Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
११२
तत्त्वन्यायविभाकरे
યોગ્યતાના સંપાદન માટે આ ગ્રંથનો આરંભ છે. વિશેષથી વિસ્તારવાળા કરતાં મતિ-શ્રુતના સુગમતાથી ગ્રહણનો તેઓમાં અસંભવ હોઈ તેની યોગ્યતાનો ઉદય ન થાય. માટે તે મતિ-શ્રુતનું કાંઈક જ સ્વરૂપ નિરૂપિત કરેલ છે, એવું તાત્પર્ય છે.
नन्वेवं सत्यवसितं तयोर्निरूपणमिति प्राप्तं तथा च सति तद्भेदविशेषाणां स्वयमेव दर्शितानां स्मृत्यादीनामनिरूपणान्यूनत्वं तथापि स्यादित्यत्राह
इति सांव्यवहारिकप्रत्यक्षम् ॥ ४२ ॥
इतीति । नहि मतिश्रुतयोर्निरूपणस्य पूर्णता क्रियते येन न्यूनत्वं स्यात्, किन्तु केवलमवग्रहादिविचारे मतिश्रुतयोः स्मृतत्वेन तत्स्वरूपजिज्ञासायामुदितायां सामान्यतो लक्षणतद्भेदा अभिहिताः प्रसङ्गसङ्गत्या, तथा चाकांक्षायामुपशमितायां प्रधानविषये लक्ष्यस्य गतत्वेनैतावता सांव्यवहारिकप्रत्यक्षमेव निरूपितं स्मृत्यादीनामधुनैव निरूपणावसरः प्राप्तस्तस्मान्न न्यूनतेति भावः ॥
इति श्रीमद्विजयानन्दसूरीश्वरपट्टधर श्रीमद्विजयकमलसूरीश्वरचरणनलिनविन्यस्तभक्तिभरेण तत्पट्टालंकारेण विजयलब्धिसूरिणा विनिर्मितस्य तत्त्वन्यायविभाकरस्य स्वोपज्ञायां न्यायप्रकाशव्याख्यायां सांव्यवहारिकप्रत्यक्षं नाम द्वितीयः किरणः ॥
-
શંકા જો આમ છે, તો તે મતિ અને શ્રુતનું નિરૂપણ જાણ્યું. આ પ્રમાણે પ્રાપ્ત થયું. તથાચ નિરૂપણ પ્રાપ્ત થયે છતે તેના વિશિષ્ટ ભેદો, કે જે સ્વયમેવ દર્શાવેલ સ્મરણ આદિના નહીં નિરૂપણથી ન્યૂન તો છે જ. માટે કહે છે કે
ભાવાર્થ – ‘કૃતિ સાંવ્યવહારિપ્રત્યક્ષમ્ ।"
વિવેચન – મતિ-શ્રુતના નિરૂપણની પૂર્ણતા કરાવી નથી, જેથી ન્યૂનતા હોઈ શકે છે. પરંતુ કેવલ અવગ્રહ આદિના વિચારમાં મતિ-શ્રુતનું સ્મરણ થવાથી, તેના સ્વરૂપની જિજ્ઞાસાનો ઉદય થયે છતે, સામાન્યથી લક્ષણ અને તેના ભેદો પ્રસંગસંગતિથી કહેલા છે. તથા આકાંક્ષા ઉપશાન્ત થયા બાદ પ્રધાન વિષયમાં લક્ષ્ય (ચિત્ત) જવાથી એટલામાં સાંવ્યવહારિક પ્રત્યક્ષનું જ નિરૂપણ કરી લીધું. હમણાં જ સ્મૃતિ આદિના નિરૂપણનો અવસર પ્રાપ્ત થયેલો છે, તેથી ન્યૂનતા નથી એવો ભાવ છે.
ઇતિ તપોગચ્છનભોમણિ શ્રીમદ્વિજયાનંદસૂરીશ્વર પટ્ટાલંકાર શ્રીમદ્વિજયકમલસૂરીશ્વરના ચરણકમલમાં સારી રીતે સ્થાપિત પોતાની ભક્તિના સમુદાયવાળા તેઓશ્રીના પટ્ટર શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજાએ રચેલ ‘તત્ત્વન્યાયવિભાકર’ની સ્વોપજ્ઞ ‘ન્યાયપ્રકાશ’ નામની વ્યાખ્યામાં ‘સંવરનિરૂપણ’ નામનું બીજું કિરણ સમાપ્ત.
તત્ત્વન્યાયવિભાકર ગ્રંથ રચયિતાના પટ્ટધર આ. વિજય ભુવનતિલકસૂરિના શિષ્ય પૂ.આ. શ્રીમદ્ વિજયભદ્રંકરસૂરિએ તત્ત્વન્યાયવિભાકરની સ્વોપજ્ઞ ન્યાયપ્રકાશ નામની ટીકાનો સરળ ભાષામાં બીજા કિરણનો ગુજરાતી ભાવાનુવાદ સમાપ્ત.
...