Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
द्वितीयो भाग / सूत्र - ३, तृतीयः किरणे
१२५
એ બંનેમાંથી કોઈ એકબીજાથી વાસ્તવિકપણામાં ઉતરતું નથી. વાસ્તુ એ બંનેમાંથી ગમે તે દ્વારા થતાં બોધનો પ્રત્યભિજ્ઞાનમાં સમાવેશ કરવો જોઈએ. “ગોસદશ ગવય' આવા અતિદેશ વાક્યના અર્થ, સ્મૃતિરૂપ વ્યાપારવાળા' ગોસદશ “આ' આવા જ્ઞાનથી પેદા થયેલ ગવયપદનો ગવયરૂપ અર્થ સાથે શક્તિરૂપ વિષયક “આ ગવયપદ વાચ્ય છે અથવા ગવય, ગવયપદ વાચ્ય છે–આવું જ્ઞાન ઉપમિતિરૂપે સ્વીકારાય છે તે ઠીક નથી, કેમ કે તેનું જ્ઞાન પણ સંકલનાત્મક હોઈ પ્રત્યભિજ્ઞાન જ છે.
૦ અરણ્યવાસીને ગામડિયાએ પૂછ્યું કે –“રોઝ કોના જેવો છે?' આ વય શબ્દના અર્થના અજાણ ગામડિયાના પ્રશ્ન પછી, ગવય શબ્દ પ્રવૃત્તિનિમિત્ત ગવયત્વ ઉપલક્ષક ગોસાદશ્યના સમાનાધિકરણ્યથી ગવય શબ્દ વાચ્યત્વનું પ્રતિપાદક “ગોસદશ ગવય-એવા અતિદેશ (જાણેલી વસ્તુના ધર્મનું નવી વસ્તુમાં આરોપણવાક્ય છે, કે જે અરણ્યવાસીએ કહેલ છે.) વાક્યના અર્થનું જ્ઞાન જે “આ ગવયપદ વાચ્ય છે ઉપમાન પ્રત્યે કારણ છે. વનમાં ગયેલા ગામડિયાને જે ગવયનું દર્શન થયે છતે, “ગાયના સરખો આ છે’ આવું પ્રત્યક્ષ છે, તે ઉપમાન પ્રત્યે વ્યાપાર છે. ત્યારબાદ “આ ગવયપદ વાચ્ય છે' આવું જ્ઞાન ઉપમાનરૂપ છે અર્થાત્ અતિદેશ વાક્યર્થ કરણવાળું સાદેશ્ય વિશિષ્ટ પિંડના દર્શનરૂપ વ્યાપારવાળું, સંજ્ઞા (ગવાય એવું નામ) અને સંજ્ઞી(ગવરૂપ અથ)ના સંબંધનું (ગવયપદથી ગવય અર્થ જાણવો જોઈએ, એવો સંકેતરૂપ સંબધનું) જ્ઞાન એટલે “ગવય ગવયપદ વાચ્ય' એ રૂપ જે જ્ઞાન, તે ઉપમાન કહેવાય છે. એવું કથન ઉપરોક્ત વિવેચનથી ખંડિત થાય છે, કેમ કે-આ ઉપમાનરૂપ જ્ઞાનમાં પ્રત્યભિજ્ઞાનપણાનું અતિક્રમણ નથી. ઈદતાવડે અનુભૂત ગવય આદિ વ્યક્તિમાં ગવય આદિ પદ વાચ્યત્વનું સંકલન છે.
શંકા – ઈદંતાવડે જ ગવયનો અનુભવ હોઈ ગવયત્વ વિશિષ્ટમાં જે ગવયપદ વાત છે, તે ઉપમાનનો વિષય હોઈ પ્રત્યભિજ્ઞાનથી તેની સિદ્ધિ નથી, કેમ કે તે પ્રત્યભિજ્ઞાનમાં ગવયત્વરૂપે ગવયપદ વાચ્યત્વનો અનુભવ નથી જ ને?
સમાધાન – પ્રત્યભિજ્ઞાનાવરણકર્મના ક્ષયોપશમવિશેષથી, જે ધર્મની અપેક્ષાએ અતિદેશવાક્ય દ્વારા અનુવાદ કરીને (અનુવાદયોગ્ય) ધર્મનું દર્શન છે, તે જ ધર્મની અપેક્ષાએ પદવાઓત્વનું જ્ઞાન પ્રત્યભિજ્ઞાનમાં ઉત્પન્ન થાય છે.
[‘ગોસદશ ગવય' એવું અતિદેશવાક્ય છે. ત્યાં ગવયપદ, ગવયપદ વાચ્યપરાયણ છે. તે વાક્ય ગોસદશ્યનો અનુવાદ કરીને, તે ગોસદશ્યના સમાનાધિકરણથી ગવયપદ વાચ્યત્વને કરે છે તેનો અનૂઘધર્મ ગોસદશ્ય છે, તેનો ગવયત્વની અપેક્ષાએ દર્શન છે. આવી રીતે પ્રત્યભિજ્ઞાનાવરણકર્મના ક્ષયોપશમવિશેષથી ગવય–ાવચ્છેદકથી જ ગવયપદ વાચ્યત્વના જ્ઞાનની ઉપપત્તિ હોવાથી નિર્ણય આત્મકજ્ઞાનનો સંભવ છે.]
૦ આ પ્રમાણે વૈધર્મવિષયક પ્રત્યભિજ્ઞાનના દષ્ટાન્તને કહે છે કે “વૈતક્ષષેતિ /' ગોદર્શનથી કરેલ સંસ્કારવાળો જ્યારે મહિષના દર્શન કરે છે, ત્યારે તે મહિષદર્શકમાં પેદા થતી આ પ્રતીતિ સંકલન આત્મક હોઈ વિસંદેશવિષયક પ્રત્યભિજ્ઞાન કહેવાય છે. હવે પ્રતિયોગિત્વવિષયક પ્રત્યભિજ્ઞાનનું દષ્ટાન્ત આપે છે.
મિતિ ” “આ તેનાથી દૂર છે-સમીપ છે.” “માહિતિ ' અહીં પંચમી વિભક્તિનો અર્થ અવધિ છેપ્રતિયોગિત્વ છે. આ પ્રમાણે આગળ ઉપર સમજવું. ‘ત્યાહીતિ ' અહીં આદિપદથી “રૂંવાટીવાળો, બહાર