Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
२४६
तत्त्वन्यायविभाकरे
શબ્દની યથાર્થતા-અયથાર્થતા જેમ દીવો, બીજાની અપેક્ષા વગર જ સ્વસનિહિત શુભ કે અશુભ ભાવને પ્રકાશે છે તેથી તે પ્રદીપનું પદાર્થ-પ્રકાશકત્વ સ્વાભાવિક છે, તેમ પ્રયોગ કરાતો શબ્દ પણ કર્ણગોચર થયેલો, સત્ય કે અસત્ય-સંગત કે અસંગત-સફળ કે નિષ્ફળ-સિદ્ધ કે સાધ્ય વસ્તુની પ્રતીતિ કરાવે છે. એથી આ શબ્દનું અર્થબોધજનનનું સામર્થ્ય સ્વાભાવિક કહેવાય છે. પરંતુ આ શબ્દ સંકેતજ્ઞાનની અપેક્ષાવાળો પદાર્થની પ્રતીતિનો જનક છે. આ પ્રમાણે તો પ્રદીપ કરતાં આ શબ્દમાં વિશેષતા છે, વળી આ પ્રમાણે જ અર્થબોધનું સામર્થ્ય જ આ શબ્દનું સ્વાભાવિક રૂપ છે, પરંતુ શબ્દનિષ્ઠ સત્યાર્થતા કે અસત્યાર્થતાએ પણ સ્વાભાવિક નથી એવા આશયથી કહે છે.
ભાવાર્થ – “વક્તા-પુરુષના ગુણ-દોષની અપેક્ષાએ આ શબ્દની યથાર્થતા અને અયથાર્થતા છે.”
વિવેચન – તથાચ આ શબ્દમાં રહેલ યથાર્થતા અને અયથાર્થતા સ્વભાવ પ્રયુક્ત નથી, પરંતુ પ્રતિપાદક પુરુષમાં રહેલ શુદ્ધતા-અશુદ્ધતારૂપ ગુણ-દોષથી જન્ય છે.
૦ પુરુષમાં રહેલ દયા વગેરે ગુણો અને દ્વેષ વગેરે દોષો પ્રસિદ્ધ જ છે.
૦ જો યથાર્થતા અને અયથાર્થતા સ્વાભાવિક માનવામાં આવે, તો વંચક-અવંચક પુરુષજન્ય વાક્યોમાં વ્યભિચાર અને અવ્યભિચારનો નિયમ ન થાય!
૦ તથાચ સમ્યગ્દર્શ-પવિત્ર પુરુષ, વક્તામાં શબ્દ સંબંધી પ્રતીતિ યથાર્થ છે અને મિથ્યાદર્શા-અપવિત્ર પુરુષ વક્તામાં શાબ્દી પ્રતીતિ અસત્ય અર્થવાળી છે.
अथ तं विभजते -
सोऽयं शब्दो वर्णपदवाक्यरूपेण त्रिविधः । भाषावर्गणात्मकपरमाण्वारब्धो मूर्तिमानकारादिवर्णः । घटादिसमुदायघटकवर्णानामपि प्रत्येकमर्थवत्त्वमेव । तद्वयत्ययेऽर्थान्तरगमनात् ॥ ६ ॥
सोऽयमिति । व्यावर्णितस्वरूपो वचनात्मकोऽयमित्यर्थः । तत्र वर्णं लक्षयति भाषावर्गणेति, अष्टविधासु वर्गणासु भाषायोग्या या वर्गणा तदात्मकपरमाणुभिरारब्धो यो मूर्तिमानकारादिस्स वर्ण इत्यर्थः । परमाण्वारब्ध इति पदेन वर्णस्य पौद्गलिकत्वमादर्शितम्, तत्र मूर्तिमत्त्वं हेतुगर्भविशेषणम्, तथा च यो मूर्तिमान्स पौद्गलिकः यथा घटादयः, मूर्त्तिमांश्च वर्णस्ततः पौद्गलिक इति भावः । न च स्पर्शशून्याश्रयत्वादतिनिबिडप्रदेशे प्रवेशनिर्गमयोरप्रतिघातात् पूर्वं पश्चाच्चावयवानुपलब्धेः सूक्ष्ममूर्त्तद्रव्यान्तराप्रेरकत्वाद्गगनगुणत्वाच्च न वर्णः पौद्गलिक इति वाच्यं सर्वेषां हेत्वाभासत्वात्, तत्र न प्रथमः, शब्दपर्यायस्याश्रयो हि भाषावर्गणा तत्र च स्पर्शो निर्णीयत एव, अनुवातप्रतिवातयोर्विप्रकृष्टनिकटशरीरिणोपलभ्य