Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
દ્વિતીયો ભાગ / સૂત્ર - ૨૪-૨, પદ્મમ: વિજ્ઞળે
ત્રીજા પક્ષાભાસનું વર્ણન
હવે અનભીપ્સિત સાધ્યધર્મવિશેષણક નામના ત્રીજા પક્ષાભાસને કહે છે.
२१९
ભાવાર્થ – “ત્રીજાનું દૃષ્ટાન્ત. જેમ કે-‘શબ્દ અનિત્ય છે’-એમ ઇચ્છનારનો ‘શબ્દ નિત્ય છે’-એવો પક્ષ, તેનો અનભીપ્સિત સાધ્યધર્મવિશેષણકરૂપે પક્ષાભાસ છે ઇતિ.”
વિવેચન – ‘તૃતીય કૃતિ, તસ્કૃતિ'-તે સભાના ક્ષોભ આદિથી આમ બોલનારનો ‘અનમીપ્સિત્તેતિ I' અનિત્યપણું ઇષ્ટ હોઈ, નિત્યપણું અનિષ્ટ હોઈ અનભીપ્સિત છે. ઇતિ શબ્દ=પક્ષાભાસની સમાપ્તિનો ઘોતક છે. તેથી અપ્રસિદ્ધ વિશેષણ, અપ્રસિદ્ધ વિશેષ્ય, અપ્રસિદ્ધ વિશેષણ-વિશેષ્યરૂપ ઉભય પક્ષાભાસપણું ખંડિત થાય છે, કેમ કે-અપ્રસિદ્ધ વિશેષણ જ સાધ્ય બને છે. અન્યથા, સિદ્ધસાધનપણાની આપત્તિ થાય ! સઘળા સ્થાને અપ્રસિદ્ધ સાધ્યના દોષપણામાં ક્ષણિકપણાના સાધનારા બૌદ્ધનો પક્ષ અન્યો પ્રત્યે પક્ષાભાસ થાય ! કેમ કે-ક્ષણિકતા ક્યાંય પણ પ્રસિદ્ધ નથી.
વળી ધર્મી(પક્ષ)નો વિકલ્પથી પ્રતીતિનો સંભવ હોઈ અપ્રસિદ્ધ વિશેષ્ય પણ પક્ષાભાસરૂપ નથી. આનાથી અપ્રસિદ્ધ વિશેષણ-વિશેષ્ય ઉભય પણ ખંડિત થાય છે ઇતિ.
एवं पक्षाभासे हेत्वाभासे च निरूपिते हेतुपक्षोभयाङ्गकानुमाने स्मृते तदाभासमप्याचष्टे - पक्षाभासादिसमुद्भूतं ज्ञानमनुमानाभासः ॥ १५ ॥
पक्षाभासादीति । आदिना हेत्वाभासदृष्टान्ताभासादीनां ग्रहणम्, प्रोक्तेन पक्षाभासेन हेत्वाभासेन वा वक्ष्यमाणदृष्टान्ताभासादिना वा सम्भूतं ज्ञानमनुमानवत्पक्षसाध्यरूपेणाभासमानत्वादनुमानाभास इत्यर्थः । एवं स्वप्रतिपत्तिफलकं पक्षाभासादिसमुद्भूतं ज्ञानं स्वार्थानुमानाभासः परप्रतिपत्तिफलकं पक्षाभासादिसमुद्भूतं ज्ञानं परार्थानुमानाभास इत्यपि વોઘ્યમ્ ॥
અનુમાનાભાસ
આ પ્રમાણે પક્ષાભાસ અને હેત્વાભાસના નિરૂપણ બાદ હેતુ અને પક્ષના ઉભયના અંગવાળા, અનુમાનનું સ્મરણ થતાં તે અનુમાનાભાસને કહે છે.
ભાવાર્થ – “પક્ષાભાસ આદિથી ઉત્પન્ન જ્ઞાન અનુમાનાભાસ કહેવાય છે.”
વિવેચન – ‘પક્ષામાસાવીતિ।' અહીં આદિપદથી હેત્વાભાસ-દૃષ્ટાન્નાભાસ આદિનું ગ્રહણ છે. પૂર્વે કહેલ પક્ષાભાસ અને હેત્વાભાસથી તથા પછીથી કહેવાતા દૃષ્ટાન્નાભાસ-ઉપનયાભાસ-નિગમનાભાસથી પેદા થયેલું જ્ઞાન, અનુમાનની માફક પક્ષ-સાધ્ય આદિ રૂપથી ભાસતું હોવાથી ‘અનુમાનાભાસ' કહેવાય છે. એ પ્રમાણે પોતાને પ્રતિપત્તિના ફળવાળું પક્ષાભાસ આદિથી જન્ય જ્ઞાન, સ્વ અર્થ અનુમાન આભાસરૂપ છે, પરને પ્રતિપત્તિના ફળવાળું, પક્ષ આભાસ આદિથી જન્ય જ્ઞાન પરાર્થાનુમાન આભાસરૂપ છે, એમ પણ જાણવું.