Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
• तत्त्वन्यायविभाकरे __ सत्तामात्रेति । मात्रपदेन नामजात्यादिव्युदासो दर्शनस्य नामान्तरमाहालोचनमिति । एतस्य दृष्टान्तमाह यथेति । इतीति, एतादृशशब्दप्रयोगाभिव्यङ्ग्यश्शब्दप्रयोगरहितो ज्ञानविशेष इत्यर्थः । अन्यथा शब्दोल्लेखित्व आन्तर्मोहूर्तिकत्वापत्त्याऽर्थावग्रहस्यैकसामयिकत्वसिद्धान्तव्याकोपस्स्यादिति भावः । इदञ्चोदाहरणं नैश्चयिकाव्यक्ताव्यावृत्तवस्तुसामान्यग्राहि । तत ईहिते सति मनुष्योऽयमिति निश्चयात्मकोऽपायो भवति । ततोऽपि मनुष्योऽयं पाश्चात्यः पौरस्त्यो वेति संशयोत्तरं पाश्चात्येन भवितव्यमितीहोदयात्तदपेक्षया मनुष्योऽयमिति ज्ञानस्य व्यावहारिकावग्रहत्वं, एवमेव यावत्तारतम्येनोत्तरोत्तरविशेषाकाङ्क्षा समुदेति तावत्तत्तदपेक्षया पूर्वपूर्वस्य सामान्यविषयकतयाऽवग्रहरूपता, पूर्वपूर्वापेक्षया चोत्तरोत्तरनिश्चयानां विशेषविषयकत्वेनापायरूपताऽवसेयेति ॥
વિશેષ માત્રનો અનવગાહી હોઈ, દર્શન એવા
બીજા નામવાળા નૈૠયિક અવગ્રહનું સ્વરૂપવર્ણન ભાવાર્થ – “સત્તા માત્રને અવગાહન કરનારું જ્ઞાન, દર્શન આલોચન કહેવાય છે.” જેમ કે-“આ કાંઈક છે.' ઇતિ.
વિવેચન- માત્ર પદથી નામ-જાતિ આદિનો નિષેધ જાણવો. દર્શનનું બીજું નામ “આલોચન' છે એમ જાણવું.
આનું દાત્ત કહે છે. જેમ કે–“આ કાંઈક છે.” ઈતિ. “આ કાંઈક છે.”—એવા શબ્દપ્રયોગથી અભિવ્યક્તિનો યોગ્ય, શબ્દના ઉલ્લેખ વગરનો જ્ઞાનવિશેષ “દર્શન' કહેવાય છે. જો એમ ન માનવામાં આવે, તો શબ્દના ઉલ્લેખમાં આન્તર્મોર્નિકપણાની આપત્તિ થવાથી અર્થાવગ્રહમાં એક સામયિકપણાના સિદ્ધાન્તનો અપલોપ થઈ જાય ! વળી આ ઉદાહરણ તૈક્ષયિક, અવ્યક્ત વ્યાવૃત્તિ વગરના વસ્તુના સામાન્યનું ગ્રાહક છે ત્યારબાદ ઇહાનો વિષય સામાન્ય થયે છતે, “આ મનુષ્ય છે'-આવો નિશ્ચયરૂપ અપાય થાય છે ત્યાર પછી આ મનુષ્ય પશ્ચિમનો છે કે પૂર્વનો છે?-આવા સંશય બાદ “પશ્ચિમનો હોવો જોઈએ'આવા પ્રકારની ઇહાના ઉદયથી તેની અપેક્ષાએ “આ મનુષ્ય છે'-આવું જ્ઞાન વ્યાવહારિક અવગ્રહરૂપ છે. આ પ્રમાણે જ જયાં સુધી તારતમ્ય છે તે તારતમ્યની અપેક્ષાએ ઉત્તરઉત્તર વિશેષની આકાંક્ષા જાગે છે, ત્યાં સુધી તે તે અપેક્ષાએ પૂર્વપૂર્વજ્ઞાનની સામાન્ય વિષયકતા હોઈ અવગ્રહરૂપતા છે અને પૂર્વપૂર્વની અપેક્ષાએ ઉત્તરઉત્તર નિશ્ચયોની વિશેષ વિષયકતા હોઈ અપાયરૂપતા જાણવી.
[અર્થાવગ્રહ નૈૠયિક-વ્યાવહારિકના ભેદથી બે પ્રકારનો છે. નૈૠયિક અર્થાવગ્રહ રૂપ આદિથી અવ્યાવૃત્તિ-અવ્યક્ત શબ્દ આદિ વસ્તુ સામાન્ય માત્ર ગ્રાહી છે.
૧. વિષય આદિના સ્પષ્ટ-અવ્યક્ત-મધ્યમ-અલ્પ-બહુ-નજીક-દૂર ભેદોની, તેમજ ક્ષયોપશમ આદિના શુદ્ધઅશુદ્ધ-મધ્યમ વગેરે ભેદોની તરતમતા.