Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
१५१
द्वितीयो भाग / सूत्र - ७, चतुर्थः किरणे क्षया । वादिप्रतिवादिनोः प्रमाणेन यन्न बाध्यते तदेव हि कथायां साध्यमिति । साध्यस्य दृष्टान्तमाह यथेति, वह्निना विशिष्टः पर्वतस्साध्य इत्यर्थः, अस्यैव साध्यस्य पर्यायशब्दमाहास्यैव चेति, अत्र हेतुमाह साध्येति । प्रतिनियतसाध्यधर्मविशेषणविशिष्टतया धर्मिणस्साधयितुमिष्टत्वात्साध्यव्यपदेशः कथायां पक्षव्यपदेशभाग् भवतीति भावः, ननु साध्यं धर्मो वा धर्मविशिष्टो धर्मी वा, यदि धर्मस्तदा कथं पक्षस्य साध्यत्वमुक्तं, यदि धर्मविशिष्टो धर्मी साध्यं, तदा कदाऽयं साध्यशब्दवाच्य इत्याशंकायामाहेदञ्चेति, पक्षापरपर्यायधर्मविशिष्टो धर्मी चेत्यर्थः । प्रयोगकालापेक्षया साध्यशब्दवाच्यो भवतीति भावः ॥
શંકા – હેતુજ્ઞાનથી સહકૃત, વ્યાપ્તિસ્મરણથી સાધ્યવિજ્ઞાન “અનુમાન'–એમ પૂર્વે વર્ણન કરેલું હતું. ત્યાં સાધ્ય એટલે શું? એના સમાધાનમાં કહે છે.
ભાવાર્થ-સમાધાન – પ્રમાણથી અબાધિત, અનિર્ણત, સાધવાને ઇચ્છેલ “સાધ્ય' કહેવાય છે. જેમ કેવતિપર્વત ' વળી આનું જ બીજું નામ “પક્ષ' છે, કેમ કે-સાધ્યવિશિષ્ટપણાએ ધર્મી જ સાધવાની ઇચ્છાનો વિષય છે અને આ સાધ્ય અનુમાનજન્ય પ્રતિપત્તિના (અનુમાન પ્રયોગના) કાળની અપેક્ષાએ છે.
વિવેચન – પ્રમાણપદથી, અહીં પ્રમાણત્વથી અવચ્છિન્ન (વિશિષ્ટ) જે કોઈ હોય તેનાથી પણ સાધ્ય “અબાધિત હોય છે, એવો અર્થ છે. આ કથનથી બાધિત સાધ્યમાં સાધ્યપણાની વ્યાવૃત્તિ (અભાવ) કરેલી થાય છે.
જેમ કે-“શબ્દ અશ્રાવણ છે. અહીં શબ્દમાં રહેલ અશ્રાવણત્વરૂપ સાધ્યપ્રત્યક્ષ પ્રમાણથી બાધિત છે. ૦ “શબ્દ નિત્ય છે. અહીં શબ્દનિષ્ઠ નિત્યસ્વરૂપ સાધ્ય “શબ્દ અનિત્ય છે.” એવા શબ્દનિષ્ઠ અનિત્યવસાધક અનુમાનથી બાધિત છે.
૦ “ધર્મ પરલોકમાં અસુખપ્રદ છે'-આવું ધર્મનિષ્ઠ પ્રેત્યાસુકપ્રદત્વરૂપ સાધ્ય, “ધર્મ પરલોકમાં સુખપ્રદ છે'-આવા આગમવચનથી બાધિત છે.
૦“મારી મા વાંઝણી છે”-આવું વચન સ્વવચનથી બાધિત છે. (વદતો વ્યાઘાત.)
૦ “માણસનું માથાનું કપાળ (ખોપરી) પવિત્ર છે-લોકપ્રમાણથી બાધિત છે.” આવા પ્રકારના પ્રમાણબાધિત સાધ્યોની વ્યાવૃત્તિ માટે “પ્રમાણથી અબાધિત સાધ્ય” એમ કહેલું છે.
અનિર્ણિત પદનો વિચાર=“સ્થાણુ છે કે પુરુષ છે?—આવા સંશયના વિષયભૂત, “છીપ ચાંદી છે'આવા વિપર્યાસના વિષયભૂત, સત્ય રીતે અનિશ્ચિત સ્વરૂપવાળો ગ્રહણ કરાયેલા (જાણેલા)-નહીં ગ્રહણ કરાયેલા નહીં જાણેલા) પદાર્થની સાધ્યતાની પ્રતિપત્તિ માટે “અનિર્ણિત પદ છે. [સંશયવાળા પુરુષને સંશય દૂર કરવા માટે જેમ વિપર્યાસવાળા-અજ્ઞાનવાળામાં પણ વિપર્યાસ, અનધ્યવસાય કે અજ્ઞાનના અપનયન માટે અનુમાનની પ્રવૃત્તિ થાય છે જ. પરપક્ષને જોવાની ઇચ્છા આદિથી, વિપર્યાસવાળા-અજ્ઞાનીને પોતાની તત્ત્વજિજ્ઞાસાથી પર પ્રત્યે વાદ-કથામાં જવાનો સંભવ છે.] ખરેખર, બાધિત-નિર્ણિત હોયે છતે સાધ્યનું સાધવું નિષ્ફળ જ છે. જે સર્વથા અનિત્યત્વ આદિ છે, તે અનિષ્ટ છે. તેના અસાધ્યપણાના સ્વીકાર માટે