Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
द्वितीयो भाग / सूत्र - ७-८, पञ्चमः किरणे
२०९
ધર્મવિશેષ વિપરીત સાધક અને ધર્માવિશેષ વિપરીત સાધક-એમ વિરૂદ્ધના બે પ્રકારો જે માને છે તે ઠીક નથી, કેમ કે સર્વ અનુમાનના ઉચ્છેદનો પ્રસંગ આવે છે. તથાહિ=પર્વતરૂપ અધિકરણવાળો ધૂમ, સિષાધયિષિત વહ્નિવિશેષના વિપર્યય સાધકપણાએ વિરૂદ્ધ છે એમ કહેવું જોઈએ. વળી તે ત્યારે થાય, કે
જ્યારે ધૂમ સામાન્ય ઉપન્યાસથી વહ્નિવિશેષ જિજ્ઞાસાવિષય થાય ! અને જયારે વિશેષ સાધ્યને ઇચ્છનારવડે વિશિષ્ટ જ હેતુ ઉપન્યસ્ત થાય, ત્યારે કહેલો દોષ નથી. ધર્માવિશેષ વિપરીત સાધકહેતુ પણ વિરૂદ્ધ નથી. અન્યથા, જે જે ધૂમવાળો છે, તે તે પર્વત નથી. જેમ કે-મહાનલ. આ પ્રમાણે ધર્મીના તિરસ્કારથી ધૂમ પણ હેતુ ન થાય. તથાચ અનુમાન માત્રના વિલોપની આપત્તિથી આ બંને વિરૂદ્ધ હેત્વાભાસરૂપ નથી, એમ જાણવું.)
अधुनानैकान्तिकं निरूपयति -
सन्दिग्धव्याप्तिको हेतुरनैकान्तिकः । स द्विविधस्सन्दिग्धविपक्षवृत्तिको निर्णीतविपक्षवृतिकश्चेति ॥७॥
सन्दिग्धेति । यस्य हेतोर्व्याप्तिस्सन्दिह्यते स हेतुरनैकान्तिक इत्यर्थः । अयं हि साध्येन विना हेतो वस्य संशये निर्णये वा भवतीत्याशयेन तस्य द्वैविध्यमाह स द्विविध इति । सन्दिग्धेति विपक्षे यस्य वृत्तिस्सन्दिग्धा स इत्यर्थः, निर्णीतेति, विपक्षे यस्य वृत्तिनिर्णीता स इत्यर्थः, विरुद्धो हेतुस्तु विपक्ष एव वृत्तितया निर्णीत इति न साङ्कर्यम् ॥
હવે અનૈકાન્તિક હેત્વાભાસને કહે છે ભાવાર્થ – “જે હેતુની વ્યાપ્તિ સંદિગ્ધ હોય છે, તે હેતુ “અનૈકાન્તિક.” તે (૧) સંદિગ્ધ વિપક્ષવૃત્તિ અને (૨) નિર્ણિત વિપક્ષવૃત્તિકરૂપે બે પ્રકારનો છે.
વિવેચન – જે હેતુની વ્યાપ્તિ સંદિગ્ધ હોય, તે હેતુ અનૈકાત્તિક કહેવાય. ખરેખર, આ સાધ્ય સિવાય હેતુભાવના સંશયમાં કે નિર્ણયમાં થાય છે. આવા આશયથી તેના બે પ્રકારો કહે છે. “સ દિવિધ તિ !' “ ધેતિ ' જેની વૃત્તિ વિપક્ષમાં સંદિગ્ધ છે, તે સંદિગ્ધ વિપક્ષવૃત્તિ વિપક્ષમાં નિર્ણિત છે. તે નિર્ણિત વિપક્ષવૃત્તિક અનૈકાત્તિક કહેવાય છે. વિરૂદ્ધ હેતુઓ વિપક્ષમાં જ વૃત્તિપણાએ નિર્ણિત છે, માટે સંકરતા નથી. ત્યાં પ્રથમનું દષ્ટાન્ત કહે છે.
तत्राद्यस्य निदर्शनमाह -
आद्यो यथा विवादापन्नः पुरुषो न सर्वज्ञो वक्तृत्वादिति । अत्र विपक्षे सर्वज्ञे वक्तृत्वं सन्दिग्धम् ॥८॥
आद्य इति । सन्दिग्धविपक्षवृत्तिक इत्यर्थः, दोषं हेतौ सङ्कमयति अत्रेति, सन्दिग्धमिति, सर्वज्ञः किं वक्ता नवेति संशयात्,न च वक्तुः सर्वज्ञस्य केनाप्यदर्शनान्न वक्ता स इति निश्चीयत