Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
१५६
तत्त्वन्यायविभाकरे
૦ નિશ્ચિત પ્રામાણ્યવાળા પ્રત્યક્ષ આદિ કોઈ એક પ્રામાણ્ય વિષયત્વ અને અનિશ્ચિત પ્રામાણ્ય અને અપ્રામાણ્યવાળા જ્ઞાનનું વિષયત્વ, એ રૂપ ઉભયથી ધર્મીની પ્રસિદ્ધિ.
શંકા – નિશ્ચિત પ્રામાણ્યવાળા પ્રત્યક્ષ આદિ પ્રમાણોથી ધર્મીની પ્રસિદ્ધિ રહો. પ્રામાણ્યથી કે અપ્રામાણ્યથી અનિર્ણિત પ્રતીતિથી કેવી રીતે ધર્મીની પ્રસિદ્ધિ? કેમ કે તે પ્રતીતિમાં પ્રમાણપણાનો અભાવ છે અને પ્રમાણરૂપ જ પ્રતીતિથી વસ્તુની સિદ્ધિ છે. વળી તે પ્રતીતિમાં જો પ્રમાણપણું માનવામાં આવે, તો પ્રમાણથી એવા પક્ષથી અર્થ સરી જાય છે એટલે “વિકલ્પથી” એ પક્ષ વ્યર્થ જ થાય !
૦ વળી વિકલ્પથી સિદ્ધ ધર્મીમાં તો “સત્તાનું અને અસત્તાનું સાધ્યત્વ છે.” આ નિયમ કોઈ સત્ત્વ અને અસત્ત્વ બંને પ્રમાણબળથી સાધવાને યોગ્ય છે. જેમ કે સર્વજ્ઞ છે–એ અનુમાનમાં અને “છઠું ભૂત નથી-એ અનુમાનમાં વિકલ્પસિદ્ધ ધર્મી છે.
૦ વિકલ્પસિદ્ધ સિદ્ધિમાં સત્ત્વ અને અસત્ત્વ સંભવી શકતું નથી, કેમ કે સર્વજ્ઞરૂપ ધર્મામાં ભાવધર્મરૂપ હેતુની સિદ્ધિનો અભાવ છે. કેમ કે-ખરેખર, ભાવધર્મ ભાવરૂપ ધર્મમાં પ્રવર્તે છે. સર્વજ્ઞની સત્તાની સિદ્ધિ સિવાય સર્વજ્ઞમાં ભાવત્વ નથી, માટે ભાવધર્મરૂપ હેતુની ત્યાં-સર્વજ્ઞ ધર્મમાં અસિદ્ધિ છે. જો ત્યાં (છઠું ભૂત નથી) ભાવવૃત્તિ ધર્મની સત્તા માનવામાં આવે, તો ધર્મીમાં પણ ભાવપણાની આપત્તિથી નાસ્તિત્વનું સાધન અસંગત થઈ જાય !
૦ અભાવવૃત્તિધર્મ-અભાવધર્મને જો હેતુ માનવામાં આવે, તો અસ્તિત્વને સાધવાની સાથે વિરોધ છે, અભાવધર્મરૂપ હેતુ વિરૂદ્ધ છે અર્થાત્ સત્તારૂપ સાધ્યની સાથે અસમાનાધિકરણ છે. (અહીં વિરોધ એટલે અસ્તિત્વરૂપ સાધ્યનું અસમાનાધિકરણ સમજવું. જ્યાં અસ્તિત્વ છે, ત્યાં અભાવધર્મ નથી.)
૦ ઉભય (ભાવ-અભાવ) વૃત્તિધર્મને હેતુ માનવામાં વ્યભિચાર છે. અર્થાત્ અસ્તિત્વરૂપ સત્તા વિધિ સ્વરૂપ ભાવમાં જ પ્રવર્તે છે અને ભાવાભાવરૂપ ધર્મ ભાવમાં અને અસ્તિત્વના અભાવવાળા અભાવમાં વર્તે છે. આમ વ્યભિચાર છે. સબબ કે-અસિદ્ધ સત્તાવાળા સર્વજ્ઞધર્મીમાં ભાવધર્મરૂપ હેતુ નથી. ભાવ-અભાવ ઉભય ધર્મરૂપ હેતુ વ્યભિચારી છે. અભાવધર્મીરૂપ હેતુ વિરૂદ્ધ છે. તે સર્વશવર્તી સત્તા કેવી રીતે સાધી શકાય ? અર્થાત્ કોઈ પણ રીતે સાધી શકાય એમ નથી. “પ્રમેયસિદ્ધિ પ્રમાણથી છે.'-આવા વચનથી પ્રમાણથી જ વસ્તુનિ સિદ્ધિ થાય છે. વિકલ્પ તો પ્રમાણ નથી, માટે વિકલ્પથી ધર્મીપ્રસિદ્ધિ થતી નથી. ધર્મની પ્રસિદ્ધિ એક માત્ર પ્રમાણથી જ છે, વિકલ્પથી કે ઉભયથી ધર્મીની પ્રસિદ્ધિ નથી. એમ નૈયાયિકમત તરફથી પ્રચંડ પ્રશ્ન ઉપસ્થિત થયે છતે.
સમાધાન – પ્રમાણથી ધર્મીની પ્રસિદ્ધિનું ઉદાહરણનું પ્રદર્શન છોડીને પ્રથમથી જ વિકલ્પથી પ્રસિદ્ધિધર્મીનું ઉદાહરણ આપે છે. અહીં આ ભાવ છે કે જેઓ વિકલ્પથી ધર્મપ્રસિદ્ધિને સ્વીકારતા નથી, તેઓ “વિકલ્પપ્રસિદ્ધ ધર્મી થતો નથી, કેમ કે તે અપ્રમાણ છે વગેરે વગેરે. વળી બોલી પણ શકતા નથી, કારણ કે-પૂર્વે કહેલ ક્રમથી અસિદ્ધિ વિરોધ આદિનો સંભવ છે અને અહીં પ્રમાણથી ધર્મીની અપ્રસિદ્ધિ છે. જો વિકલ્પથી ધર્મીની પ્રસિદ્ધિ કબૂલો છો, તો પર પ્રત્યે આશ્રય (પક્ષ) અસિદ્ધિ આદિનું ઉદ્દભાવન વ્યર્થ જ થાય ! ખરેખર, જેણે જે ધર્મીપણાએ સ્વીકારેલ છે, ત્યાં જ દોષ દેખાડવો. તથા ત્યાં દોષનું ઉભાવન કરનારા આપે. અવશ્ય વિકલ્પથી ધર્મીપ્રસિદ્ધિ માનવી જોઈએ ! અન્યથા મૌનપણું માનવું જોઈએ.