Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
૭૦
तत्त्वन्यायविभाकरे
શંકા – શ્રોત્રેન્દ્રિયમાં પ્રાપ્ત અર્થનું ગ્રાહિપણું વ્યાજબી નથી, કેમ કે સ્વદેશથી ભિન્ન દેશમાં રહેલ શબ્દપ્રહણનો અનુભવ છે. કોઈ શબ્દ શ્રોત્રેન્દ્રિયમાં પ્રવેશ કરતો અનુભવાતો નથી અથવા શ્રોત્રેન્દ્રિય શબ્દના દેશમાં જતી દેખાતી નથી. “દૂરથી કોઈનો પણ શબ્દ સંભળાય છે – આવી લોકોક્તિ સંભળાય છે ને?
| સમાધાન – ખરેખર, શબ્દ શ્રોત્રેન્દ્રિયને સ્પર્શે છે, પરંતુ શ્રોત્રેન્દ્રિય શબ્દદેશમાં જતી નથી, કેમ કેઆત્મામાં બાહ્યકરણપણું નથી. વળી તે શબ્દો ગતિ આદિ ક્રિયાવાળા-પુદ્ગલમય છે, કેમ કે-વાયુથી લઈ જવાતા હોઈ ધૂમની માફક ક્રિયાવાળા છે. જળની માફક વિશેષથી દ્વાર-છિદ્રમાં જનાર છે, વાયુની માફક પર્વતની મેખલા આદિમાં પ્રતિઘાત પામે છે ઈતિ.
શ્રોત્રેન્દ્રિય પણ આવેલા શબ્દને ગ્રહણ કરે છે, કેમ કે-ઉપઘાત-અનુગ્રહની ઉપલબ્ધિ છે. ખરેખર, ભેરી આદિ મહા શબ્દના પ્રવેશમાં શ્રોત્રમાં બધિરતારૂપ ઉપઘાત દેખાય છે, કોમલ શબ્દના પ્રવેશમાં તો અનુગ્રહ થાય છે. જો શબ્દપરમાણુઓ ઉત્પત્તિદેશથી આરંભી ચારેય બાજુથી જલતરંગના ન્યાયથી વિસ્તારને પામતા શ્રોત્રેન્દ્રિયના દેશને પામે છે અને પ્રાપ્ત થયેલ તે શબ્દોને શ્રોત્રેન્દ્રિય ગ્રહણ કરે છે, અપ્રાપ્તોને નહીં-એમ કહેવાય છે, તો શબ્દમાં દૂર-આસન્ન આદિ ભેદની પ્રતીતિ ન થાય ! ખરેખર, પ્રાપ્તવિષય પરિચ્છેદતો સઘળોય સનિહિત જ હોય છે. વળી દૂરથી (નો) શબ્દ-નજીકનો (થી) શબ્દ, એમ પ્રતીત થાય છે. તેથી ત્યાં દૂર-આસન્ન આદિ ભેદની ઉપપત્તિ કેવી રીતે?] શ્રોત્રદ્વારા સન્નિકૃષ્ટ પણ શબ્દના ગ્રહણ થતાં, ત્યાં દૂર આદિ વ્યવહારની દૂર આદિ દેશથી આગમનરૂપે ઉપપત્તિ છે. ખરેખર, દેખાય છે કેધ્રાણેન્દ્રિયદ્વારા સન્નિકૃષ્ટ પણ ગંધનું ગ્રહણ થયે છતે, દૂર આદિ દેશથી આવેલના કારણે “દૂરમાં બકુલ પરિમલ” ઈત્યાદિ વ્યવહાર, અવ્યવહિત (નજીકના) દેશમાં ઉત્પન્ન શબ્દ હોય છત, દેશ ચાક્ષુષ પ્રત્યક્ષથી દેખાય છે. વ્યવહિત (દૂરના) દેશમાં ઉત્પન્ન શબ્દ હોયે છતે તેમાં દેશની પ્રતિપત્તિ (જ્ઞાન) અનુમાનગણ્ય છે. અહીં આ સમજવાનું છે કે-ચક્ષુ ઈન્દ્રિય, સર્વ કરતાં થોડા પ્રદેશના અવગાહથી અવગાઢ છે, તેના કરતાં શ્રોત્રેન્દ્રિય અવગાહનાની અપેક્ષાએ સંખ્યાતગુણા અવગાહવાળી છે, કેમ કે-અતિ ઘણા પ્રદેશોમાં તેનું અવગાહન છે. તેના કરતાં ધ્રાણેન્દ્રિય અવગાહનાની અપેક્ષાએ સંખ્યાતગુણા અવગાહવાળી છે, કેમ કે-અતિ ઘણા પ્રદેશોમાં તેનું અવગાહન છે. તેના કરતાં રસનેન્દ્રિય (જીભ) અસંખ્યાતગુણા અવગાહવાળી છે. તેના કરતાં પણ સ્પર્શનેન્દ્રિય અસંખ્યાતગુણા અવગાહવાળી છે. આ પ્રમાણે પ્રદેશની અપેક્ષાએ સમજવાનું છે. અર્થાત્ સહુથી થોડા પ્રદેશવાળી નયન છે. તેના કરતાં સંખ્યાતગુણા પ્રદેશવાળી શ્રોત્ર છે. તેનાથી અસંખ્યાતગુણા પ્રદેશવાળી ધ્રાણેન્દ્રિય છે. તેનાથી અસંખ્યાતગુણા પ્રદેશવાળી જીભ છે. તેના કરતાં અસંખ્યાત પ્રદેશવાળી સ્પર્શનેન્દ્રિય છે.
૦ સઘળી ઇન્દ્રિયો વર્તમાનકાલીન વિષયને ગ્રહણ કરનારી છે. હવે શબ્દભેદોને કહે છે. સચિત્ત-જીવનો મુખદ્વારા બોલાતો જે શબ્દ, તે “સચિત્ત છે.” અચિત્ત-અરસપરસ બે પત્થરોના અથડાવાથી થયેલો શબ્દ “અચિત્ત છે.” મિશ્ર-આત્માના પ્રયત્નથી વગાડાતાં વાજિંત્ર આદિમાંથી ઉઠતો શબ્દ “મિશ્ર' છે.