Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
७३
द्वितीयो भाग / सूत्र - १८, द्वितीय किरणे
૭રૂ માત્રમાં વ્યાપક જીવરૂપ ભાવમન છે.] જેઓ આ દેહ માત્રમાં વ્યાપક છે એમ માને છે, તેઓનું બહાર નીકળવું વ્યાજબી નથી. જેમ કે-દેહ માત્ર વ્યાપીરૂપ આદિ. વળી દ્રવ્યમન ઘટ આદિની માફક અચેતન હોઈ વિષયુદેશમાં જવા છતાંય કાંઈ કરી શકતું નથી.
શંકા – તે દ્રવ્યમન સ્વયં અચેતન છતાં પ્રદીપની માફક કરણ હોઈ, વિષયના દેશને પામી આત્મામાં જ્ઞાન પેદા કરે છે ને?
સમાધાન – દ્રવ્યમન અંતઃકરણ છે. તથાચ પ્રયોગ. જે અંતઃકરણ છે, તે શરીરસ્થ જ અંતઃકરણદ્વારા જીવ વિષયને ગ્રહણ કરે છે. જેમ કે શરીરસ્થ સ્પર્શન ઇન્દ્રિયદ્વારા જીવ વિષયગ્રાહી બને છે. વળી દ્રવ્યમન અંતઃકરણ કહેવાય છે. પ્રદીપ વગેરે તો આત્માને જ્ઞાન માટે બાહ્યકરણ છે, માટે સાધન વિકલ દષ્ટાન્ત છે. (શબ્દ નિત્ય છે, કેમ કે-અમૂર્ત છે. જેમ કે-પરમાણ. અહીં પરમાણુરૂપ દષ્ટાન્તમાં જેમ અમૂર્તત્વરૂપ ધર્મસાધનાની વિકલતા-શૂન્યતા છે, તેમ પ્રદીપરૂપ દષ્ટાન્તમાં અંતઃકરણત્વરૂપ સાધનકરણની શૂન્યતા છે.)
શંકા – મૃત (મરી ગયેલી), નષ્ટ (નાશ પામેલી), એવી વસ્તુનું ચિંતન કરનાર મનમાં ઉપઘાત જણાય છે અને ઇષ્ટ(પ્રિય)ના સંગમનું-વૈભવની પ્રાપ્તિ આદિનું ચિંતન કરનાર મનમાં અનુગ્રહ જણાય છે, માટે મન અપ્રાપ્યકારી કેવી રીતે ?
સમાધાન – મન, મૃત-નષ્ટ આદિ વસ્તુચિંતન, નિમિત્તજન્ય, ઉપઘાતવાળું છે, કેમ કે-મૃતાદિ ચિંતન પછી દુર્બળતા-છાતીમાં આઘાત વગેરે દેખાય છે. અને મન, ઇષ્ટ સંગમ-વૈભવ-લાભ આદિ ચિંતનજન્ય અનુગ્રહવાળું છે, કેમ કે-ઈષ્ટ સંગમ આદિના ચિંતન પછી મુખની પ્રસન્નતા-રોમાંચના ઉદ્ગમ આદિ દેખાય છે. મનમાં આ અનુગ્રહ અને ઉપઘાતની અસિદ્ધિ-અભાવ છે, કેમ કે-મનપણાએ પરિણત અશુભ પુદ્ગલસમુદાયરૂપ દ્રવ્યમન, અનિષ્ટ વસ્તુની ચિંતામાં પ્રવૃત્તિ કરાવવા દ્વારા, જીવમાં શરીરની નબળાઈછાતીમાં ઘર્ષણ આદિ પ્રાપ્તિવડે હૃત્નિરુદ્ધ વાયુ (હૃદયમાં કફ આદિ દોષોની પ્રબળતાથી રોકાયેલો, ઊંચે અને નીચે જવાને અસમર્થ બનેલો, તેમજ તે હૃદયમાં જ ગોળા આદિ રૂપ પરિણામથી રહેલો, જે ઉદાન, હૃદય અને મસ્તકની વચ્ચેનો પવન આદિ વાયુ છે, તે વાયુ)ની માફક ઉપઘાતને પેદા કરે છે. અને તે જ શુભ પુદ્ગલપિંડરૂપ દ્રવ્યમન, તે જીવમાં ઈષ્ટ વસ્તુ સંબંધી અનુકૂળ ચિંતામાં પ્રવૃત્તિ કરાવી, મુખની પ્રસન્નતારૂપ હર્ષ-રોમાંચ ખડા થવા વગેરેના સર્જનદ્વારા, વાયુના ઉપશામક ઔષધિવિશેષ ભેષજની માફક અનુગ્રહ કરે છે. અર્થાત્ દ્રવ્યમનનું આલંબન લઈ શુભ-અશુભ ચિંતનનો જીવ ઉપર અનુગ્રહ ઉપઘાત કરે છે. જીવમાં જ આ અનુગ્રહ ઉપઘાતને દ્રવ્યમન કરે છે, પરંતુ ચિંતનવિષયભૂત મેરૂ આદિ શેયપદાર્થ મનમાં કાંઈ પણ કરી શકતા નથી. ઇતિ.
શંકા — ચિંતા જ દુર્બળતા આદિરૂપ ઉપઘાતજનક છે. દ્રવ્યમન ઉપઘાત આદિ જનક કેવી રીતે?
સમાધાન – તે ચિંતા પણ દ્રવ્યમનથી જન્ય છે. જો દ્રવ્યમનને ઉપઘાત આદિ જનક ન માનવામાં આવે તો અને ચિંતાને ઉપઘાત આદિ જનક માનવામાં આવે તો, ચિંતન તો જ્ઞાનરૂપ હોઈ અમૂર્ત હોવાથી આકાશ આદિની માફક ઉપઘાત આદિમાં નિષ્કારણતાની આપત્તિ આવે ! ઉપઘાત આદિ હેતુજન્ય ન બની શકે ! તેથી આ મન પ્રાણકારી નથી પરંતુ અપ્રાપ્યકારી જ છે.