Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
દ્વિતીયો મા /સૂત્ર - ૨૧-૩૦-૩૨, પશ્ચિમ વિરો
२३३ व्यतिरेकविपरीतव्यतिरेकाणां वैधर्म्यदृष्टान्तत्वं नाभ्युपयन्ति, अव्यतिरेकिताया हेतुदोषत्वात् इतरयोर्वक्तृदोषत्वादिति, अत्र समाधिस्तु पूर्ववत् ॥
આઠમો-નવમો પ્રકાર ભાવાર્થ – “શબ્દ અનિત્ય છે, કેમ કે-કૃતક છે. જેમ કે-આકાશ. આ દૃષ્ટાન્ન વ્યતિરેકના અપ્રદર્શનથી અપ્રદર્શિત વ્યતિરેકવાળું છે. અહીં જે અકૃતક છે, તે નિત્ય છે એમ કહ્યું છd, ગગનરૂપ દષ્ટાન્ત વિપરીત વ્યતિરેકવાળું છે.” (૮)
વિવેચન – જો કે અહીં આઠમા પ્રકારમાં જે અનિત્ય નથી, તે કૃતક પણ હોતું નથી. આવી વ્યતિરેક વ્યાપ્તિ છે, તો પણ તે વ્યાપ્તિવાદીએ પોતાના વચનથી દર્શાવેલ નહીં હોવાથી, ગગનરૂપ દષ્ટાન્ત અપ્રદર્શિત વ્યતિરેકવાળું કહેવાય છે.
૦ “શબ્દ અનિત્ય છે, કેમ કે-અકૃતક છે. જે કૃતક છે, તે નિત્ય છે. જેમ કે-ગગન. (૯)
અહીં નવમા પ્રકારમાં “જે નિત્ય છે, તે અકૃત છે, કારણ કે-વૈધર્મ સ્થળમાં પહેલાં સાધાભાવ બતાવીને જ સાધનાભાવ દર્શાવવો જોઈએ, એવો નિયમ છે. છતાં ઉલ્ટી રીતે, જેમ કે-જે અકૃતક છે, નિત્ય છે'-એમ દર્શાવેલ હોઈ, દૃષ્ટાન્ત વિપરીત વ્યતિરેકવાળું કહેવાય છે.
૦ અહીં પણ કેટલાક અન્વય વ્યતિરેક-અપ્રદર્શિત વ્યતિરેક-વિપરીત વ્યતિરેકોમાં વૈધર્મ દૃષ્ટાન્તપણાનો સ્વીકાર કરતાં નથી, કેમ કે-અવ્યતિરેક હેતુનો દોષ છે. બીજા બન્નેમાં વસ્તૃદોષ છે. ઇતિ. અહીં સમાધાન તો પૂર્વની માફક સમજવું.
अथोपनयाभासमाह -
पर्वतो वह्निमान् धूमात् यो धूमवान् स वह्निमान् यथा महानसं, वह्निमांश्च पर्वतो धूमवन्महानसं वेत्युपसंहरणे उपनयाभासः ॥३१॥
पर्वत इति । साधर्म्यनिदर्शनमाह य इति, उपनयमाह-वह्निमांश्चेति । साध्यधर्मिणि हेतोरुपसंहरणं हि उपनयो भवति परं भ्रान्त्या साध्यस्य वह्नयादेस्साध्यधर्मिणि पर्वतादावुपसंहरणे उपनयाभास एव स्यादिति भावः, तथैव हेतो—मादेरन्यत्र महानसादावुपसंहारेऽपि स एवेति दर्शयति धूमवन्महानसमिति ॥
- ઉપનયાભાસનું કથન ભાવાર્થ – “પર્વત વહ્નિવાળો છે, કેમ કે-ધૂમ છે. જે ધૂમવાળો છે, તે વદ્વિવાળો છે. જેમ કે-મહાનસ અને વદ્વિવાળી પર્વત છે અથવા ધૂમવાળો મહાનસ. આવા ઉપસંહારમાં “ઉપનયાભાસ' કહેવાય છે.” - વિવેચન – “અહીં મહાનસરૂપ દૃષ્ટાન્ત સાધમ્મ દષ્ટાન્ત છે. સાધ્યના ધર્મીમાં (પક્ષમાં) સાધનનો ઉપસંહાર ઉપનય થાય છે. પરંતુ બ્રાન્તિથી સાધ્ય એવા વતિ આદિના, સાધ્યધર્મી એવા પર્વત આદિમાં