Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
७४
अस्यापि विभागं दर्शयति
इदमपि द्रव्यभावभेदेन द्विविधम् । मनस्त्वेन परिणतमात्मप्रदेशव्यापि पौद्गलिकं द्रव्यमनः । तदावरणक्षयोपशमजन्योऽर्थग्रहणोन्मुख आत्मव्यापारविशेषो भावमन: । १९ ।
तत्त्वन्यायविभाकरे
इदमपीति, चक्षुरादिवन्मनोऽपीत्यर्थः । द्रव्यमनसः स्वरूपमाह मनस्त्वेनेति, मननयोग्यैर्मनोवर्गणाभ्यो गृहीतैरनन्तैः पुद्गलैर्निर्वृत्तमित्यर्थः । आत्मप्रदेशव्यापीति, स्वस्वकायपरिमितमित्यर्थः, न त्वणुरूपं युगपज्ज्ञानानां युगपदुपयोगाभावादेवानुत्पत्तेरिति भावः । आहङ्कारिकत्वनित्यत्ववारणायाह पौद्गलिकमिति पुद्गलसमूहात्मकमित्यर्थः । भावमन आहतदावरणेति मनोजन्यज्ञानावरणेत्यर्थः । अर्थग्रहण ओन्मुख इति, तत्तदर्थपरिच्छेदोन्मुख इत्यर्थः, आत्मव्यापारविशेष इति, चित्तचेतनायोगाध्यवसानस्वान्तमनस्कारादिशब्दवाच्य आत्मनः परिणामविशेष इत्यर्थ इदमपि ज्ञानरूपं भावमनस्स्वदेहपरिमाणमेव ॥
મનના વિભાગને દર્શાવે છે.
ભાવાર્થ “મન પણ દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારનું છે. મનપણાએ પરિણત આત્મપ્રદેશવ્યાપક પૌદ્ગલિક ‘દ્રવ્યમન’ કહેવાય છે. તે મનોજન્યજ્ઞાન આવરણના ક્ષયોપશમથી જન્ય, અર્થગ્રહણ પ્રત્યે ઉન્મુખ અને આત્મવ્યાપારવિશેષ ‘ભાવમન’ કહેવાય છે.”
-
-
વિવેચન દ્રવ્યમનના સ્વરૂપને કહે છે. મન:પર્યાપ્તિનામક નામકર્મના ઉદયથી મનનયોગ્ય, મનોવર્ગણામાંથી ગ્રહણ કરેલ અનંત પુદ્ગલોથી (પુદ્ગલ દલિકોથી) બનેલ મનપણાએ પરિણમેલ દ્રવ્યમન છે.
-
૦ પોતપોતાના કાયના પરિમાણવાળું દ્રવ્યમન છે. પરંતુ અણુ જેટલું દ્રવ્યમન નથી, કેમ કે-એકીસાથે અનેક જ્ઞાનોની તાદેશ ક્ષયોપશમ સહષ્કૃત ઉપયોગનો અભાવ હોવાથી જ એક કાળમાં ઉત્પત્તિ નથી. અહંકારજન્યત્વ અને નિત્યત્વના વારણ માટે કહે છે કે – પુદ્ગલસમુદાય આત્મક દ્રવ્યમન છે. (અનંત પુદ્ગલસ્કંધ મનોદ્રવ્યપ્રાયોગ્ય ઉપચિત મૂર્તિ હોઈ પૌદ્ગલિક મન, મનપર્યાપ્તિવાળા પંચેન્દ્રિયોને હોય છે. છદ્મસ્થોને શ્રુતજ્ઞાન આવરણ ક્ષયોપશમ પેદા કરવા માટે કરણ છે. તે કરણના આલંબનથી જન્ય, ગુણદોષવિચાર આત્મક, સંપ્રધારણ સંજ્ઞાજ્ઞાન ધારણાજ્ઞાન, તે ભાવમન છે.)
હવે ભાવમનને કહે છે. મનોજન્ય-મતિજ્ઞાન-આવરણ ક્ષયોપશમજન્ય, તે તે અર્થપરિચ્છેદ પ્રત્યે ઉન્મુખ, ‘આત્મવ્યાપાર વિશેષ કૃત્તિ ।' ચિત્ત-ચેતનાયોગ, અધ્યવસાન, સ્વાન્ત, મનસ્કાર, પરિણામ, ભાવ, મન, ઉપયોગ આદિ પર્યાયવાચક શબ્દોથી વાચ્ય, આત્માનો પરિણામરૂપ વ્યાપારવિશેષ ‘ભાવમન’ કહેવાય છે.
આ જ્ઞાનરૂપ ભાવમન સ્વકાયાના પરિમાણ જેવડું જ છે.
(૧) અભિમાન આત્મક અહંકારથી પાંચ બુદ્ધિ ઇન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો અને અગિયારમું મન ઉત્પન્ન થાય છે. આમ સાંખ્યોનો મત છે. (૨) સુખ આદિના સાક્ષાત્કારમાં કરણ મન અને ચાક્ષુષ, રસન આદિ જ્ઞાનોની એક કાળમાં ઉત્પત્તિ નહીં હોવાથી, મનને પરમાણુ માનેલું હોવાથી નિત્ય છે. ઇતિ નૈયાયિક મતમ્.