચિત્ ભેદની સિદ્ધિ છે અને તેથી ‘રા સ્વારીપન' એવો સાર છે.
આશંકા- જ્ઞાનમાં રહેલ પ્રામાણ્યનો નિશ્ચય સ્વથી કે પરથી થઈ શકે ! પરંતુ સ્વથી પ્રામાણ્ય સંભવી શકતું નથી, કેમ કે-સ્વસંવિદિત હોવા છતાં જ્ઞાનરૂપે જ જ્ઞાનનું ગ્રહણ છે પરંતુ જ્ઞાનનિષ્ઠ પ્રામાણ્યથી ગ્રહણ નથી. કેમ કે-જ્ઞાનત્વ આભાસ સાધારણ (વ્યાપક) છે. જ્ઞાનવિષયક જ્ઞાનથી પ્રામાણ્યના પણ ગ્રહણમાં સર્વ વાદિઓની વિપ્રતિપત્તિના અભાવનો પ્રસંગ થાય ! અને ખરેખર, સ્વસ્વ જ્ઞાનના સ્વતઃ પ્રામાણ્યના ગ્રહણમાં સઘળા પ્રવાદો (મતો) સાચા થઈ જાય !
૦ જ્ઞાનદ્વારા સ્વતઃ પ્રામાયના ગ્રહણમાં પ્રામાયનો નિશ્ચય હોવાથી, પ્રામાણ્યના સંશયના ઉચ્છેદનો પ્રસંગ આવી જશે ! અથવા જો જ્ઞાનનું પ્રામાણ્ય સ્વતઃ ગ્રાહ્ય માનો, તો અભ્યાસદશાપન જ્ઞાનમાં પ્રામાણ્યનો સંશય ન થાય!ખરેખર, જો જ્ઞાન ગ્રહણ કરેલું નથી, તો ધર્મીના (વિષયના) જ્ઞાનના અભાવથી જ તે પ્રામાયનો સંશય નથી, કારણ કે સમાનધર્મદ્વારા ધર્માનું જ્ઞાન સંશયનો હેતુ છે અને જે જ્ઞાન ગ્રહણ કરેલું છે, તો તે જ્ઞાનનું પ્રામાણ્ય નિશ્ચિત જ છે, માટે ત્યારે પણ સંશય ન થાય! વાસ્તે સ્વતઃ પ્રામાણ્ય સિદ્ધ થતું નથી. તેથી જ્ઞાનમાં પ્રામાણ્ય અનુમેય છે. વળી પરતઃ પ્રામાણ્ય પણ સંભવતું નથી.
ખરેખર, પર એટલે-(૧) બીજું જ્ઞાન, (૨) અર્થક્રિયાનિર્માસ (જ્ઞાન), (૩) ત૬ (જ્ઞાન) વિષયનાન્તરિયક અર્થદર્શન-એમ પરના ત્રણ અર્થો થાય છે. આ ત્રણેય અર્થો સ્વતઃ અગૃહિત પ્રામાણ્યવાળા હોઈ અવ્યવસ્થિત છે. તે અવ્યવસ્થિતોને પૂર્વ પ્રવર્તકજ્ઞાન કેવી રીતે વ્યવસ્થિત બનાવી શકે? અથવા એના સ્વતઃ પ્રામાણ્યમાં પ્રવર્તકજ્ઞાન પણ તદૈવ-સ્વતઃ પ્રમાણવાળું જ થશે ! પરંતુ બીજાથી પ્રામાણ્યમાં તો અનવસ્થાનો પ્રસંગ આવશે જ. આવી આશંકામાં કહે છે કે