Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
द्वितीय भाग / सूत्र - १३, षष्ठ किरणे
२६५
શંકા સહ અર્પિતત્વ, એક કાળમાં એક પદથી ઉભયનો બોધ થાઓ ! આવી ઇચ્છાના વિષયત્વરૂપ છે અને તે ઇચ્છા બાધવિષયમાં ઉર્દૂધ પામતી નથી, માટે તે સહાર્પિતત્વ અવકતવ્યનું અવચ્છેદક નથી. વળી ઉભયપદથી યુગપદ્ ઉભયની પ્રધાનતાએ બોધનો સંભવ હોઈ અવક્તવ્યત્વ જ અસિદ્ધ છે. ખરેખર, પ્રત્યક્ષથી દૃષ્ટ છે કે-પુષ્પદંત નામના પદથી ચંદ્રત્વ અને સૂર્યત્વથી ચંદ્ર-સૂર્યનો એકીસાથે બોધ થાય છે જ ને ?
-
=
સમાધાન – પુષ્પદંતપદની માફક ઉભયપદ અસાધારણપણાના અભાવવાળું-સાધારણ છે.
શંકા બુદ્ધિનિષ્ઠ વિષયતાનો અવચ્છેદક (પુષ્પદંતપદની ચંદ્રપણાએ ચંદ્રમાં-સૂર્યપણાએ સૂર્યમાં વ્યાસજયવૃત્તિ (બે આદિમાં રહેનાર) એક શક્તિ છે, તેથી તે પદવડે ઉભય ધર્મનિષ્ઠ પ્રકારતાદ્વયથી નિરૂપિત બોધ હોઈ શકે છે. પરંતુ ઉભયપદ, બુદ્ધિનિષ્ઠ વિષયતાનો અવચ્છેદક હોઈ, યત્કિંચિત્ બે ધર્મમાં શક્તિનો સંભવ છતાં, વિશેષધર્મથી વિશિષ્ટ બે પ્રકારતાથી નિરૂપિત મુખ્ય વિશેષ્યતાશાલી બોધ તે ઉભયપદથી ન થઈ શકે !) હોઈ, અસ્તિત્વ-નાસ્તિત્વરૂપ બે ધર્મોથી વિશિષ્ટનો બોધક છતાં, પ્રધાનતાએ સહ અર્પિત ઉભય આકારવાળા બોધની અસિદ્ધિ છે ને ?
સમાધાન – પુત્રનો નાશ હોવા છતાં પુત્રને જોવાની ઇચ્છા અનુભવસિદ્ધ હોઈ, ક્વચિત્ બાધવિષયમાં પણ ઇચ્છાનો ઉદય થવાથી અવક્તવ્યના સહાર્પિતપણામાં અવચ્છેદકપણાનો બાધ નથી.
એ પ્રમાણે (૫) કથંચિત્ સત્ત્વવિશિષ્ટ અવક્તવ્યત્વ, (૬) કથંચિત્ અસત્ત્વવિશિષ્ટ અવક્તવ્યત્વ, ક્રમાર્પિત ઉભયવિશિષ્ટ અવક્તવ્યત્વ-એમ સાત ધર્મો જાણવાં.
(6)
શંકા – પ્રથમ દ્વિતીય ધર્મની માફક પ્રથમ (કથંચિત્ સત્ત્વ) અને તૃતીય(ક્રમાર્પિત ઉભયથી)યુક્ત ધર્માન્તરની સિદ્ધિ થવાથી કેવી રીતે સાત પ્રકારના ધર્મનો નિયમ ટકી શકે ?
સમાધાન અક્રમથી અર્પિત (કથંચિત્ સત્ત્વ)-ક્રમ અર્પિત ઉભયરૂપ પ્રથમ તૃતીય ધર્મમાં ધર્માન્તર(ક્રમ અર્પિત અસ્તિ-નાસ્તિત્વરૂપ ઉભયમાં અસ્તિત્વરૂપ ધર્માન્તર)પણાએ અપ્રતીતિ છે, કેમ કે-બે સત્ત્વનો અસંભવ છે. વિવક્ષિત સ્વરૂપ આદિથી સત્ત્વ એક છે. એ પ્રમાણે બીજા-ત્રીજા ધર્મમાં ક્રમ-અક્રમ અર્પિતમાં (ક્રમ અર્પિત અસ્તિત્વ-નાસ્તિત્વરૂપ ઉભયમાં નાસ્તિત્વરૂપ ધર્માન્તર) ધર્માન્તરપણાએ પ્રતીતિ નથી, કેમ કે-બે અસત્ત્વનો અસંભવ છે. પરરૂપ આદિથી અસત્ત્વ એક છે.
શંકા — તે પ્રકારે હોયે છતે, પ્રથમ સહિત ચોથામાં (કથંચિત્ સત્ત્વસહિત-કથંચિત્ અવક્તવ્યત્વમાં), બીજા સહિત ચોથામાં (કથંચિત્ અસત્ત્વ સહિત-કથંચિત્ અવક્તવ્યત્વમાં) અને ત્રીજા સહિત ચોથામાં (ક્રમાર્પિત ઉભય સહિત-કથંચિત્ અવક્તવ્યત્વમાં) કેવી રીતે ધર્માન્તરપણું છે ? કેમ કે-ચોથા ધર્મમાં સહ અર્પિત સત્ત્વ-અસત્ત્વનું ભાન છે જ ને ?--
સમાધાન – ચોથા ધર્મમાં તે સત્ત્વ અને અસત્ત્વનો પરામર્શ નથી. પરંતુ તે પ્રકારે સહ અર્પિત તે સત્ત્વઅસત્ત્વ (સહ અર્પિત સત્ત્વ-અસત્ત્વ ઉભયની અવચ્છેદ અપેક્ષાથી તૃતીય ભંગજન્ય શાબ્દબોધવિષયતાનો અભાવ જ સ્યાદ્ અવક્તવ્ય પદાર્થ હોઈ) સર્વથા કહેવા માટે અશક્તિ હોવાથી અવક્તવ્યત્વરૂપ ધર્માન્તરનું તે ચોથા વાક્યથી પ્રતિપાદન છે. તે અવક્તવ્યત્વથી સહિત સત્ત્વ-અસત્ત્વ કે સત્ત્વાસત્ત્વ ઉભયની અપ્રતીતિ નથી અથવા ધર્માન્તરપણાની અસિદ્ધિ નથી, માટે ભંગોના વિષયના નિયમને કહે છે.