Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
૭૭
द्वितीयो भाग / सूत्र - २२, द्वितीय किरणे (આદિપદથી રસ-ગંધ-સ્પર્શ લેવાના છે, રૂપાદિ નહીં.) પરિણમેલ ભાષાવર્ગણા આદિરૂપ દ્રવ્યસમુદાય (વ્યંજનવિષયની અપેક્ષાએ આ વ્યંજન કહેવાય છે.) ઉપકરણભૂત ઇન્દ્રિય અને શબ્દ આદિ પરિણત દ્રવ્યનો સંબંધ (વ્યંજનની કારણતાની અપેક્ષાએ આ વ્યંજન કહેવાય છે. અર્થાત્ વ્યંજક-વ્યજયમાન-ઉપલક્ષણની અપેક્ષાએ ઇન્દ્રિય, અર્થ અને સંબંધ-એમ ત્રણ વ્યંજન શબ્દથી) વાચ્ય બને છે.
૦ઇન્દ્રિયાર્થ સંબંધરૂપ વ્યંજનવડે વ્યજયમાન શબ્દ આદિ રૂપ અર્થરૂપ વ્યંજનનો અવ્યક્તરૂપ જ્ઞાન-વ્યંજન વ્યંજનાવગ્રહ, (અહીં મધ્યમ પદલોપી સમાસ શાકપાર્થિવની માફક સમજવો.) એ જ “વ્યંજનાવગ્રહ કહેવાય છે.
૦ અથવા વ્યંજનોનો ઉપકરણરૂપ ઇન્દ્રિયમાં પ્રાપ્ત થયેલ શબ્દ આદિરૂપે પરિણત દ્રવ્યોનો અવગ્રહઅવ્યક્ત જ્ઞાન, તે વ્યંજનાવગ્રહ. (અહીં ષષ્ઠી તવ સમાસ જાણવો.)
૦ ઉપકરણ ઇન્દ્રિયરૂપ કરણવડે ઉપકરણમાં સંબંધવાળા શબ્દ આદિરૂપ અર્થનો અવગ્રહઅવ્યક્તજ્ઞાન, એ “વ્યંજનાવગ્રહ' કહેવાય છે.
વળી આ વ્યંજનાવગ્રહ ઇન્દ્રિયાર્થરૂપ ઉભયના સંબંધ થયા પછી પ્રથમ સમયથી માંડી, અર્થાવગ્રહના પહેલાં સૂતેલાં-મત્ત-મૂચ્છિત આદિ પુરુષોની માફક શબ્દ આદિ દ્રવ્ય સંબંધ માત્ર વિષયવાળો જ્ઞાનરૂપ [જે જ્ઞાનના અંતે તેના જ્ઞેયવસ્તુના ઉપાદાનથી-તેનાથી જ જ્ઞાન ઉત્પન્ન થાય છે, તે જ્ઞાન તરીકે જોયેલું છે. જેમ કે-અર્થાવગ્રહ પર્વતે અર્થાવગ્રહના શેયવસ્તુના ઉપાદાનથી અર્થાવગ્રહ પછી કે તેનાથી ઇહાજ્ઞાન પ્રગટ થાય છે, માટે અર્થાવગ્રહજ્ઞાન કહેવાય છે; તેમ વ્યંજનાવગ્રહના અંતે વ્યંજનાવગ્રહના શેયવસ્તુના ઉપાદાનથીવ્યંજનાવગ્રહથી જ અર્થાવગ્રહ થાય છે, માટે વ્યંજનાવગ્રહથી જ અર્થાવગ્રહ થાય છે અને તેથી વ્યંજનાવગ્રહજ્ઞાને કહેવાય છે. જેમ પ્રચુર તેજના અવયવો પ્રકાશસ્વભાવવાળા જો કે દેખાય છે જ, તો પણ એક તેજનો અવયવ અતિ સૂક્ષ્મ-પ્રકાશસ્વભાવવાળો પણ દેખાતો નથી, તેમ વ્યંજનાવગ્રહ જ્ઞાનસ્વભાવવાળો હોઈ પ્રકાશસ્વભાવી પણ અત્યંત અલ્પ છે, માટે અવ્યક્ત છે. સ્વયંવેદનરૂપ હોવા છતાં અતિ સૂક્ષ્મતાના કારણે વ્યક્તરૂપે ભાસ થતો નથી.] અન્તર્મુહૂર્ત પ્રમાણવાળો છે.
વળી અવ્યક્ત હોવાથી જ સંવેદનવિષય થતો નથી. સંવેદનના અભાવથી વ્યંજનાવગ્રહના અભાવના સ્વીકારમાં તો બીજા આદિ સમયમાં પણ વ્યંજનાવગ્રહના અભાવના પ્રસંગથી ચરમ સમયમાં અર્થાવગ્રહ નહીં જ થાય. અર્થાવગ્રહ તો સ્વરૂપ-નામ-જાતિ-ક્રિયા-ગુણ-દ્રવ્યની કલ્પનારહિત સામાન્ય અર્થ(દ્રવ્યાર્થીના જ્ઞાનરૂપ પ્રસિદ્ધ જ છે.
૦ તથાચ જેમ કે-“આ મનુષ્ય.” આ કહેલ દૃષ્ટાન્તમાં મનુષ્યથી ઇતરની વ્યાવૃત્તિરૂપ વિશેષનો પ્રતિભાસ હોવા છતાંય, નૈૠયિક અને વ્યવહારિકરૂપે અવગ્રહના બે પ્રકારો હોવાથી આ દષ્ટાન્તમાં વ્યાવહારિક અવગ્રહ દેખાડેલો છે; કેમ કે-વ્યવહારિક અવગ્રહ પછી ઈહા આદિની પ્રવૃત્તિ છે. અન્યથા તે ઇહા આદિની પ્રવૃત્તિ ન જ થાય એવો ભાવ છે.
नैश्चयिकावग्रहं विशेषमात्रानवगाहित्वेन दर्शनापरपर्यायं स्वरूपयतिसत्तामात्रावगाहिज्ञानं दर्शनमालोचनम् । यथेदं किञ्चिदिति ॥ २२ ॥