Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
द्वितीयो भाग / सूत्र - ११, षष्ठ किरणे
२५९
સમાધાન – એકાન્ત બુદ્ધિથી વિલક્ષણ અનેકાન્ત બુદ્ધિવિશેષના વિષયરૂપે “સ્યાદ્રપદ, સત્ત્વ-અસત્ત્વ આદિ ધર્મસપ્તકથી ઘટિત સપ્તભંગીબોધક હોવા છતાં, વ્યક્તિરૂપે તે તે ધર્મનો બોધ કરાવવા માટે “સદ્’ આદિ પદનો પ્રયોગ આવશ્યક છે.
૦ (૧) બીજા ધર્મનો નિષેધ નહીં કરનારું-પ્રધાનતયા વિધિનો બોધ કરાવનારું આ વાક્ય છે. તેથી ‘પ્રતિષધની કલ્પના-વિધાન જ સત્ય છે –એનું ખંડન થાય છે, કેમ કે-એકાન્ત અભાવનો પ્રતિષેધ છે.
૦ (૨) જો વિધિકલ્પના જ સત્ય છે, તો તે વિધિદ્વારા એક જ વાક્ય થશે ને? આવી આશંકા હટાવવા માટે કહે છે કે- “સાનાયૅવ પટ: વિધિના એકાન્તનું નિરાકરણ હોઈ, પ્રતિષેધની કલ્પના પણ સત્ય હોઈ એક જ વાક્ય નથી.
ધર્માન્તરનું અપ્રતિષેધક, પ્રધાનપણે પ્રતિષેધવિષયક બોધજનક આ વાક્ય છે.
શંકા – સદ્ગુરૂપ અર્થના પ્રતિપાદન માટે વિધિવાક્ય છે-અસત્ અર્થ પ્રતિપાદન માટે નિષેધવાક્ય છે, માટે બે જ વાક્ય રહો ! કેમ કે બીજા પ્રમેયમાં શબ્દના વિષયનો અસંભવ છે ને? આવી શંકાના સમાધાન માટે કહે છે કે
સમાધાન - (૩) “ચાત્ ગતિ નતિ ૨ પટ: I' તથાચ પ્રધાનભાવથી અર્પિત (વિવક્ષિત) સઅસદ્ આત્મક વસ્તુના પ્રધાનભૂત એક એક ધર્મરૂપ અર્થથી, અર્થાન્તરપણાની સિદ્ધિ હોઈ, એક સત્ત્વવાચક વચનવડે કે અસત્ત્વવાચક વચનવડે ક્રમથી અર્પિત, પ્રધાનભૂત સત્ત્વ અને અસત્ત્વનું પ્રતિપાદન અશક્ય હોઈ ક્રમિક પ્રધાનભૂત સત્ત્વ-અસત્ત્વબોધક ત્રીજું વાક્ય આવશ્યક છે. “તિનાસ્તિ ૨ પટ: તિ ! આ પદ, પ્રધાનપણાએ ક્રમથી અર્પિત વિધિનિષેધબોધક છે.
શંકા – ભલે ! ત્યારે પૂર્વકથિત ત્રણ વાક્યો જ હો ! પૂર્વોક્ત ત્રણ ધર્મથી અધિક કોઈનો પણ અભાવ છે ને?
આવી શંકા દૂર કરવા માટે ચોથું વાક્ય “ચાત્ સવજીવ્ય ન' તરીકે કહેલ છે.
(૪) ક્રમથી અર્પિત તે સત્ત્વ-અસત્ત્વની જેમ વક્તવ્યતા છે, તેમ સહ અર્પિત તે બન્નેની કેવી રીતે વક્તવ્યતા ? આવો સ્વાભાવિક પ્રશ્ન રૃરિત થયે છતે, એકીસાથે સર્વથા કહેવાની અશક્તિ હોઈ અવક્તવ્યત્વરૂપ ધર્માન્તર પ્રતિપાદક વાક્યની આવશ્યકતા છે.
તથાચ ચોથું વાક્ય અવક્તવ્યત્વબોધક છે.
(૫) તો પણ ચાર જ વાક્યો થશે ને? આના જવાબમાં કહે છે કે-ચાન્ પ્તિ ૨ વરવ્યa ' આ પ્રમાણે પાંચમું વાક્ય છે. સ્વદ્રવ્ય આદિ ચતુષ્ટયની અપેક્ષાએ અસ્તિત્વ હોય છતે યૌગપદ્યથી કહેવાને અશક્ય સર્વ વસ્તુ છે, માટે “ચાત્ અસ્તિત્વવશિષ્ટ ચત્ અવવ્યપંગ' કહેવાય છે. તથાચ સદ્ અવક્તવ્યત્વ નામક ધર્માન્તરનો પણ સંભવ હોઈ સત્ત્વવિશિષ્ટ અવક્તવ્યત્વબોધક આ વાક્ય છે.
(૬) અસત્ અવક્તવ્યત્વમાં પણ ધર્માન્તરપણાની સિદ્ધિથી તત્પતિપાદક વાક્ય પણ કહે છે કે “યાત્ નાતિ વ અવ$વ્યI' નાસ્તિત્વવિશિષ્ટ અવક્તવ્યબોધક આ વાક્યો છે. પરદ્રવ્ય આદિ ચતુષ્ટયની