Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
द्वितीयो भाग / सूत्र - १९, षष्ठ किरणे
२७५ (૮) એક શબ્દવાચ્યત્વ=જે અસ્તિ શબ્દ અસ્તિત્વધર્મ આત્મક વસ્તુનો વાચક છે, તે જ શબ્દ અસ્તિત્વભિન્ન અનંતધર્માત્મક વસ્તુનો પણ વાચક છે, માટે એક શબ્દરૂપ વાચકથી વાચ્યત્વની અપેક્ષાએ સઘળા ધર્મોની શબ્દની સાથે અભેદથી વૃત્તિ છે.
૦ધર્મ સુધીનું પદ અસ્તિની સાથે અભિન્નતામાં પ્રયોજક બતાવનારું છે.
૦ “જનત્વમીિતિ'-આ પ્રમાણે સકલાદેશસમન્વય છે, એમ અધ્યાહારથી સમજવું. અહીં પૂજ્યપાદ મલયગિરિસૂરીશ્વરજી મહારાજ “સપ્તભંગીના દરેક ભંગા, પ્રમાણવાક્ય જ છે-નયરૂપ નથી, કેમ કે-સ્થાત્ શબ્દથી વિવણિત ધર્મના પ્રહણથી કાળ આદિ દ્વારા, અભેદવૃત્તિ કે અભેદ ઉપચારથી અનંતધર્માત્મક વસ્તુના પ્રતિપાદનમાં પ્રમાણવાક્યની વ્યવસ્થા છે. એથી જ સ્યાત શબ્દના ચિહ્નથી જ સર્વત્ર સાધુઓનો ભાષારૂપ વિનય વિહિત કરેલ છે અને નિશ્ચયાત્મક ભાષાનો નિષેધ કરેલ છે : કેમ કે-તે અવધારણી ભાષા નયરૂપ છે, કેમ કે-સઘળાય નયો મિથ્યાદૃષ્ટિ છે. “સર્વ નો મિથ્યાવાદી છે –એવા પ્રમાણની ત્યાં સાક્ષી છે.”
શંકા – સપ્તભંગાત્મક પ્રમાણવાક્ય છે અને એક ભંગાત્મકવાક્ય નયવાક્ય છે. આવો નિયમ થાય તો શો વાંધો?
સમાધાન – સાત ભંગો, સાત પ્રકારની જિજ્ઞાસારૂપ ઉપાધિ-નિમિત્તથી જન્ય હોઈ અસાર્વત્રિક છે, કેમ કે-જીવ કોને કહી શકાય? આવા પ્રશ્નમાં લક્ષણ માત્રની જિજ્ઞાસાથી “સ્યાત્ જ્ઞાનાદિ લક્ષણો જીવ –આ પ્રમાણેના ઉત્તરરૂપ પ્રમાણવાક્યરૂપ એક વાક્ય સિદ્ધાન્તસિદ્ધ છે, કેમ કે-સ્યા શબ્દ અહીં અનંતધર્માત્મકપણાના દ્યોતનદ્વારા પ્રમાણના અંગભૂત છે, આમ બોલે છે. તે મતની અપેક્ષાએ અહીં પ્રત્યેક વાક્યનું પ્રમાણરૂપપણું દર્શાવેલ છે. વળી આ મતમાં નય અને દુર્નયનો વિભાગ નથી, કેમ કે-અર્થની દૃષ્ટિએ કોઈ જાતનો વિશેષ નથી.
કેટલાક આચાર્યો, જેમ કે-કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજે, “અન્ય યો-વા-ધા-શ્લોક ૨૮માં, ‘પદાર્થ સર્વથા સત્ છે, એ દુર્નયવાક્ય છે : “સત્ છે'-એ વાક્ય નયવાક્ય છે: “કથંચિત્ સત્ છે – એ પ્રમાણવાક્ય છે : આ ત્રણ પ્રકારે અર્થનિર્ણય કરેલ છે.” આ પ્રમાણે પ્રમાણ-નય-દુર્નયરૂપે વિભાગ કરીને કથન કરેલ છે. આકરમાં (મૂળ ગ્રંથમાં) નય અને નયાભાસો પણ સ્પષ્ટ જણાવેલ છે, માટે નય અને દુર્નયનો ભેદ છે.
એકાન્તવાદરૂપ જ અવધારણી ભાષાનો નિષેધ કરેલ છે પરંતુ નયરૂપ અવધારણી ભાષાનો નિષેધ કરેલ નથી, કેમ કે-નયરૂપ ભાષા તો પ્રમાણના પરિકર-અંગરૂપ છે : કેમ કે-પ્રમાણ આત્મક મહાવાક્યજન્ય શાબ્દબોધજનક અવાજોર (તદંતર્ગત અંગભૂત) વાક્યર્થ જ્ઞાનજનક હોઈ અથવા તાદશ જ્ઞાનની અનુકૂળ આકાંક્ષાનું ઉત્થાપક હોઈ, નયવાક્ય શિષ્યમતિનું વિકાસક-વિસ્તારક છે. એથી જ નય પણ આદરયોગ્ય જ છે.
ખરેખર, પ્રમાણવાક્યનો પણ અનેકાન્તની રૂચિથી શોભતા વિશિષ્ટ પુરુષને ઉદ્દેશીને પ્રયોગ કરાય છે. તેથી “ચાત્ જ્ઞાનાદિ લક્ષણવાળો જીવ’ આવું પણ વાક્ય સુનયવાક્ય જ છે, કેમ કે-એક લંગરૂપ છે.