Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
१०६
तत्त्वन्यायविभाकरे જેમ કે-અલોક, સ્પંડિલ (જગ્યા) આદિ શબ્દો એક અર્થવાળા છે. જીવ ઇત્યાદિ શબ્દો અનેક અર્થવાળા છે. પ્રાણી-ભૂત વગેરે અનેક અર્થવાચક જીવશબ્દ છે. અથવા એક અક્ષર-અનેક અક્ષરવાળાના ભેદથી બે પ્રકારના છે. “શ્રી' ઇત્યાદિ શબ્દ એક અક્ષરવાળો છે. લતા-માળા ઇત્યાદિ શબ્દો અનેક અક્ષરવાળા છે. અહીં ત્વફશબ્દ ઇન્દ્રિયનો ઉપલક્ષક હોઈ, ઈન્દ્રિય-મનના નિમિત્તજન્ય, શ્રતગ્રંથને અનુસરનારો, શ્રુતજ્ઞાનનો ઉપયોગ એવા અર્થ છે. આ પણ શ્રુતજ્ઞાનાવરણના ક્ષયોપશમનું ઉપલક્ષક છે. તેથી એકેન્દ્રિય આદિમાં પણ અવ્યક્ત અક્ષરની લબ્ધિ (લયોપશમ) સંગૃહિત થઈ જાય છે. લબ્ધિરૂપ અક્ષર, પાંચ ઇન્દ્રિયો અને છઠ્ઠા મનરૂપ નિમિત્તથી જન્ય હોઈ છ (૬) પ્રકારનું છે. [શબ્દ સાંભળવો, રૂપ જોવું ઇત્યાદિ અર્થની પ્રતીતિ થાય છે. તેની સાથે સાથે જે અક્ષરોનું જ્ઞાન થાય છે, તે લબ્ધિઅક્ષર' કહેવાય છે. લબ્ધિઅક્ષર કોઈને ઇન્દ્રિય અને મનવડે પ્રત્યક્ષ થાય છે, તો કોઈને હેતુવડે પ્રાપ્ત અનુભૂતિ થાય છે. વિશેષમાં જેમ અસંજ્ઞીમાં આહાર આદિ સંજ્ઞાદ્વારા ચૈતન્ય સ્વાભાવિક જણાય છે, તેમ લબ્ધિઅક્ષર આત્મક ઓઘજ્ઞાન પણ તેમને છે. અવ્યક્ત છે. લબ્ધિઅક્ષર પરોપદેશજન્ય નથી. આ ભાવકૃત છે.] અનફરશ્રુતને કહે છે કે-સંકેતસૂચક ઉચ્છવાસનિઃશ્વાસની ક્રિયા કરવી, ઘૂંકવું, ખાંસી ખાવી, છીંક ખાવી, બગાસુ ખાવું, ખોંખારો ખાવો, ચપટી વગાડવી, સિત્કાર કરવો, આવું કૃત માત્ર જ “અનરશ્રુત કહેવાય છે; કેમ કે-ભાવકૃતનો હેતુ છે. વળી તથા પ્રકારનો ઉચ્છવાસ આદિના શ્રવણમાં “આ સસલું છે' ઇત્યાદિ જ્ઞાન થાય છે અને વિશિષ્ટ સંકેતપૂર્વક ઉચ્છવાસ આદિથી વિશિષ્ટ પદાર્થનું જ્ઞાન થાય છે. શ્રુતજ્ઞાનમાં ઉપયોગવાળા આત્માનો સર્વથા જ ઉપયોગ હોવાથી સઘળો પણ ઉચ્છવાસ આદિરૂપ વ્યાપારદ્યુત જ છે. અભિપ્રાયસૂચક માથું હલાવવું, ગમનઆગમન-ચલન-સ્પંદન આદિ ચેષ્ટાઓ પણ ઉપયુક્ત આત્માને શ્રુત જ છે, તો પણ શાસ્ત્રજ્ઞાતા લોકમાં પ્રસિદ્ધિ હોઈ ઉચ્છવાસ આદિને જ શ્રુત કહેવામાં આવે છે; કેમ કે-સંભળાય તે શ્રત. તથાવિધ ચેષ્ટાઓ દેખાય છે માટે શ્રત નથી.
अथ संश्यसंज्ञिश्रुते आहसमनस्कस्य श्रुतं संज्ञिश्रुतम् । तद्विपरीतमसंज्ञिश्रुतम् ॥ ३५ ॥
समनस्कस्येति । संज्ञाऽत्र दशविधा न विवक्षिता व्यापकत्वात्, किन्तु ज्ञानावरणकर्मक्षयोपशमजन्यमनोज्ञानसंज्ञयैव संज्ञिनश्शोभनत्वादित्यतस्समनस्कस्येत्युक्तम् । सा संज्ञा दीर्घकालिकी विज्ञेया यो यः कश्चिन्मनोज्ञानावरणकर्मक्षयोपशमान्मनोलब्धिसम्पन्नो मनोयोग्याननन्तान् स्कन्धान्मनोवर्गणाभ्यो गृहीत्वा मनस्त्वेन परिणमय्य मन्यते चिन्तनीयं वस्तु तादृशो गर्भजस्तिर्यङ् मनुष्यो वा देवो नारको वा तत्सम्बन्धि यच्छ्रुतं तत्संज्ञिश्रुतमिति भावः । असंज्ञिश्रुतमाहैतद्विपरीतमिति, एकेन्द्रियादीनां दीर्घकालिकीसंज्ञारहितानां श्रुतमित्यर्थः ।
સંન્નિશ્રુત અને અસંજ્ઞિકૃત ભાવાર્થ – “દ્રવ્યમનવાળાનું શ્રુત સંજ્ઞિકૃત અને દ્રવ્યમન વગરનાનું શ્રુત “અસંશ્રુિત' કહેવાય છે.”