Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
द्वितीयो भाग / सूत्र - ९-१०, द्वितीय किरणे
૦ લબ્ધિ ઇન્દ્રિયની પ્રાપ્તિ થયે છતે જ બાકીની ભાવેન્દ્રિય પણ દ્રવ્યેન્દ્રિય પણ થાય છે. અર્થાત્ જે સાધનદ્વારા આત્મા દ્રવ્યન્દ્રિયનો વ્યાપાર કરે છે, તે સાધન “લબ્ધિ ઇન્દ્રિય' કહેવાય છે. લબ્ધિ ઇન્દ્રિયના અભાવમાં દ્રવ્યન્દ્રિયનો અભાવ છે અને ઉપયોગ ઈન્દ્રિયનો પણ અભાવ છે.
अथोपयोगेन्द्रियमाचष्टे - अर्थग्रहणनिमित्त आत्मव्यापारपरिणामविशेष उपयोगः ॥ १० ॥
अर्थग्रहणेति । उपयुज्यते वस्तुपरिच्छेदं प्रति व्यापार्यते जीवोऽनेनेत्युपयोगः करणे घञ्। उपयोगो ज्ञानं संवेदनं प्रत्यय इति पर्यायाः । स द्विविधस्साकारोऽनाकारश्चेति, स चेतनेऽचेतने वा वस्तुन्युपयुञ्जान आत्मा यदा सपर्यायमेव वस्तु परिच्छिनत्ति तदा स उपयोगस्साकार उच्यते, स च कालतश्छद्मस्थानामन्तर्मुहूर्त्तम्, केवलिनामेकसामयिकः । सोऽयं मतिश्रुतादिभेदेनाष्टविधः, यस्तु वस्तुनस्सामान्यरूपतया परिच्छेदस्सोऽनाकारोपयोगः कालः पूर्ववदेव, अयमपि चक्षुर्दर्शनादिरूपेण चतुर्विधः । एतत्सर्वानुस्यूतं लक्षणमाह-अर्थग्रहणेति । आत्मव्यापारमात्रस्योपयोगत्वाभावादर्थग्रहणनिमित्त इति, तावन्मात्रस्य च निवृत्त्यादावपि सत्त्वाद्विशेष्यम् । अयमुपयोगो यदा द्रव्येन्द्रियापेक्षो भवति तदैवोपयोगेन्द्रियनामभाग्भवति नान्यथा, अत एवावध्याधुपयोगस्य नेन्द्रियत्वमवध्यादीनामतीन्द्रियत्वात् । इन्द्रियाणां लाभक्रमस्तु प्रथममिन्द्रियावरणक्षयोपशमरूपा लब्धिस्ततो बाह्याभ्यन्तरभेदभिन्न निर्वृत्तेश्शक्तिरूपमुपकरणं तदनन्तरञ्चेन्द्रियार्थोपयोग इति ॥
___64यो। न्द्रियने । छ. ભાવાર્થ – “અર્થના ગ્રહણના નિમિત્તવાળો, આત્માના વ્યાપારરૂપ વિશિષ્ટ પરિણામે, એ “ઉપયોગ छन्द्रिय उपाय छे."
વિવેચન – જેના વડે જીવ વસ્તુના પરિચ્છેદ પ્રત્યે વ્યાપારવાળો થાય છે, તે ઉપયોગ. અહીં કરણમાં ઘમ્ પ્રત્યય લાગેલ છે. ઉપયોગના પર્યાયવાચક શબ્દો જ્ઞાન-સંવેદન-પ્રત્યય વગેરે છે. તે ઉપયોગ સાકાર અને અનાકાર ભેદે બે પ્રકારનો છે.
(૧) સાકાર-તે ઉપયોગ, ચેતન કે અચેતન વસ્તુવિષયમાં ઉપયોગવાળો બનતો આત્મા, જ્યારે પર્યાય સહિત જ વસ્તુને જાણે છે, ત્યારે “સાકાર' કહેવાય છે અને તે સાકાર ઉપયોગ-કાળથી છદ્મસ્થોને અન્તર્મુહૂર હોય છે. કેવલીઓને એક સમયવાળો ઉપયોગ હોય છે. આ ઉપયોગ મતિ-શ્રુત આદિના ભેદે આઠ (૮) પ્રકારનો છે.
૦ જે ઉપયોગ વસ્તુનો સામાન્યરૂપપણાએ પરિચ્છેદ, તે “અનાકાર ઉપયોગ કાળ પૂર્વની માફક જાણવો. આ અનાકાર ઉપયોગ ચક્ષુદર્શન આદિરૂપે ચાર પ્રકારનો છે. હવે આ બધામાં વ્યાપક લક્ષણને કહે