Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
२०१
द्वितीयो भाग / सूत्र - १, पञ्चमः किरणे तत्स्वरूपप्रदर्शनस्यावश्यकतयाऽत्र त्रैविध्यमादर्शितम्, केचिच्च तीर्थान्तरीयोपन्यस्तहेतुषु प्रत्येकं दोषत्रयं मन्यन्ते यथा अनित्य एव शब्दः कृतकत्वादित्यादौ कृतकत्वमसिद्ध, एकान्तानित्ये तदसम्भवात् । नित्यानित्यात्मकस्यैव कृतकत्वसम्भवात् । एकान्तानित्यविपरीतनित्यानित्यात्मकस्यैव शब्दस्य साधकत्वेन विरुद्धम् । विपक्षेऽपि नित्ये वर्तमानत्वाच्चानैकान्तिकमपीति ॥ अकिञ्चित्करोऽपि न हेत्वाभासान्तरं तद्धि सिद्धसाधनरूपं बाधितविषयरूपञ्च, द्विविधमपीदमप्रयोजकापराभिधानं पक्षदोषेष्वेवान्तर्गतम् । न च यत्र पक्षदोषस्तत्रावश्यं हेतुदोषोऽपि वाच्य इति वाच्यं तथा सति दृष्टान्तादिदोषस्याप्यवश्यं वाच्यत्वापत्तेरिति ॥
આભાસનિરૂપણ નામક પંચમ કિરણ હેતુપ્રસંગથી હેત્વાભાસોના નિરૂપણનો ઉપક્રમ કરે છે. ભાવાર્થ – “અસિદ્ધ, વિરૂદ્ધ અને અનૈકાન્તિક-એમ ત્રણ હેત્વાભાસો છે.”
વિવેચન – હેતુ નથી પણ હેતુની માફક ભાસે છે. અર્થાત્ દુષ્ટ હેતુઓ “હત્વાભાસો' કહેવાય છે. નિશ્ચિત વ્યાપ્તિરૂપ હેતુસ્વરૂપની અપ્રતીતિ, વિપયસ તથા સંદેહથી અને પંચમી વિભક્તિનું અંતપણું હોઈ, હેતુની માફક આભાસમાન હોવાથી અસિદ્ધ આદિનું હેત્વાભાસપણું જાણવું.
૦ “ત્રણ'-એવું કથન બીજી સંખ્યાના વ્યવચ્છેદ માટે છે, તેથી બાધ અને સત્યંતિપક્ષમાં હેત્વાભાસપણાનો વ્યવચ્છેદ : કેમ કે-બાધનો અંતર્ભાવ પક્ષના દોષોમાં છે. સપ્રતિપક્ષમાં તો દોષપણાનો અસંભવ છે. પૂર્વે કહેલ લક્ષણવાળા અનુમાનનો પ્રયોગ અદૂષિત હોય છતે બીજા અનુમાનનો અસંભવ છે, કેમ કે-સમાન બળવાળા સાધ્ય અને સાધ્યાભાવના સાધક બે હેતુઓ હોય છતે પણ, ત્યાં પ્રકૃતિ સાધ્યસાધનની વ્યાપ્તિનો અનિશ્ચય હોય છતે, અસિદ્ધમાં જ (સત્રતિપક્ષનો) અંતર્ભાવનો સંભવ છે. અહીં આ જાણવું કે-અનેકાન્તવિરૂદ્ધ બુદ્ધિવાળાઓએ મૂકેલા “સઘળા હેતુઓ અસિદ્ધ જ છે. આમ એક પ્રકારનો જ હેત્વાભાસ છે, એમ શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજીનો મત છે. વિરૂદ્ધ જ હેત્વાભાસ છે.” “એક વિરૂદ્ધને જ હેત્વાભાસ તરીકે માનનાર મલ્યવાદીસૂરિ છે.” સમન્નુભદ્રાચાર્ય તો “દુષ્ટ હેતુઓ જ અનૈકાન્તિક જ હોય છે.” તે અનૈકાન્તિકને જ હેત્વાભાસરૂપે માને છે. બાકીના બધા હેત્વાભાસો તેમાં જ અંતર્ગત થાય છે. કહ્યું છે કે–“સિદ્ધસેનનો અસિદ્ધ, મલ્લવાદીનો વિરૂદ્ધ અને અનૈકાન્તિક સમન્તભદ્રનો હેતુ એકાન્ત સાધનામાં છે.” તેથી આ ઈષ્ટ હોવા છતાં અત્યંત સંક્ષેપરૂપ હોઈ, શિષ્યમતિના વિકાસ કરવા માટે તેના સ્વરૂપના પ્રદર્શનની આવશ્યકતા હોઈ અહીં હેત્વાભાસોના ત્રણ પ્રકારો દર્શાવ્યા છે. [શબ્દ નિત્ય છે, કેમ કેઅનિત્યધર્મની ઉપલબ્ધિનો અભાવ છે. (૨) અહીં જે સત્પતિપક્ષપણું કહેવાનું છે તે ઘટતું નથી, કેમ કેપક્ષમાં હેતુનું અસત્ત્વ હોઈ અસિદ્ધ જ દોષરૂપ છે. સાધ્યધર્મ વિશિષ્ટ ધર્મીપક્ષમાં હેતુની સિદ્ધિ હોયે છતે હેતુમાં ગમકપણું જ થાય! અવિનાભાવની સત્તાથી પછી ત્યાં સાધ્ય સિદ્ધ થાય છે. હમણાં નહીં-એમ જો છે, તો વિરૂદ્ધતા થાય ! હમણાં અહીં સાધ્યનો સંદેહ છે-એમ જો છે, તો અનૈકાન્તિકતા થાય ! “પક્ષમાં