Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
द्वितीयो भाग / सूत्र - २९-३०, षष्ठ किरणे
३०१
ઘટને કહે છે. તથાચ તાદશ ઘટ, પ્રતિયોગિનો અસમાનાધિકરણ, ઘટત્વનો સમાનાધિકરણ, જે અત્યંત અભાવ(ઉદાસીન અભાવ)ના અપ્રતિયોગિ ક્રમાર્પિત સ્વપદ્રવ્યાદિથી અવચ્છિન્ન અસ્તિત્વ-નાસ્તિત્વ ઉભયવિશિષ્ટ, સહ અર્પિત સ્વ-પરદ્રવ્યાદિથી અવચ્છિન્ન અસ્તિત્વ-નાસ્તિત્વ ઉભય ધર્મ વિષયવાળા અવક્તવ્યત્વવાળો ઘટ છે, એવો બોધ થાય છે.”
વિવેચન – ક્રમથી ઉભય મુખ્ય વિષય દ્વયતાથી અવચ્છિન્ન-અવક્તવ્યત્વ મુખ્ય વિષયતાવાળો બોધ, આ ભંગનું ફળ છે. આવા આશયથી કહે છે કે-“ક્રમથી અર્પિત' ઇત્યાદિ.
મતાન્તરથી તો જેનો એક દેશ અસ્તિત્વમાં, બીજો નાસ્તિત્વમાં અને ત્રીજો ઉભય પ્રકારે નિયત છે. તાદેશ ઘટ વિકલ્પના થશે ‘તિ નાપ્તિ અવવ્યa' થાય છે.
૦ આ સાત વાક્યોમાં નવિભાગ તો સામાન્યગ્રાહક સંગ્રહનયની અપેક્ષાએ પ્રથમ ભંગ છે. વિશેષગ્રાહક વ્યવહારનયની અપેક્ષાએ બીજો ભંગ છે. સંગ્રહ-વ્યવહારરૂપ બંને નયોની અપેક્ષાએ ત્રીજો ભંગ છે.
સૂક્ષ્મ વર્તમાન ક્ષણગ્રાહક ઋજુસૂત્રનયની અપેક્ષાએ ચોથો ભંગ છે, કેમ કે-એક સમયમાં ઉભયની વિવફા વર્તમાન ક્ષણનિયત છે.
સંગ્રહ-ઋજુસૂત્રની અપેક્ષાએ પાંચમો ભંગ છે. વ્યવહાર-ઋજુસૂત્રની અપેક્ષાએ છઠ્ઠો ભંગ છે. સંગ્રહ-વ્યવહાર-ઋજુસૂત્ર, એમ ત્રણની અપેક્ષાએ સાતમો ભંગ છે. આ ત્રણ નવો વક્તાના અભિપ્રાયરૂપ હોઈ અર્થનયો છે. ૦ પ્રથમ-દ્વિતીયરૂપ બે ભંગી શબ્દ આદિ ત્રણ નયોમાં છે, એમ પણ કેટલાક કહે છે.
ननु पूर्वादितेषु भङ्गेषु सत्त्वाद्यवच्छेदकतया स्वद्रव्यक्षेत्रकालभावा उक्ताः तेषां स्वत्वपरत्वविवेकाय प्रथमं भावपदवाच्यं स्वरूपं दर्शयत्यसाधारणत्वादादौ -
अत्र सर्वत्र घटस्य स्वरूपमयं घट इति ज्ञानीयप्रकारताश्रयान्यूनानतिप्रसक्तं घटत्वमेव, तादृशप्रकारत्वानाश्रयं विशेष्यावृत्ति च घंटत्वादिकं पररूपं, नतु तद्भिन्नत्वमात्रं, द्रव्यत्वादीनां पररूपत्वापत्तेः । घटादीनाञ्च पररूपादिनापि सत्त्वे पदार्थत्वव्याघातप्रसङ्गः, स्वपररूपग्रहणव्यवच्छेदाभ्यां हि पदार्थत्वं व्यवस्थाप्यम् ॥ ३० ॥
अत्र सर्वत्रेति । पूर्वोदितेषु सप्तसु भङ्गेष्वित्यर्थः, अयं घट इति ज्ञानीयप्रकारतेति, तादृशज्ञाननिरूपितप्रकारताश्रयत्वे सति अन्यूनानतिप्रसक्तत्वं घटत्वस्यैव घटमात्रवृत्तित्वे सति घटेतरावृत्तित्वात्, तस्मात्सदृशपरिणामलक्षणो घटत्वरूपो धर्मो घटस्य स्वरूपमिति भावः । पररूपमाह तादृशेति, अयं घट इति ज्ञाननिरूपितेत्यर्थः, तथा च तादृशप्रकारत्वानाश्रयत्वं