Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
द्वितीयो भाग / सूत्र - २६, षष्ठ किरणे
२९७ ઉપસ્થિતિમાં પરિણત જ લિંગસંખ્યા આદિ પ્રકારવાળો, વૃક્ષવિશેષ્યવાળો શાબ્દબોધ થાય છે. અહીં વિશેષ્યપણાએ વૃક્ષનું પ્રધાનપણું છે.
દ્વિત-બહુત્વ-સંખ્યા આદિનું વિશેષણ હોવાથી ગૌહત્વ છે, માટે પ્રધાનતાએ એક પદનું એક અર્થવાચકપણું અભિમત છે.
શંકા – પુષ્પદંત આદિ પદની માફક અહીં પણ કોઈ એક પદથી સદ્-અસતની પણ પ્રધાનતયા ઉપસ્થિતિ થશે જ ને? | સમાધાન – એક વાર બોલાયેલો શબ્દ પ્રધાનતયા એક અર્થ જણાવે છે. એવો નિયમ હોઈ “એક ઉક્તિથી પુષ્પદંત સૂર્ય-ચંદ્રને કહે છે. આવા શબ્દકોશના સ્વરસથી એક ઉચ્ચારણમાં અંતર્ભાવ કરી, ગ્રહણ કરેલ નાના શક્તિવાળા પુષ્પદંત આદિ પદમાં વ્યુત્પત્તિનું વૈચિત્ર્ય છે. અહીં “પુષ્પદંતપદ ચંદ્ર અને સૂર્યમાં શક્તિવાળું છે. આવા આકારવાળો શક્તિગ્રહ છે. અને તે શક્તિગ્રહનો કાર્યતાવચ્છેદક ચંદ્રપ્રકારકપણું હોય છત, સૂર્ય–પ્રકારક સ્મૃતિજનન દ્વારા તાદશ શબ્દબોધત્વ છે. ચંદ્રત્વ-સૂર્યત્વરૂપ ઉભયમાં વ્યાસજ્યવૃત્તિરૂપ એક (સૂર્યત્વ-ચંદ્રવરૂપ ઉભય) શક્યતાવરચ્છેદક છે. તેમાં શક્યતાવચ્છેદપણું છે.
૦એકમાં અન્યતાના જ્ઞાનમાં શક્તિથી બોધ નથી પરંતુ લક્ષણથી છે. (શક્ય સંબંધ લક્ષણા કહેવાય છે. તે જહન્દુ-અજહ-જહઅજહના ભેદથી ત્રણ પ્રકારની છે. “ગંગામાં ઘોષ છે. અહીં ગંગાપદ શક્ય પ્રવાહસંબંધ તીરમાં છે. લક્ષણાનું બીજ તાત્પર્યની અનુપપત્તિ છે. એથી જ પ્રવાહમાં ઘોષતાત્પર્યની અનુપપત્તિ છે. એથી જ પ્રવાહમાં ઘોષતાત્પર્યની અનુપપત્તિથી તીરમાં લક્ષણો સિદ્ધ થશે. લક્ષ્યાવચ્છેદકરૂપતી લક્ષ્યશક્ય ઉભયના બોધમાં પ્રયોજિકાલક્ષણા, એ “અજમલક્ષણા.” જેમ કેકાગડાઓથી દહીંની રક્ષા કરો.” અહીં કાકપદની દધિઉપઘાતકમાં લક્ષણા લક્ષ્યતાવચ્છેદક દધિઉપઘાતકપણું છે. તે રૂપે દધિઉપઘાતક, કાક-બિડાલ-કુફકટ-કુતરા આદિ સર્વ શક્ય લક્ષ્યોનો સંગ્રહ છે. જહાજહલક્ષણા, ‘તે આ ઘોડો છે' ઇત્યાદિમાં વર્તે છે. તેથી બોધ થાય છે, એમ તૈયાયિકોનું કથન છે.
૦ અહીં તથાવિધ સહ અર્પિત સત્ત્વ-અસત્વ ઉભય આશ્રયબોધક કોઈ પણ પદનો અભાવ હોવાથી, તથાવિધ સહાર્પિત સત્તાસત્ત્વ ઉભયનું અવક્તવ્યપણું સુંદર છે.
૦ એકીસાથે એક પદથી સત્તાસત્ત્વનો બોધ થાઓ ! આવી જિજ્ઞાસા બાધિત છે. આમ જિજ્ઞાસામાં, બાધિતપણાના જ્ઞાનમાં અને વિપરીત વ્યુત્પત્તિથી પેદા થતા તથાજ્ઞાનમાં પણ અનિષ્ટપણાનું અનુસંધાન હોવાથી, તેના માટે કોઈ પ્રામાણિક પદપ્રયોગ નથી. જો આ પ્રમાણે છે, તો અવક્તવ્યપણાએ જ્ઞાનનું ઇષ્ટપણું છે. એથી જ એક ક્ષણમાં બે જ્ઞાન થાઓ ! ઈત્યાદિ સ્થળમાં પણ અવક્તવ્યત્વના કથનનું સામ્રાજય છે, કેમ કે-બાધિત ઇચ્છાના વિષયત્વની અપેક્ષાએ અવક્તવ્યપણાનું વ્યવસ્થાપન છે.
૦ ‘સત્ત્વાદિરૂપેણ અહીં આદિપદથી અસત્ત્વનું ગ્રહણ છે.
અવક્તવ્ય એવ ઘટઃ' આવા એકલા કથનમાં ઘટનું સર્વથા અવાચ્યપણું પ્રાપ્ત થાય છે. તથાચ અસ્તિત્વ આદિ મુખથી પણ ઘટનું કથન ન થાય! અને આ પ્રમાણે પ્રથમ-દ્વિતીય આદિ ભંગના વિનાશનો પ્રસંગ આવી જાય છે, માટે “સ્યાપદનો પ્રયોગ કરાય છે. તેથી જ સત્ત્વ આદિ એક એક ધર્મદ્વારા વાગ્યે જ