Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
२५२
तत्त्वन्यायविभाकरे આકાંક્ષા છે. જેમ કે-ગામાનય-“ગાયને તું લાવ.” ઈત્યાદિ વાક્યમાં રહેલ જે ગોપદ છે, તેનો શાબ્દબોધ અમું પદ વગર થતો નથી; કેમ કે-“ગો આનય એવા વાક્યથી અર્થ પ્રતીત થતો નથી. તેથી “ગોમાનય’ એ વાક્યના અર્થવાક્યના અર્થશાનમાં ગોપદથી પછી આવેલ “અં’પદ સ્વરૂપપદની આકાંક્ષા હેતુ છે. અથવા “ઘ” ઈત્યાદિ સ્થળમાં અવ્યવહિત ઉત્તર– આદિ સંબંધથી “અમ્મદ ઘટ પદવત’ ઈતિ આકારક અમ્મદ વિશેષ્યક ઘટપદપ્રકારક જ્ઞાનની સત્તા હોય છતે “ઘટ સંબંધી કર્મત્વ' એવો બોધ થાય છે. “અમ્ ઘટ' એવા વિપરીત ઉચ્ચારણમાં તો તેવા જ્ઞાનના અભાવથી તેવો શાબ્દબોધ થતો નથી, એથી તેવું આકાંક્ષાજ્ઞાન શાબ્દબોધમાં કારણ છે.
(૨) યોગ્યતા=એક પદાર્થમાં બીજા પદાર્થનો સંબંધ “યોગ્યતા’ કહેવાય છે. જેમ કે- “આગથી સિંચે છે.” અહીં સિંચન કરવાની યોગ્યતા અગ્નિમાં બાધિત છે, માટે આ વાક્યથી શાબ્દબોધ થતો નથી. તેથી એક પદાર્થમાં બીજા પદાર્થનો સંબંધ રહેવો તે જ યોગ્યતા છે.
શંકા – એકવિધિરૂપ અર્થવાળા કૃતિ અને ઇષ્ટ સાધનતામાં પરસ્પર સંબંધ નહીં જ થાય ! કેમ કેઉપરોક્ત યોગ્યતાનો અભાવ છે.
સમાધાન – એકવૃત્તિના વિષયમાં અપરવૃત્તિ વિષયનો સંસર્ગ જ તે યોગ્યતાનો અર્થ છે.
(૩) આસત્તિ એક પદાર્થની ઉપસ્થિતિના વ્યવધાન વગર બીજા પદાર્થની ઉપસ્થિતિ, તેનાથી એકીસાથે અનેક પદાર્થોની ઉપસ્થિતિ છતાં ક્ષતિ નથી. તે અર્થ સિદ્ધ છે કે તે તે પદાર્થના શાબ્દબોધ પ્રત્યે તે તે પદાર્થની ઉપસ્થિતિનું હેતુપણું હોઈ, અવ્યવહિત ઉપસ્થિતિ સિવાય શાબ્દબોધનો અસંભવ છે. (પદોનું વિલંબ વગર ઉચ્ચારણ કરવું સન્નિધિ છે. પહેલા પ્રહરમાં ‘ગાં' અને એના પછીના બીજા પ્રહરમાં “આનય એવું ઉચ્ચારણ કરતાં, એકસાથે નહીં ઉચ્ચારેલા “ગામાનય' ઇત્યાદિ વાક્યથી સંનિધિ નહીં હોવાથી શાબ્દબોધ થતો નથી.
શંકા – “વર્ણોનો સમુદાયપદ'- તે પદોનો સમુદાય વાક્ય-આ પ્રમાણે જે કહેલ છે, ત્યાં વ્યસ્ત પદોના અર્થપ્રતિપાદકપણાની માન્યતામાં “ગાં' ઇત્યાદિ સ્થળમાં “ગૌ” એવા એક વર્ણથી જ ગો આદિ અર્થની પ્રતિપત્તિ થઈ જતાં “અમ્રૂપ દ્વિતીયા વિભક્તિ આદિ વર્ણના ઉચ્ચારણની નિરર્થકતાની આપત્તિ છે ને?
૦ તેનો સમુદાય પણ સંભવતો નથી, કેમ કે-કમથી ઉત્પન્ન વર્ણ આદિનો અનન્તર વિનાશ હોઈ સમુદાયનો અસંભવ છે. વળી એકીસાથે ઉત્પન્ન વર્ણ આદિના સમુદાયની સંભાવના યુક્ત નથી, કારણ કેએક પુરુષની અપેક્ષાએ એકીસાથે વર્ણ આદિનો ઉત્પત્તિનો અસંભવ હોઈ, તે વર્ણ આદિ પ્રતિનિયત સ્થાનકરણ-પ્રયત્નવિશેષોથી જન્ય છે ને?
૦ ભિન્ન ભિન્ન પુરુષોથી પ્રયુક્ત ગ-ઔ-(ગૌ.) ગકાર-ઔકાર અને વિસર્ગોમાં સમુદાયનું અર્થપ્રતિપાદકપણું પ્રત્યક્ષ દેખાયેલું નથી ને?
વળી અંતિમ વર્ણ પૂર્વપૂર્વ વર્ણથી અનુગૃહીત (જનિત-પછીથી ગ્રહણ કરાયેલો) શાબ્દબોધ જનક છે, એવું કથન વ્યાજબી નથી, કેમ કે-પૂર્વ વર્ગોનું અંતિમ વર્ણ પ્રત્યે અનુગ્રાહકપણાનો અભાવ છે. વળી