Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
द्वितीयो भाग / सूत्र - ३०, षष्ठ किरणे
३०५ આદિમાં પરરૂપ આદિની અપેક્ષાએ સત્ત્વની માન્યતામાં પદાર્થપણાના વ્યાઘાતનો પ્રસંગ આવે છે. ખરેખર, સ્વરૂપના ગ્રહણથી અને પરરૂપના વ્યવચ્છેદથી પદાર્થપણું વ્યવસ્થાપનયોગ્ય છે.”
વિવેચન – પૂર્વકથિત સાત ભંગોમાં, ‘અયં ઘટ ફ્તિ જ્ઞાનીયવ્રર તેતિ' તાદશ જ્ઞાનનિરૂપિત-પ્રકારતાનો આશ્રય હોયે છતે, અન્યૂન-અનતિપ્રસક્ત ઘટત્વ જ ઘટનું સ્વરૂપ છે, કેમ કે-ઘટત્વ જ ઘટ માત્રમાં વર્તમાન હોયે છતે ઘટથી ઇતરમાં અવર્તમાન છે. તેથી સદેશ પરિણામ લક્ષણવાળો ઘટત્વરૂપ ધર્મ ઘટનું સ્વરૂપ છે.
પરરૂપને કહે છે કે-‘તાદશે' ત્તિ, જ્ઞાનનિરૂપિત-પ્રકારતાનું અનાશ્રયપણું પટત્વ આદિમાં જ છે અને તે પટત્વ વગેરે વિશેષ્યભૂત ઘટમાં નથી વર્તતા, માટે ૫૨રૂપ થાય છે.
૦ તાદશ પ્રકારતાશ્રય ભિન્નત્વ માત્ર પરરૂપપણું નથી, કેમ કે-તાદેશ ભિન્નપણું દ્રવ્યત્વ આદિમાં વિદ્યમાન હોઈ ૫૨રૂપપણાની આપત્તિ આવે છે.
શંકા – ઘટ વગેરે વસ્તુ છે-નથી, એમ વદનારે અસ્તિત્વ અને નાસ્તિત્વ વસ્તુના ધર્મરૂપે માનેલ છે, તો કેવી રીતે એક જ ઘટ આદિ વસ્તુ સત્ અને અસત્ થાય ? કેમ કે–સત્ત્વની અસત્ત્વના પરિહારપૂર્વક અને અસત્ત્વની સત્ત્વના પરિહારપૂર્વકની વ્યવસ્થા છે. અન્યથા, જો આવી વ્યવસ્થા ન માનવામાં આવે, તો તે બન્નેનો વિશેષ્ય ઉડી જાય છે. તથાચ જો ઘટ આદિક સત્ છે, તો અસત્ કેવી રીતે ? જો અસત્ છે, તો સત્ કેવી રીતે ? કેમ કે-એક ઠેકાણે સત્ત્વ અને અસત્ત્વનો વિરોધ છે ને ?
સમાધાન – નિરવચ્છિન્ન (નિરપેક્ષ) સત્ત્વ અને અસત્ત્વ અપ્રમાણિક છે, કેમ કે-સ્વરૂપ આદિ ઘટિત આકારવાળા જ સત્ત્વ આદિની પ્રતીતિ છે. ઘટ આદિક વસ્તુ સ્વરૂપથી છે-પરરૂપથી નથી. આવું જ વસ્તુનું સ્વરૂપ છે. જેમ સ્વરૂપથી છે, તેમ પરરૂપથી પણ છે. એ માનતાં ઘટ પણ અઘટ થશે ! જેમ કે-અઘટસ્વરૂપ ઘટાદિ પરરૂપથી નથી, તેમ સ્વરૂપથી પણ નથી. એ માનતાં ઘટ આદિક ઘટ વસ્તુ જ નહીં થાય ! કેમ કેસ્વભાવ આદિની અપેક્ષાએ પણ અસત્ માનતાં ગધેડાના શીંગડાની જેમ અસત્ થશે ! આવી રીતે સત્ અસત્ થશે ! અસત્ સત્ થશે ! એટલે પરસ્પર રૂપની આપત્તિ થવાથી પદાર્થસ્વરૂપની હાનિનો પ્રસંગ આવશે જ.
શંકા એક વસ્તુમાં સત્ત્વ અને અસત્ત્વ યુક્તિવિરૂદ્ધ છે, જેમ કે-પરસ્પરવિરોધી બે ધર્મોનું સામાનાધિકરણ્ય કેવી રીતે સંભવી શકે ?
―
સમાધાન – સ્વરૂપ અને પરરૂપથી વિવક્ષિત સત્ત્વ અને અસત્ત્વમાં, શીત અને ઉષ્ણસ્પર્શની માફક ભિન્ન અધિકરણતાની અપ્રતીતિ હોવાથી, વિરોધની અસિદ્ધ હોઈ સામાનાધિકરણ્ય સંભવી શકે છે, કેમ કેસ્વરૂપ-પરરૂપથી વિવક્ષિત તે બંનેમાં એકાધિકરણતાની બુદ્ધિનો સદ્ભાવ છે. પ્રત્યક્ષ પ્રમાણથી દૃષ્ટપદાર્થ અનુપપન્ન મનાતો નથી પરંતુ યુક્તિ યુક્ત મનાય છે. જેમ કે-સ્પષ્ટ અને અસ્પષ્ટ વિષયપણાએ ભિન્ન સ્વભાવરૂપે સિદ્ધ પ્રત્યક્ષજ્ઞાન અને શાબ્દબોધની એકવિષયતા એકદ્રવ્યતાધિકરણતા છે, તેમ સત્ત્વ અને અસત્ત્વની એકઅધિકરણતા અવિરૂદ્ધ છે.
[આવું નહીં બોલવું કે-‘એક પણ દ્રવ્યમાં પ્રત્યક્ષવિષયતા ભિન્ન કાળમાં અને શાબ્દવિષયતા ભિન્ન કાળમાં છે, કેમ કે-કાળના ભેદથી તે બન્નેમાં વિરોધ નથી.' જેમ કે-એક કાળની અપેક્ષાએ નીલ તથા