Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
द्वितीयो भाग / सूत्र - २६, द्वितीय किरणे
૮૭ *
ધારણા નિરૂપણ ભાવાર્થ – “સ્મરણની ઉત્પત્તિમાં પરિણામી કારણભૂત અપાય, એ ધારણા' કહેવાય છે અને આ ધારણા સંખ્યાતા-અસંખ્યાતા કાલવર્તી જ્ઞાનરૂપ અને સંસ્કાર શબ્દથી વાચ્ય છે. વ્યાવહારિક અવગ્રહઆદિ અન્તર્મુહૂર્તના કાળવાળા છે.”
વિવેચન – સ્મરણ એટલે ભૂતકાળના પદાર્થના ચિંતનરૂપ સ્મૃતિ, તે સ્મૃતિની ઉત્પત્તિ પ્રત્યે પરિણામી કારણભૂત, સંસ્કારવાસનારૂપ બીજા નામવાળો, જ્ઞાનરૂપ અપાય જ “ધારણા' કહેવાય છે. (નિશ્ચિત અર્થને મનદ્વારા ધારી રાખવો, એ “ધારણા'.) સંસ્કાર આદિ અજ્ઞાનરૂપ નથી. જો સંસ્કારને અજ્ઞાનરૂપ માનો, તો જ્ઞાનરૂપ સ્મૃતિનું જનકપણું અનુપપન્ન થઈ જાય છે, આત્મધર્મપણાનો અસંભવ થાય છે, પણ ચેતનધર્મ અચેતનનો ધર્મ બનતો નથી.
૦ જો કે ધારણા અવિશ્રુતિ-વાસના-સ્મૃતિના ભેદથી ત્રણ પ્રકારની છે (૧) અપાયથી નિશ્ચિત એક અર્થવિષયક કેટલાક કાળ સુધી ઉપયોગના વચ્ચે વચ્ચે તે અર્થને છોડી અન્ય વિષયક ઉપયોગ થતો નથી. તે “અવિસ્મૃતિ' (પ્રતિપત્તિ) કહેવાય છે. (૨) તે અવિસ્મૃતિરૂપ ધારણાવડે, વાસનારૂપ સંસ્કાર આત્મામાં
સ્મૃતિહતુરૂપે સ્થાપિત કરાય છે. અર્થાત્ અપાય પછી અર્થોપયોગના આ આવરણભૂત કર્મ જે ફરીથી પ્રાપ્ત થયેલું છે, તે કર્મના કાલાન્તરમાં ક્ષયોપશમથી યુક્ત જીવ જ્યારે ફરીથી પણ સ્મૃતિરૂપ અર્થોપયોગને પામે છે, ત્યારે સ્મૃતિઆવરણ ક્ષયોપશમરૂપ અથવા સ્મૃતિવિજ્ઞાન જનનશક્તિરૂપ “વાસના.” (લબ્ધિરૂપ ધારણા.) (૩) તાદશ વાસના-સંસ્કારના વશે તે પદાર્થ સંબંધી અનુભવ થતો હોય, કાલાન્તરમાં ઈન્દ્રિયોથી ઉપલબ્ધ કે અનુપલબ્ધ તે પદાર્થનો “તેજ' એવા ઉલ્લેખરૂપે મનમાં યાદ આવવું તે સ્મૃતિ કહેવાય છે.
૦મૃતિ હેતુ જ ધારણા છે, એવું વર્ણન અનુચિત છે, તો પણ અવિશ્રુતિનો અપાયમાં જ અંતભવ થાય છે, કેમ કે-દીર્ઘ-દીર્ઘતર આદિરૂપ અપાય જ અવિશ્રુતિરૂપ છે. અથવા તે અવિશ્રુતિ પણ સ્મૃતિહેતુ હોઈ, સ્મરણ ઉત્પત્તિ અનુકૂળ અપાય હોઈ ધારણાવડે જ સંસ્કારની માફક સંગ્રહ વિષયભૂત છે માટે દોષ નથી.
જે અવિસ્મૃતિરૂપ નથી, એવા અપાયથી સ્મરણ થતું નથી, કેમ કે-ચાલનાર પુરુષના તૃણ-સ્પર્શ જેવા (અનધ્યવસાયરૂ૫) પરિશીલન વગરના અપાયો સ્મૃતિજનક દેખાતાં નથી.
૦ સ્મૃતિ પણ ધારણા જ છે. તે સ્મૃતિ પરોક્ષ પ્રમાણના ભેદરૂપ હોઈ અહીં સાંવ્યવહારિક પ્રત્યક્ષ પ્રમાણના ભેદોમાં સંગ્રહિત કરેલ નથી.
શંકા – અવિશ્રુતિ અને સ્મૃતિરૂપ જ્ઞાનવિશેષો ગૃહિતગ્રાહી હોઈ પ્રમાણભૂત નથી, [ખરેખર, અપાયનું વસ્તુનિશ્ચય ફળ છે અને તે પ્રથમ પ્રવૃત્ત અપાયથી જ સિદ્ધ થયેલું છે, માટે દ્વિતીય આદિ અપાયનું નિષ્ફળપણું છે. નિષ્પન્ન ફળ પ્રત્યે ફરીથી નિષ્પાદકપણાના સ્વીકારમાં નિષ્પન્ન પણ ઘટને ફરીથી બનાવવા માટે કુંભારની પ્રવૃત્તિ થાય ! સ્મૃતિ પણ પૂર્વજ્ઞાન અને ઉત્તરકાળ ભાવિજ્ઞાનરૂપ બે જ્ઞાનોથી (પ્રત્યક્ષ અને પૂર્વાનુભવજન્ય શુદ્ધ સંસ્કારરૂપ જ્ઞાનયથી) ગ્રહણ કરાયેલ વસ્તુમાં જ પ્રવર્તે છે. તે સ્મૃતિ પણ