Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
૨૨૭
द्वितीयो भाग / सूत्र - १, सप्तमः किरणे છે, તો કર્મ કેવી રીતે? જો કર્મ છે, તો કર્તા કેવી રીતે?
૦ જો કર્તાથી વિરૂદ્ધ કર્મત્વ છે, તો કેવી રીતે ત્યાં જ્ઞાનની ‘નાનાતિ' એવી ક્રિયા સ્વાત્મામાં થઈ શકે? જો સર્વથા ભિન્ન કર્યત્વ માનવામાં આવે, તો કેવી રીતે “ઘટને તે કરે છે એવી ક્રિયા પણ ઘટકારના સ્વાત્મામા ન થઈ શકે? જો વિરૂદ્ધ ન થાય તો !
૦ કર્તાથી કર્મત્વ કથંચિત્ ભિન્ન છે. આવી માન્યતામાં આ દર્શનમાં જ્ઞાનની અથવા આત્માની સર્વથા સ્વાત્મામાં ક્રિયા દૂરથી ફેંકી દીધી જ છે, માટે વિરૂદ્ધતાને સ્પર્શતી નથી. આ
શંકા – કર્તામાં સમવાયસંબંધથી રહેનારી જ્ઞાનક્રિયામાં કર્મપણાએ સ્વાત્મામાં વિરોધ છે, તેથી બીજે ઠેકાણે જ કર્મત્વનું દર્શન છે ને?
સમાધાન – તો તે જ્ઞાનક્રિયામાં કરણપણું પણ ન સંભવી શકે ને? ખરેખર, દેખાય છે કે-“જ્ઞાનથી હું અર્થને જાણું છું. આવું કરણપણું સિદ્ધ છે. (જ્ઞાનક્રિયા અને કરણનું જ્ઞાન ભિન્ન હોવાથી વિરોધ નથી, તો કરણજ્ઞાન શું? અથવા જ્ઞાનક્રિયા શું? માટે અહીં કહે છે કે-જન ચ ઇતિ.).
શંકા – “જ્ઞાનેન' આ વાક્યથી વિશેષણજ્ઞાન કરણપણાએ વિવક્ષિત છે. “અર્થ નાનામ' આ વાક્યથી વિશેષ્યજ્ઞાન કર્મપણાએ વિચલિત છે. તેથી કરણ અલગ છે અને કર્મ અલગ છે ને?
સમાધાન – આ કથન બરાબર નથી, કેમ કે-કોઈમાં પણ વિશેષણજ્ઞાનથી હું વિશેષ્યને જાણું છું એવી પ્રતીતિનો ઉદય નથી, પરંતુ વિશેષણના જ્ઞાનથી વિશેષણને અને વિશેષ્યના જ્ઞાનથી વિશેષ્યને હું જાણું છું એવો અનુભવ છે.
શંકા – આદિમાં દંડના અગ્રહણમાં “દંડીને હું જાણું છું. આવી દંડવિશિષ્ટ પુરુષબુદ્ધિ કેમ નથી થતી? અન્યથા, દંડરહિત પુરુષમાં પણ દંડવિશિષ્ટ પુરુષની પ્રતીતિનો પ્રસંગ આવશે ને?
સમાધાન – દંડવિશિષ્ટ પુરુષમાં પ્રવર્તતી બુદ્ધિથી એકવાર જ દંડવિશિષ્ટ પુરુષના ગ્રહણથી અને દંડરહિતમાં તે દંડવૈશિ(વિશેષણ)ના અભાવથી જ, દંડવિશિષ્ટ પુરુષની પ્રતીતિનો અનુદય છે, માટે તથાપ્રસંગ નહીં આવે.
(તુલ્ય દેશમાં અવસ્થાયી, સમાન ઇન્દ્રિયગ્રાહ્ય અર્થમાં-ઘટ-પદાદિમાં એક પણ જ્ઞાનના વ્યાપારમાં અવિરોધ છે. ત્યાં પણ વિષયના ભેદથી જ્ઞાનભેદ સમજવાનો નથી, કેમ કે-જ્ઞાનોમાં યુગપદ્ભાવનો સ્વીકાર નથી, ક્રમથી પણ નથી; કેમ કે-તેવી પ્રતીતિ થતી નથી. વળી યુગ૫ર્ભાવમાં સવ્યતર ગાયના શૃંગની માફક કાર્ય-કારણભાવ પણ થઈ શકે નહિ! તેથી વિશેષજ્ઞાન વિશેષણ-વિશેષ્ય ઉભયના અવલંબનવાનું જ છે.) તેથી વિશેષ્યજ્ઞાન એકવાર જ વિશેષણ-વિશેષ્ય ઉભય અવલંબનવાળું જ હોય છે, પરંતુ વિશેષણજ્ઞાનથી જન્ય હોવાથી કેવળ વિશેષ્ય વિષયવાળું નથી.
૦ વિશેષણજ્ઞાનના કરણપણામાં અને વિશેષ્યજ્ઞાનના જ્ઞાનકાર્યપણામાં વિશેષણજ્ઞાન પ્રત્યે પણ બીજા કરણની આપત્તિ થશે ! ત્યાં પણ દંડત્વ આદિ જાતિજ્ઞાનના કરણપણાના સ્વીકારમાં ત્યાં પણ બીજા કરણની વક્તવ્યતાની આપત્તિ આવશે !
તેથી વિશેષણજ્ઞાન અને વિશેષ્યજ્ઞાનમાં કરણપણું અને ક્રિયાપણું નથી, પરંતુ તે વિશેષણજ્ઞાન અને