Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
२६४
तत्त्वन्यायविभाकरे પરંતુ આ વાક્યમાં ક્રમથી ઉભય, મુખ્ય વિશેષ્યતાવાળા બોધનું જનકપણું હોઈ, ક્રમથી અર્પિતપણું કેવી રીતે ધર્મમાં અન્વિત થાય ? કેમ કે-ક્રમિક શાબ્દબોધદ્રયની ઇચ્છાના વિષયરૂપ બે બોધ અને તેના વિષયભૂત સત્વ-અસત્ત્વ ઉભય છે. તેમાં રહેલ તાદશ વિષયત્વરૂપ તે ક્રમાર્પિતની પદરૂપે અનુપસ્થિતિ હોવાથી (શબ્દથી ઉપસ્થિતના જ શાબ્દબોધમાં ભાનનો નિયમ છે.) વસ્તુધર્મરૂપે તેના બોધનો અસંભવ જ છે ને ?
સમાધાન – ભલા ભાઈ! સાત પદ, ક્રમાર્ષિતપણાનો ઘાતક છે જ ને? ખરેખર, અનુભવાય છે કે“યાદ્ મતિયાનાસ્તિ ૨ પટઃ'- આ વાક્યથી “ક્રમાર્પિત સત્ત્વ-અસત્ત્વ ધર્મવાળા આ ઘટને હું જાણું છું.” આ વાક્યમાં ક્રમથી એકપણાએ ગ્રહણ કરેલા સદ્દઅસત્ત્વમાં ઉભયપણાની પ્રતીતિ ભાત (ઔપચારિક, મિત્તે જળ્યો વૃઃ માત:) ગૌણરૂપે ઉભયની અવગાહી હોઈ અને ક્રમાર્પિતત્વ અવચ્છેદક (અપેક્ષારૂપ) હોઈ, ક્રમાર્પિત સદ્અસદ્ ઉભયનો અનુભવ થાય છે.
શંકા – ક્રમના બળથી જ આ ત્રીજા ભાગમાં બે જ્ઞાનની (ખરેખર, ત્રીજા ભંગનો ક્રમથી શાબ્દબોધ થાઓ ! આવી ઇચ્છાથી પ્રયોગ કરાયેલો છે. તથાચ સત્ત્વરૂપી પ્રકારવાળો અને ઘટરૂપી વિશેષ્યવાળો એક બોધ તથા અસત્વરૂપી પ્રકારવાળો અને ઘટરૂપી વિશેષતાવાળો બીજો બોધ-એમ બે બોધ થાય છે, માટે બે ભાંગાના સંયોગરૂપ જ આ ત્રીજો ભાંગો છે.) સિદ્ધિ હોઈ, આ ત્રીજો ભાંગો બે ભાંગાથી અભિન્ન હોઈ ત્રીજો ભિન્ન કેવી રીતે ?
સમાધાન – ક્રમગર્ભિત ઉભયની પ્રધાનતા બોધકતાના અભિપ્રાયથી અસ્તિ-નાસ્તિપદના પ્રયોગથી ત્રિદ’ “એક જગ્યામાં બે આવા ન્યાયથી, જેમ કે-ચૈત્ર, દંડી અને કુંડલી છે. આવા વાક્યમાં દંડકુંડલરૂપ ઉભય પ્રકારવાળો ચૈત્રરૂપ વિશેષ્યવાળો બોધ થાય છે. તેવી રીતે પ્રકૃતમાં ક્રમ અર્પિત સત્ત્વઅસત્ત્વનિષ્ઠ બે પ્રકારવાળો અને ઘટ આદિરૂપ એક વિશેષ્યતાવાળો બોધ થાય છે. (અથવા નરસિંહરૂપ અખંડ વ્યક્તિ નર અને સિંહથી ભિન્ન હોવા છતાં, વિભિન્ન ભાગરૂપે કલ્પિત નર સિંહરૂપે કહેવાતી વ્યક્તિ અખંડ નરસિંહનો જેમ બોધ કરે છે, તેમ અસ્તિત્વ-નાસ્તિત્વ વિલક્ષણ ધર્મવિશેષ, અસ્તિત્વ પર્યાયને અપેક્ષી ઘટ આદિ ધર્મીમાં છે તે જ ધર્મ, ક્રમિક પ્રધાન ભાવવિવક્ષિત કથંચિત્ અસ્તિત્વનાસ્તિત્વથી નિરૂપણ કરાતો તાત્પર્યના વશે ત્રીજા ભંગજન્ય બોધમાં ભાસે છે. તેવા ધર્મરૂપ વિષયભેદથી જ પહેલા-બીજા ભંગ કરતાં, તેનાથી થતા બે બોધ કરતાં, ત્રીજો ભંગ અને તેનાથી થતો બોધ ભિન્ન છે.) અર્થાત્ વિલક્ષણ વિષયતાશાલી બોધાન્તર અનુભવસિદ્ધ છે, માટે પ્રકરતાદ્વય નિરૂપિત એક વિશેષ્યતાશાલીબોધ આ ત્રીજા ભાંગાનું ફળ છે.
શંકા – ખરેખર, ક્રમ શબ્દના વ્યાપારરૂપ છે અને અર્થ તો વિશિષ્ટ ક્રમથી અઘટિત જ છે. તે અર્થમાં ક્રમ આદિના અતિ પ્રયોજનનો અભાવ જ છે ને?
સમાધાન – શબ્દગત પણ ક્રમનો અર્થમાં અધ્યારોપ દ્વારા તે અર્થમાં તે ક્રમનો સંભવ હોઈ, અર્થ ક્રમથી ઘટિત છે. એ પ્રમાણે સહ અવક્તવ્યત્વ આદિમાં પણ વિચારવું.
(૪) કથંચિ અવક્તવ્યત્વ=એકીસાથે વિધિનિષેધરૂપે અવક્તવ્યત્વ-સહ અર્પિત અવક્તવ્યત્વ, એમ જાણવું.