Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
१७६
तत्त्वन्यायविभाकरे
मापका इति प्रतिपत्तव्यम् । जाग्रद्दशाज्ञानं तु न सुप्तोत्थितज्ञानस्य हेतुः, ज्ञानादभिन्नस्यात्मनः कालत्रयस्थायित्वात्सर्वथा चैतन्यविच्छेदस्य कदाप्यसम्भवादिति ॥
હવે સાધ્યાવિરૂદ્ધ પૂર્વચનામક વિધિહેતુને બતાવે છે.
ભાવાર્થ – “શકટ-રોહિણી નક્ષત્ર ઉદય પામશે, કેમકે-કૃત્તિકા નક્ષત્રનો ઉદય થયેલો છે. આમ પૂર્વીર’ સમજવો. (૪)
વિવેચન- કૃત્તિકા નક્ષત્રના ઉદય બાદ મુહૂર્તના અંતમાં અવશ્ય રોહિણી નક્ષત્રનો ઉદય થાય છે, માટે પૂર્વચર કૃત્તિકાનો ઉદય રોહિણીના ઉદયનો ગમન થાય છે.
શંકા - કૃત્તિકાનો ઉદય રોહિણીના ઉદયની પૂર્વે થનાર હોઈ, આ પૂર્વચનામક હેતુ કારણ અવિરૂદ્ધ વિધિહેતુ જ જો થયો કહેવાય, તો તેનાથી જુદો કેવી રીતે?
સમાધાન – માત્ર પૂર્વભાવિત્વરૂપ કારણતા અપ્રયોજક છે. [જે પૂર્વવૃત્તિને કારણ માનવામાં આવે, તો ઘટ પ્રત્યે કાળ-આકાશ-દિશા વગેરેમાં કુંભારના પિતા-દાદા વગેરેમાં પણ પૂર્વવૃત્તિના હિસાબે કારણતાની આપત્તિ આવે ! અવ્યવહિત ઉત્તરતાનો પ્રવેશ કરવામાં કૃત્તિકાના ઉદયમાં કારણતાનું વર્ણન અનુચિત થશે, મુહૂર્ત આદિ કાળવિશેષના નિવેશમાં સ્મૃતિ પ્રત્યે અનુભવનું કારણ પણું નહીં થાય ! એટલું જ નહીં પણ ભરણીના ઉદયમાં પણ કારણતાની પ્રાપ્તિ થશે ! એવો ભાવ છે.] પરંતુ કાર્યસ્વરૂપની પ્રાપ્તિમાં પૂર્વવર્તી હેતુઓમાં જ અન્વય અને વ્યતિરેકથી કારણતાનો નિશ્ચય થાય છે. ખરેખર ! અહીં કૃત્તિકાના ઉદયથી રોહિણીના ઉદયની સ્વરૂપની પ્રાપ્તિ નથી, કેમ કે-અવ્યવહિત તેના પછી તેના ઉદયનો અભાવ છે. જો કાળવિશેષની અપેક્ષાથી તેનાથી તેના ઉદયપણાને સ્વીકારવામાં આવે, તો અશ્વિની ઉદય આદિમાં પણ હેતુતાનો પ્રસંગ છે. તેથી કૃત્તિકાનો ઉદય પૂર્વચર જ છે-કારણ નથી, માટે તેનું દષ્ટાન્ત વ્યાજબી છે.
તેવી જ રીતે પ્રયોગ છે કે જેના પછી તરત જ નથી, તેનાથી તેની ઉત્પત્તિ નથી, જેમ કે ભવિષ્યમાં થનાર શંખચક્રવર્તીના કાળમાં રાવણ આદિ નથી. (અસતુ છે.) તેવી જ રીતે શબ્દના ઉદય આદિના અનંતર કૃત્તિકા ઉદય આદિ નથી, માટે કારણ નથી. (આનન્તરિયત્વનો અભાવ છે.)
શંકા – આ પ્રમાણે વ્યવહિત કાર્ય-કારણમાં કાર્ય-કારણભાવનો અભાવ માનવામાં જાગતાનું સંવેદન તથા પહેલાં સુતેલામાં અને પછી ઉઠેલામાં થનાર સંવેદનમાં, તેમજ ભવિષ્યના મરણ પ્રત્યે આધુનિક ધ્રુવનું અદર્શન આદિરૂપ અરિષ્ટ અનિષ્ટસૂચક ઉત્પાત વગેરે મરણચિહ્ન)માં કાર્ય-કારણભાવ નહિ જ થાય ને?
સમાધાન – આ આપત્તિ ઈષ્ટાપત્તિરૂપ છે, કેમ કે-ઉપરોક્ત બંને વ્યવડિતોમાં વ્યવહિતપણું હોઈ વ્યાપારની પરાઠુખતા (રહિતતા) છે. વળી અન્વય અને વ્યતિરેકદ્વારા વ્યાપારસાપેક્ષ (અપેક્ષાવાળા) કાર્યકારણમાં જ કાર્ય-કારણભાવનો નિશ્ચય છે. તેમજ જોયેલું છે કે-ઘટ પ્રત્યે વ્યાપારવિશિષ્ટ જ કુંભારનું કારણપણું છે.
૦ વળી અહીં વ્યવડિતોમાં વ્યાપારની કલ્પના વ્યાજબી નથી, કેમ કે-અતિપ્રસંગ છે-પરંપરાથી વ્યવહિત અન્યોમાં કારણતાનો પ્રસંગ છે.