Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
१९०
तत्त्वन्यायविभाकरे
[આ કથનથી આ અનુમાનવચનની અનુવાદ માત્રતા નથી, કેમ કે-બીજાથી અધિગત અર્થનો ઉપદેશક નથી. અન્યથા, આપ્તવચનમાં પણ અનુવાદ માત્રતા થઈ જશે, કેમ કે-હમણાં પોતે જાણેલા અર્થનો બોધક છે એમ સૂચવેલ છે.] કેમ કે-કારણમાં કાર્યનો ઉપચાર છે. ખરેખર, “અનુમાનદ્વારા આને માટે સમજાવવાનો છે.'-આવા અભિપ્રાયવાળા પુરુષથી પ્રયુક્ત પક્ષ આદિના વચનથી, પર એવા શ્રોતામાં વ્યાપ્તિવિશિષ્ટ હેતુના સ્મરણ આદિ દ્વારા સાધ્યવિજ્ઞાનરૂપ અનુમાન ઉદય પામે છે.
શંકા – ઉપચાર ત્યાં થાય છે, કે જયાં મુખ્યનો બાધ, પ્રયોજન અને સંબંધ હોય, તો અહીં કેવી રીતે ઉપચારપણું છે?
સમાધાન – ખરેખર, જ્ઞાન જ પ્રમાણ કહેવાય છે, તો પરાર્થ અનુમાનરૂપ જડરૂપ વચન કેવી રીતે પ્રમાણ કહેવાય? થાય? માટે જ્ઞાન પ્રમાણ છે. આવી રીતના મુખ્યનો બાધ, કારણોત્તર વિલક્ષણતાથી કાર્યકારિપણું આનું પ્રયોજન છે. પક્ષ આદિના વચનની માફક બીજા કોઈપણમાં - પરમાં અનુમાનની જનકતાની અપ્રસિદ્ધિ છે. સંબંધ પણ કાર્યકારણભાવરૂપ વર્તે જ છે. “અનુમાનથી મારે આને સમજાવવાનો છે'-આવી ઈચ્છાથી વક્તા, પક્ષ આદિ વચનનો પ્રયોગ કરે છે. શ્રોતા પણ આ વચનના શ્રવણદ્વારા, વ્યાપ્તિવાળા લિંગથી આ અર્થને જાણનારો થયો એમ માને છે. આવી રીતે શ્રોતામાં પ્રતીતિનું કારણ પણું છે.
ननु परः कतिभिर्वचनैर्व्याप्तिमलिङ्गमवबुध्यत इत्यत्राह - वचनञ्च प्रतिज्ञाहेत्वात्मकम् । मन्दमतिमाश्रित्य तूदाहरणोपनयनिगमनान्यपि ।३८।
वचनञ्चेति । प्रतिपाद्या हि विचित्राः केऽपि व्युत्पन्नमतयः केऽपि नितरामव्युत्पन्ना नितरां केचिद्व्युत्पन्नाः, तत्र व्युत्पन्नमतिः प्रतिज्ञावचनेन हेतुवचनेन व्युत्पादयितुं शक्यः, नितरां व्युत्पन्नस्तु केवलं हेतुवचनेन व्युत्पादितो भवति तस्मान्मुख्यतया प्रतिज्ञारूपं हेतुरूपञ्च द्विविधवचनमुपयोगि, तावतैव प्रतिपन्नविस्मृतव्याप्तेः प्रमातुस्साध्यप्रतिपत्तेर्नियमेनोदयात्, अतस्तं प्रति दृष्टान्तादिवचनं व्यर्थमेव । व्याप्तिनिर्णयस्यापि तस्य तर्कप्रमाणादेव जातत्वात् प्रतिनियतव्यक्तिरूपदृष्टान्तस्य सर्वोपसंहारेण व्याप्तिबोधनाननुकूलत्वादिति भावः, ननु परार्थप्रवृत्तैः कारुणिकैः परे यथाकथञ्चिद्बोधयितव्या न तेषां प्रतीतिभङ्गः करणीयस्तस्माद्यथा यथा परस्य सुखेन साध्यप्रतिपत्तिर्भवेत्तथा तथा प्रतिपादकेन प्रतिपादनीयः, बोध्यास्तु नैकविधास्तथा चाव्युत्पन्नप्रज्ञान् प्रति कदाचिदुदाहरणोपनयनिगमनान्यपि वक्तव्यान्येव भवन्तीति मन्वानः प्राह मन्दमतिमिति । अपिशब्दोऽनुक्तसमुच्चायकः तेन प्रतिज्ञाशुद्धिहेतुशुद्धिदृष्टान्तशुद्ध्युपनयशुद्धिनिगमनशुद्धीनां ग्रहणम्, तथा च कथाया बोध्यापेक्षया जघन्य
१. पक्षहेतुवचनाभ्यामेवाविस्मृतव्याप्तिकः पुरुषो बोधयितुं शक्य इति न तदर्थं दृष्टान्तवचनस्यावश्यकता, व्याप्तिनिर्णयस्तु तर्कादेव व्याप्तिस्मृतिरपि व्युत्पन्नस्य पक्षहेतुप्रदर्शनाभ्यामेव भवति, उपनयनिगमने अपि न परप्रतिपत्त्यर्थं भवतः, समर्थनं विनाऽसम्भवादिति भावः ॥