Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
तत्त्वन्यायविभाकरे
१७४ चेन्मैवम्, आस्वाद्यमानफलनिष्ठरसेन तज्जनिकां सामग्रीमनुमाय तया रूपानुमानस्य सौगतेन त्वयाऽप्यभ्युपगमात् । प्राक्तनो हि रूपक्षणः सजातीयं रूपक्षणान्तरलक्षणं कार्यं करोतीत्येवं रूपानुमानमिच्छद्भिरिष्टमेव किञ्चित्कारणं लिङ्गतया, प्राक्तनस्य रूपक्षणस्य सजातीयरूपक्षणान्तराव्यभिचारात् । अन्यथा रससमानकालभाविनो रूपस्य प्रतिपत्त्यनुपपत्तेः । कारणत्वमपि नानुकूलत्वमानं किन्तु कार्याविनाभावित्वेन निश्चितं विशिष्टमेव, यत्र हि सामर्थ्याप्रतिबन्धः कारणान्तरावैकल्यञ्च निश्चीयते तस्यैव हेतुत्वमन्यथा तृप्त्याद्यर्थं भोजनादावप्यप्रवृत्तेनिखिलव्यवहारोच्छेदः प्रसज्येतेति ॥ ,
સાધ્યથી અવિરૂદ્ધ કારણરૂપ વિધિહેતુને દષ્ટાન્તરૂપે દર્શાવે છે. ભાવાર્થ – “વૃષ્ટિ થશે,” કેમ કે વિલક્ષણ મેઘનો ઉપલંભ છે. આ પ્રમાણે કારણ આત્મક હેતુ છે.”
વિવેચન - વિલક્ષણપદથી અતિશયવાળા ઉન્નતત્વ આદિ ધર્મથી સહિતપણું વિવક્ષિત છે, કારણ કે તે જ વૃષ્ટિનું કારણ છે.
શંકા – કારણ કાર્યનું નમક નથી, કેમ કે-કાર્યની સાથે અવિનાભાવનો અભાવ છે. પ્રતિબંધકથી કે વિનાશ કાર્યનો અભાવ છે. અવશ્ય “કારણો કાર્યવાળા છે' એવો નિયમ નથી. અથવા કારણવિશેષમાં ગમકપણું નથી, કેમ કે-વિશેષનો નિશ્ચય અશક્ય છે. પ્રચંડ વિજળીવાળા મેઘો પણ વરસાદ કર્યા સિવાય અટકતા દેખાય છે ને ? [વળી અંતિમ કારણમાં વ્યાપ્તપણે (વ્યાપ્તિ) નથી. આમ થયે છતે બાપ્તિસ્મરણકાળમાં જ કાર્ય, પ્રત્યક્ષ માનવામાં અનુમાનની વિકલતા (અભાવ) થાય, એમ પણ જાણવું.]
સમાધાન – ચખાતા ફળમાં રહેલ રસવડે તે ફળની જનસામગ્રીનું અનુમાન કરીને, તે સામગ્રીદ્વારા રૂપનું અનુમાન, હે સૌગત ! તે પણ માનેલ છે ને ? કારણ કે-પૂર્વનો રૂ૫ક્ષણ, સમાનજાતીયરૂપ ક્ષણાન્તરરૂપી કાર્યને કરે છે. આ પ્રમાણે રૂપના અનુમાનને ઇચ્છનારાઓને હેતુપણાએ કિંચિત્ કારણ ઈષ્ટ જ છે, કેમ કે-પૂર્વના રૂપષણમાં સજાતીયરૂપ ક્ષણાન્તરનો અવ્યભિચાર-નિયમ-વ્યાપ્તિ છે..
પૂર્વના રૂપષણમાં સજાતીયરૂપ ક્ષણાન્તરની વ્યાપ્તિ જો ન માનવામાં આવે, તો રસના સમાનકાળમાં થનાર (રહેનાર) રૂપની પ્રતિપત્તિની ઉપપત્તિ થઈ શકે નહીં. (અહીં વિશિષ્ટ કારણને જ ગમકરૂપે માનેલ છે અને વિશિષ્ટતા એટલે સમર્થતા તથા તે વિકલતા કે પ્રતિબંધથી મેળવાતી નથી, અને સામર્થ્ય જયાં પ્રતિબંધકથી પ્રતિબદ્ધ નથી, તેવું કારણ લિંગ તરીકે ગણાય છે તથા તેનો નિશ્ચય નિપુણ પ્રમાતાઓમાં જ સંભવે છે.
१. तथा च विशिष्टं कारणमेव लिङ्गम्, विशिष्टता च समर्थतैव, सा च वैकल्येन प्रतिबन्धेन वा न प्राप्यते यादृशञ्च सामर्थ्य यत्र न प्रतिबद्धं तादृशं कारणं लिङ्गं भवितुमर्हति, तन्निश्चयश्च निपुणानां प्रमातृणां सम्भवत्येव, यत्र कार्यस्य व्यभिचारस्तत्रापि न कारणस्य दोषः किन्तु प्रमातृदोष एव, अन्यथा सकलव्यवहारविलोपप्रसङ्गः स्यादिति भावः ॥