Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
१४८
तत्त्वन्यायविभाकरे
અભાવ છે. આવા અવધારણનો સ્વીકાર કરી, લક્ષણપ્રણયનથી તેની અંદર રહેલરૂપે બંને પ્રકારનો પણ લાભ હોઈ, આવી વ્યાપ્તિના અન્યથાઅનુપપત્તિ શબ્દવાપણામાં તે બંનેના પણ ગ્રહણનો સંભવ છે.) તે બંને અન્યથાઅનુપપત્તિ શબ્દગ્રાહ્ય જ છે. તે “થોડપત્તિ' (સહચાર) અને ચેથામનુષપત્તિ' (વ્યભિચારનો અભાવ)માં કોઈ વિશેષ નથી. આવા અભિપ્રાયથી કહે છે કે - “અચાનુપત્તિ મા િશવ્વાતિ ' તેથી એક સ્થળમાં તે બંનેમાંથી કોઈ એકનો પ્રયોગ કર્યો છતે સાધ્યસિદ્ધિ થાય છે, માટે બીજા પ્રયોગની વ્યર્થતા જ છે. એવો ભાવ સૂચિત કરેલ છે. આદિપદથી પ્રતિબંધ અને અવિનાભાવ લેવાના છે. હેતુનિષ્ઠવ્યાપ્તિ જ અનુમાનનું સાધન હોઈ હેતુવ્યાપ્ય છે અને નિરૂપક સાધ્યવ્યાપક છે. માટે કહે છે કે-“અત:' રૂતિ | અર્થાત હેતુનિષ્ઠવ્યાપ્તિ અનુમિતિનો ઉપાય હોવાથી, વ્યાપ્ય એટલે વ્યાપ્તિનો આશ્રય હોવાથી ધૂમ વદ્વિવ્યાપ્ય છે અને ધૂમ વૃત્તિવ્યાપ્તિનો નિરૂપક હોવાથી વહ્નિ ધૂમવ્યાપક છે, એવો ભાવ છે. બંને ઠેકાણે વ્યાપ્ય અને વ્યાપકની વ્યાપ્તિમાં એક આકારવાળી પ્રતીતિની વિષયતા નથી. એ વાતને સ્પષ્ટ કરે છે કે-ધૂમના વ્યાપ્યપણામાં અને વહ્નિના વ્યાપકપણામાં, એવો અર્થ છે.
‘મવä વ્યાપસમિતિ ' વ્યાપકનું સત્ત્વ જ એવો અર્થ છે પરંતુ વ્યાપકનું જ સત્ત્વ એવો અર્થ નહીં કરવો, કેમ કે-વ્યાપકના અભાવનો પ્રસંગ છે, કેમ કે-અવ્યાપક એવા મૂર્તત્વ આદિનું પણ ત્યાં સત્ત્વ છે. (અહીં અયોગવ્યવચ્છેદક અવધારણ છે.) ત્રાપસર્વ પતિ . કારણરૂપ વ્યાપકના સત્ત્વમાં જ કાર્યરૂપ વ્યાપ્ય હોય છે. (અહીં અન્યયોગવ્યવચ્છેદક અવધારણ છે.) તથાચ અયોગવ્યવચ્છેદ અને અન્યયોગવ્યવચ્છેદદ્વારા વિભિન્ન આકારપણું હોઈ, ‘તોપત્તિ' અને “ગગાડનુપત્તિ' રૂપ બંને સ્થળોમાં એક આકારપણાના અભાવથી ઉપર્યુક્ત પ્રમાણે જ વ્યાપ્યવ્યાપકભાવનો નિયમ છે, એવો ભાવ છે.
ईदृशनियमस्य स्वरूपत एकविधत्वेऽप्याश्रयविशेषापेक्षया द्वैविध्यमाहसोऽयं व्याप्त्यपरपर्यायो नियमो द्विविधाः सहभावनियमः, क्रमभावनियमश्चेति ।४।
सोऽयमिति । पूर्वोपदर्शितस्वभावोऽयमित्यर्थः, अस्य नियम इत्यनेन सम्बन्धो नियम एव व्याप्तिरिति सूचयितुमुक्तं व्याप्त्यपरपर्यायं इति । सहेति, हेतुसाध्ययोरेकस्मिन् काले विद्यमानयोर्नियम इत्यर्थः । क्रमेति, पौर्वापर्यक्रमेण जायमानयोस्तयोनियम इत्यर्थः ॥
આવા નિયમનું સ્વરૂપની અપેક્ષાએ એકવિષયપણું હોવા છતાં આશ્રયવિશેષની અપેક્ષાએ નિયમના બે પ્રકારોને કહે છે.
ભાવાર્થ – “તે, આ વ્યાપ્તિ, કે જેનો બીજો પર્યાય છે, એવો નિયમ બે પ્રકારવાળો છે. (૧) સહભાવ નિયમ, (૨) ક્રમભાવ નિયમ છે.”
વિવેચન – “પૂર્વે ઉપદર્શિત સ્વભાવવાળો આ નિયમ જ વ્યાપ્તિ છે. એ સૂચવવા કહે છે કે‘વ્યાચારપર્યાય તિ ' “તિ ' એક કાળમાં વિદ્યમાન હેતુસાધ્યનો નિયમ “સહભાવ નિયમ' કહેવાય છે. ‘તિ ' પૂર્વ અને અપરના ક્રમથી પેદા થતા હેતુસાધ્યનો નિયમ “ક્રમભાવ નિયમ' કહેવાય છે. પ્રમાણમીમાંસા(૧-૨-૧૦)માં આનું નિરૂપણ છે.