Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
द्वितीयो भाग / सूत्र - १, तृतीयः किरणे સહકારી છે. પૂર્વે અનુભવેલ વિષયવાળી સ્મૃતિ છે. અર્થવિષયક અવિસંવાદવાળી હોવાથી આ સ્મૃતિનું પ્રામાણ્ય છે.”
વિવેચન – અહીં ધારણારૂપે સંગ્રહિત અવિશ્રુતિ અથવા સંસ્કાર અનુભવાદથી ગ્રહણ કરવાલાયક છે. ત્યાં સંસ્કાર સ્મૃતિ પ્રત્યે સાક્ષાત્ હેતુ છે. અવિશ્રુતિ તો સંસ્કારદ્વારા હેતુ છે. એવો વિશેષ છે. અનુભવ ઈતરથી અજન્ય હોય છતે, અનુભવથી જન્ય હોય છતે જ્ઞાનત્વ, એ લક્ષણનો અર્થ છે. પહેલું સત્યન્તપદ પ્રત્યભિજ્ઞા આદિમાં અતિવ્યાપ્તિના વારણ માટે છે. બીજું સતિ સુધીનું પદ અવગ્રહ આદિમાં અતિવ્યાપ્તિના વારણ માટે છે. અનુભવના ધ્વંસમાં અતિવ્યાપ્તિના વારણ માટે જ્ઞાનત્વનું કથન કરેલ છે.
શંકા – ‘તે ઘડો–આવા આકારના સ્મૃતિના દષ્ટાન્તના પ્રદર્શનથી “સ્મરણ માત્ર તત્ શબ્દથી ઉલ્લેખવાળું જ છે' એમ પ્રાપ્ત થયું. તો “હે ચૈત્ર! તને તેટલું તો યાદ છે ને કે-આપણે કાશ્મીરદેશમાં રહ્યા હતા, ત્યાં દ્રાક્ષ ખાધી હતી !' ઇત્યાદિ સ્મરણોમાં તત્ શબ્દનો ઉલ્લેખનો અભાવ હોઈ સ્મરણરૂપતા ન હોઈ શકે ને? આવી આ શંકામાં કહે છે કે
સમાધાન – તત્ શબ્દના ઉલ્લેખની યોગ્યતા (અધ્યાહાર) અપેક્ષિત છે, એમ સૂચવાય છે. કહેલ સ્થળમાં તેની યોગ્યતા જ છે, કેમ કે- તે કાશ્મીરપ્રદેશમાં, તે દ્રાક્ષાને'-એ પણ કહી શકાય છે, એવો ભાવ છે.
[अयदि स्मृत्यर्थे भविष्यन्ती । सि०५ । २ । ९ । वाङ्काक्षायां । ५ । २ । १० । स्मृत्यर्थे धातावुपपदे भूतानद्यतनार्थे भविष्यन्ती स्यात् स्यात् न तु यद्योगे । वाकाङ्काक्षायाम् प्रयोक्तुः क्रियान्तराकाङ्क्षायां सत्यां ભવિષ્યન્તી વા થાત્ II].
૦ અપ્રમાણભૂત અનુભવથી પણ સ્મરણનો સંભવ હોવાથી, તેના નિષેધના માટે કહે છે કેઅનુભવોડàતિ’ આ લક્ષણમાં રહેલ અનુભવ પ્રમાણરૂપ લેવાનો છે. અન્યથા અનુભવ માત્રની વિવક્ષામાં ભ્રમરૂપ જન્ય બ્રાન્તસ્મરણનું ગ્રહણ થતાં સ્મૃતિત્વની અપેક્ષાએ વિસંવાવવત્તાશયા: પ્રામાખ્યમ્'આવા પ્રામાણ્યબોધક અચેતન વાક્યની સાથે વિરોધ થાય !
શંકા – જે અવિસ્મૃતિને સ્મરણનો હેતુ માનવામાં આવે, તે અવિશ્રુતિ અંતર્મુહૂર્વકાળ સુધી રહેનારો હોઈ, કાલાન્તર ભાવિ સ્મૃતિ પ્રત્યે તે અવિસ્મૃતિનું હેતુપણું કેવી રીતે?
સમાધાન – આવી શંકાના સમાધાન માટે કહે છે કે-“આત્મશતીતિ ' તે અવિશ્રુતિની સ્મૃતિનું હેતુપણું સાક્ષારૂપે અભિમત નથી, કે જેથી કહેલો દોષ સંભવી શકે? પરંતુ સંસ્કાર દ્વારા અવિસ્મૃતિ, સ્મૃતિનો હેતુ છે એમ અમે કહીએ છીએ. વળી વાસનારૂપ તે સંસ્કાર સંખ્યાત-અસંખ્યાતકાળવર્તી છે, માટે દોષ નથી એવો ભાવ છે.
શંકા – તેટલા કાળના માનવાળો આત્મશક્તિરૂપ સંસ્કાર સર્વદા વિદ્યમાન હોઈ નિરંતર સ્મરણ થશે જ ને ?