Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
२२८
तत्त्वन्यायविभाकरे
વચનના ગુણ-દોષના અનુસારે વક્તાના ગુણ-દોષ પરીક્ષણીય બને છે. આમ વચન સંબંધીથી આનું દોષપણું છે. આ પ્રમાણે અપ્રદર્શિત વ્યતિરેકમાં પણ જાણવું. હવે વિપરીત અન્વય નામના નવમાને બતાવે છે કે- તન્નેવે'તિ ” પૂર્વે ઉપદર્શિત “શબ્દ અનિત્ય છે, કેમ કે-કાર્ય છે. જેમ કે-ઘટ. આ પ્રમાણે અહીં જ. “નિત્ય'મિતિ ' જે કૃતક છે, તે અનિત્ય છે-એમ નહીં કહીને, જે અનિત્ય છે, તે કૃતક છેએમ કહેલ છે. ખરેખર, અન્વયમાં પહેલાં હેતુ બતાવીને સાધ્ય બતાવવું જોઈએ. અહીં તો ઉલ્ટી રીતે દેખાડેલ હોઈ વિપરીત અન્વય છે, એવો ભાવ છે.
શંકા – જે અનિત્ય છે, તે કૃતક છે. આ પ્રમાણે અહીં પ્રદર્શિત થવા છતાં, વ્યભિચારના અભાવથી કોઈ અનુપપત્તિ નથી ને?
સમાધાન – સમવ્યાપ્તિવાળા સ્થળમાં તથાપણું હોવા છતાં “શબ્દ અનિત્ય છે, કેમ કેપ્રયત્નાનન્તરીયક છે. ઇત્યાદિ વિષમ વ્યાપ્ત હેતુના સ્થળમાં જે અનિય, તે પ્રયત્નાનન્તરીયક છે. આમ કહેવામાં વિજળી આદિમાં વ્યભિચારથી અનુપપત્તિ છે. સાધર્યના પ્રયોગમાં સાધન જ પૂર્વે દેખાડવું જોઈએ.
પૂર્વપક્ષ – અહીં કેટલાક, અનન્વય-અપ્રદર્શિતાન્વય-વિપરીતાન્વયરૂપ ત્રણ દષ્ટાન્તોનું કથન બરોબર યુક્તિયુક્ત નથી. તથાપિ અનન્વય દૃષ્ટાન્નાભાસ થઈ શકતો નથી. ખરેખર, જો દષ્ટાન્તના બળથી સાધ્ય-સાધનની વ્યાપ્તિ પ્રતિપાદિત કરાય, તો અનન્વય દષ્ટાન્તાભાસ છે, કેમ કે-સ્વકાર્ય કરવાનો અભાવ છે. જ્યારે પૂર્વપ્રવૃત્ત થયેલ સંબંધ ગ્રાહકપ્રમાણવિષયના સ્મરણના સંપાદન માટે દિષ્ટાન્તનું કથન છે, ત્યારે અનવયરૂપ દષ્ટાન્તાભાસ નથી. તો શું હેતુનો જ દોષ છે? કેમ કે-હજુ સુધી પ્રતિબંધ (વ્યાપ્તિ) પ્રમાણથી અપ્રતિષ્ઠિત હોઈ પ્રતિબંધના અભાવમાં અન્વયનો અભાવ છે. વળી હેતુદોષ પણ દષ્ટાન્તમાં નહીં કહેવો, કેમ કે-અતિપ્રસંગ છે. તેમજ અપ્રદર્શિતાન્વય અને વિપરીતાન્વય પણ દૃષ્ટાન્તાભાસરૂપ નથી, કેમ કે-અન્વયનું અપ્રદર્શન-વિપરીત અન્વયનું પ્રદર્શન વક્તાના દોષરૂપ છે. તે વક્તાના દોષદ્વારા પણ દષ્ટાન્તાભાસ તરીકે પ્રતિપાદનમાં તેની સંખ્યાની મર્યાદા રહી શકતી નથી, કેમ કે-વક્તાના દોષો અનન્ત છે.
શંકા – ભલે, આ બંને વક્તાના દોષરૂપે હોય ! પરંતુ પરાર્થ અનુમાનમાં તે બંનેની કુશળતાની અપેક્ષા છે જ. અન્યથા, ઉપન્યાસમાં જિજ્ઞાસિત અર્થનો અસાધક કેમ ન બને?
સમાધાન – જો આમ છે, તો કરણોની અપટુતા આદિમાં પણ દષ્ટાન્ત આભાસપણાની આપત્તિ થાય ! કેમ કે-ખરેખર, કરણોની પટુતા વગર પરને સમજાવી શકતું નથી. વળી વિસ્પષ્ટ વર્ણના અગ્રહણમાં વ્યક્તપણે તેના અર્થના જ્ઞાનનો અભાવ છે, એમ કહે છે.
ઉત્તરપક્ષ – તમારું ઉપરોક્ત કથન બરોબર નથી, કેમ કે-સાચે જ બીજાને માટે વ્યાપ્તિના પ્રતિપાદનનું સ્થાન દૃષ્ટાન્ત કહેવાય છે. પ્રતિપાદ્યના અનુસારે પરાર્થના અનુમાનમાં ઉદાહરણ અનુજ્ઞાત હોઈ અને તે દષ્ટાન્તના કથનરૂપ છે. તે પણ મહાનસ આદિ દાત્ત. જો સાધ્યસાધનયોગી ન થાય, તો કેવી રીતે તેનાથી વ્યાપ્તિનું સ્મરણ થાય? અને દષ્ટાન્ત અને દષ્ટાન્નાભાસનો વિવેક કેવી રીતે થાય? તેથી અવશ્યમેવ તે સાધ્ય-સાધનયોગવાળો થાય ! અને બીજાને માટે ત્યાં સાધ્ય અને સાધન પ્રદર્શનીય છે. તેથી જ તે બંનેની